Lemon For Skin: ચહેરા પર કાળા ડાઘ અને ખીલ થઈ જાય તો તે સુંદરતા પર ગ્રહણ બની જાય છે. ચહેરા પર આ પ્રકારની સમસ્યા થવાનું કારણ ખરાબ લાઈફસ્ટાઈલ હોય છે. સ્કિન પર થયેલી આ સમસ્યાને દૂર કરવા માટે લીંબુના રસનો ઉપયોગ કરી શકાય છે. લીંબુનો ઉપયોગ વર્ષોથી સ્કીન કેરમાં કરવામાં આવે છે. લીંબુમાં વિટામિન સી અને સાઈટ્રિક એસિડ હોય છે જે નેચરલ બ્લીચ અને એન્ટિસેપ્ટિક તરીકે કામ કરે છે. તેનાથી ચહેરાના ડાઘ અને ખીલ અસરકારક રીતે દૂર કરી શકાય છે. આજે તમને જણાવીએ કે લીંબુના રસનો ઉપયોગ ત્વચા પર કેવી રીતે કરવાથી ત્વચાની સમસ્યા દૂર થાય અને ત્વચાને નુકસાન પણ ન થાય. પરંતુ સૌથી પહેલા જાણીએ લીંબુના રસથી થતા ફાયદા વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: વાળ વધારે ખરતા હોય તો 5 રૂપિયાની આ વસ્તુનો કરો ઉપયોગ, વાળ ખરતા હંમેશ માટે બંધ થઈ જશે


લીંબુના રસના ફાયદા 


- લીંબુનો રસ મેલેનીનના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. મેલેનીનના કારણે જ ત્વચાનો રંગ ડાર્ક થઈ જાય છે. 


- લીંબુનો રસ ખીલ ઉત્પન્ન કરતા બેક્ટેરિયા સામે લડે છે. લીંબુનો રસ ત્વચાના પોર્સને સાફ કરે છે અને ઓઇલ કંટ્રોલ કરે છે.


- લીંબુનો રસ ત્વચામાં નેચરલ નિખાર વધારે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. 


- લીંબુનો રસ ત્વચાના પીએચ લેવલને સંતુલિત કરવા મદદ કરે છે. 


આ પણ વાંચો: ફુલીને ફુગ્ગા જેવું થયેલું પેટ ઝડપથી થશે ફ્લેટ, આ સમયે લીલું નાળિયેર પીવાનું શરુ કરો


સ્કીન કેરમાં લીંબુના રસનો ઉપયોગ 


1. રાત્રે સુતા પહેલા રૂની મદદથી લીંબુનો રસ ચહેરા પર લગાવો. ત્યાર પછી સવારે ચહેરાને પાણીથી સાફ કરો. 


2. ડ્રાય સ્કીન હોય અને ચહેરા પર ડાઘ બની ગયા હોય તો લીંબુના રસમાં મધ મિક્સ કરીને આ મિશ્રણને ચહેરા પર લગાડો. 


3. એક ચમચી મુલતાની માટી અથવા તો ચણાના લોટમાં લીંબુનો રસ અને જરૂર અનુસાર દહીં ઉમેરી ફેસપેક બનાવો. આ ફેસપેકને ચહેરા પર 10 થી 15 મિનિટ માટે લગાવી પછી ચહેરો સાફ કરો. 


લીંબુનો રસનો ચહેરા પર ઉપયોગ કરો તે પહેલા પેજ ટેસ્ટ કરી લેવો. જો લીંબુનો રસ લગાડ્યા પછી ત્વચા પર બળતરા થાય કે ત્વચા લાલ થઈ જાય તો લીંબુના રસનો ઉપયોગ બંધ કરી દો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)