Tips For Glowing Skin: કાળઝાળ ગરમીથી ધીરે ધીરે રાહત મળવા લાગી છે પરંતુ તેની સાથે જ ચોમાસાની શરૂઆત પણ થવા જઈ રહી છે. વરસાદી વાતાવરણમાં ત્વચાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે. કારણ કે ચોમાસામાં ત્વચા વધારે ચિપચિપી થઈ જાય છે. સાથે જ સ્કીન ઈન્ફ્કેશન અને ખીલની સમસ્યા પણ થઈ જાય છે. જોકે આ ચોમાસામાં તમારે તમારી ત્વચાની સુંદરતા જાળવી રાખવી હોય તો આજે તમને ચાર એવા કામ વિશે જણાવીએ જેને ફોલો કરશો તો ત્વચા પર જોરદાર ફાયદો જોવા મળશે. ઘરે સરળતાથી ઉપલબ્ધ આ ચાર વસ્તુઓને સ્કીન કેરમાં સામેલ કરવાથી બદલતા વાતાવરણમાં પણ ચહેરો ગ્લોઇંગ દેખાશે અને ચહેરાની સુંદરતા પણ જળવાઈ રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોર્નિંગ સ્કીન કેર રૂટિન 


આ પણ વાંચો: ફોરેન ટ્રીપ છોડો કપલ્સ માટે બેસ્ટ છે ગુજરાતના 5 હનિમૂન પ્લેસ, ઓછો ખર્ચ અને મજા વધારે


સ્ટેપ 1


ચહેરાની સુંદરતા જળવાઈ રહે તે માટે તમે સ્કીન કેર કેવી રીતે કરો છો તે ખૂબ જ મહત્વનું હોય છે. ચહેરાને સુંદર અને મુલાયમ બનાવવા માટે સૌથી પહેલા સ્ટીમિંગ કરો. આમ કરવાથી ત્વચાના રોમછિદ્રો ખુલી જશે અને ત્વચા ડીપ ક્લીન પણ થશે. તેના માટે એક વાસણમાં હુંફાળું પાણી લેવું અને તેમાં ગુલાબજળ અથવા તો ગુલાબના પાન ઉમેરવા. હવે આ પાણીમાં સાફ કપડું પલાળી તેને નીચોવીને ચહેરા પર રાખો. ત્રણ મિનિટ માટે કપડાને ચહેરા પર રાખો અને પછી કપડા ને હટાવી લો. 


આ પણ વાંચો: Hair Fall: આ તેલનો ઉપયોગ કરશો તો એક પણ વાળ નહીં ખરે, એક મહિનામાં દેખાવા લાગશે ગ્રોથ


સ્ટેપ 2 


સ્ટીમ લીધા પછી બીજું સ્ટેપ છે મસાજ. મસાજ કરવા માટે 5 મિનિટ ચહેરા પર સર્ક્યુલર મોશનમાં માલિશ કરો. તેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરશે અને ત્વચાની ગંદકી અંદરથી સાફ થશે. મસાજ કરવા માટે નાળિયેરનું તેલ અથવા તો તલનું તેલ પણ વાપરી શકાય છે. 


સ્ટેપ 3 


ત્વચાને એક્સપોલિયેટ કરવી પણ જરૂરી છે. તેનાથી ડેડ સ્કીન નીકળી જાય છે અને ત્વચા પર ગ્લો આવે છે. તેના માટે માઇલ્ડ ફેસવોશ થી પહેલા ચહેરો સાફ કરી લો અને પછી સ્ક્રબિંગ કરો. પાંચ મિનિટ પછી ચહેરો ધોઈ લો. 


આ પણ વાંચો: Laziness: સવારે બેડમાંથી ઉઠવાનું મન નથી થતું ? તો જાણી લો શરીરને આળસુ બનાવતા 5 કારણો


સ્ટેપ 4 


ત્રણ સ્ટેપ ફોલો કર્યા પછી ચહેરાને મોસ્ચ્યુરાઈઝ કરવો પણ જરૂરી છે. તેના માટે સારા મોસ્ચ્યુરાઈઝરનો ઉપયોગ કરવો. ઉપરના ત્રણ સ્ટેપ ફોલો કરીને મોસ્ચ્યુરાઈઝર લગાડી લેવાથી ત્વચાને જરૂરી સોફ્ટનેસ મળે છે. મોસ્ચ્યુરાઈઝર લગાડ્યા પછી બે મિનિટ સુધી ત્વચા પર મસાજ કરો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)