Skin Care In Summer: રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓ ફક્ત ખાવા માટે જ નહીં પરંતુ સુંદરતા વધારવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. આવી વસ્તુઓમાંથી એક દહીં પણ છે. દહીંનો ઉપયોગ વર્ષોથી સ્કિન કેરમાં કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ તો માર્કેટમાં અલગ અલગ પ્રકારની ક્રિમ અને ફેસપેક પણ સરળતાથી મળી રહે છે. પરંતુ આ વસ્તુનો ઉપયોગ ન કરવો હોય અને સ્કિન કેર પ્રાકૃતિક વસ્તુઓથી કરવી હોય તો દહીંથી બેસ્ટ કંઈ નથી. દહીં ચહેરાની ત્વચાને અંદરથી સાફ કરે છે અને પોષણ પણ આપે છે. 


દહીંથી ત્વચાને થતા ફાયદા


આ પણ વાંચો: Glowing Skin: સુંદર અને બેદાગ ત્વચા માટે રાત્રે ફોલો કરો આ સ્કિન કેર રુટીન


- દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે એક પ્રાકૃતિક ક્લીંઝર છે. જે મૃત કોશિકાઓને અને ગંદગીને હટાવી ચહેરો સાફ કરે છે. તેનાથી ચહેરાના રોમછિદ્ર પણ બંધ થઈ જાય છે જે ખીલની સમસ્યાને મટાડે છે. 


- દહીંમાં જે ફેટ હોય છે તે ત્વચામાં પ્રાકૃતિક સોફ્ટનેસ જાળવી રાખે છે. દહીં ડ્રાય અને બેજાન ત્વચા માટે વરદાન સમાન છે. દહીં લગાડવાથી ચહેરા પર નિખાર આવે છે અને કરચલીઓ પણ ઓછી થાય છે. 


આ પણ વાંચો: ઓછા ખર્ચે બાલી ફરવા જવું હોય તો ઓગસ્ટ મહિનાનો IRCTC નો આ પ્લાન છે બેસ્ટ, જાણો વિગતો


- દહીંમાં બ્લીચિંગ ગુણ હોય છે જે ચહેરા પરના ડાઘ અને ડાર્કનેસને દુર કરવામાં મદદ કરે છે. જો તમે રોજ ચહેરા પર દહીં લગાવો છો તો થોડા જ દિવસમાં તમને ચહેરા પર ફરક દેખાવા લાગશે.


- દહીંમાં ઝિંક હોય છે જે સૂર્યની હાનિકારક કિરણોથી ત્વચાનું રક્ષણ કરે છે. દહીં ત્વચા પર લગાવવાથી બળતરા અને રેડનેસ ઓછી થાય છે. 


આ પણ વાંચો: Hair Fall: ખરતા વાળને અટકાવવા હોય તો આ વસ્તુઓ ખાવા લાગો, વાળ લાંબા પણ ઝડપથી થાશે


- દહીંમાં વિટામિન બી 12 અને રાઈબોફ્લેવિન હોય છે જે ત્વચાને પોષણ આપે છે. તેનાથી ચહેરા પર પ્રાકૃતિક નિખાર આવે છે અને ત્વચા યુવાન દેખાય છે. 


દહીંનો ફેસપેક


આ પણ વાંચો: રવામાં મહિનાઓ સુધી નહીં પડે જીવાત, પડી હશે તો પણ નીકળી જાશે આપોઆપ, અજમાવો આ ટ્રિક્સ


દહીંને ચહેરા પર અલગ અલગ રીતે લગાડી શકાય છે. તમે ઈચ્છો તો ફક્ત દહીંનો ઉપયોગ કરી શકો છો. અથવા તો તેમાં મધ અને ચણાનો લોટ ઉમેરીને પણ તેનો ફેસપેક બનાવીને લગાવી શકાય છે. તેને અઠવાડિયામાં 2 વાર ચહેરા પર 10થી 15 મિનિટ માટે લગાડવું. પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરી લેવો. 


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)