Glowing Skin: સુંદર અને બેદાગ ત્વચા માટે રાત્રે ફોલો કરો આ સ્કિન કેર રુટીન, તુરંત દેખાશે ત્વચા પર અસર
Tips For Glowing Skin: અહીં દર્શાવેલા ઘરેલુ ઉપાયને અજમાવીને પણ તમે ત્વચાને સુંદર અને બેદાગ બનાવી શકો છો. અહીં દર્શાવેલા સ્ટેપને રોજ રાત્રે ફોલો કરશો તો સવારે તમે તમારી ત્વચા પર અલગ જ ગ્લોનો અનુભવ કરશો.
Trending Photos
Tips For Glowing Skin: દરેક યુવતી સુંદર અને ગ્લોઇંગ ત્વચા ઈચ્છે છે. પરંતુ સતત વધતા પ્રદૂષણ, તડકા અને દોડધામના કારણે ત્વચા રુક્ષ, બેજાન અને ડલ દેખાવા લાગે છે. જોકે ત્વચાને સુંદર બનાવવા માટેના ઘણા બધા પ્રોડક્ટ અને ટ્રીટમેન્ટ વિકલ્પ ઉપલબ્ધ હોય છે. પરંતુ જો તમે કોઈ કેમિકલયુક્ત પ્રોડક્ટ કે ટ્રીટમેન્ટનો ઉપયોગ કર્યા વિના ત્વચાને સુંદર બનાવવા માંગો છો તો કેટલાક નેચરલ વિકલ્પ પણ છે.
આજે તમને આ વાત કેટલાક ઘરેલુ ઉપાય વિશે જણાવીએ. અહીં દર્શાવેલા ઘરેલુ ઉપાયને અજમાવીને પણ તમે ત્વચાને સુંદર અને બેદાગ બનાવી શકો છો. અહીં દર્શાવેલા સ્ટેપને રોજ રાત્રે ફોલો કરશો તો સવારે તમે તમારી ત્વચા પર અલગ જ ગ્લોનો અનુભવ કરશો.
નાઈટ સ્કીન કેર રૂટિનમાં શું કરવું ?
- સુતાં પહેલાં જરૂરી છે કે તમે ચહેરાને સારી રીતે સાફ કરી મેકઅપ હટાવો. મેકઅપ ત્વચાના રોમ છિદ્રોને બંધ કરે છે જેના કારણે ત્વચા રાત્રે શ્વાસ લઈ શકતી નથી અને તેની કુદરતી ચમક ગુમાવે છે. તેથી રાત્રે મેકઅપ રીમુવરથી અથવા તો ક્લિનિઝિંગ ઓઇલ થી ત્વચાને સારી રીતે સાફ કરો.
- મેકઅપ સાફ કર્યા પછી ચેહરા પર લાઈટ મોસ્ચ્યુરાઇઝર ભુલ્યા વિના લગાડો. મોસ્ચ્યુરાઈઝર ત્વચાને હાઇડ્રેટ રાખે છે અને ત્વચાની સોફ્ટનેસ જાળવી રાખવામાં મદદ કરે છે. રાત્રે ચેહરા પર ઓઇલ કે ક્રીમ લગાડવાનું ટાળવું.
- રાતના સમયે સ્કીન કેર રૂટીનમાં નાઈટ સીરમનો ઉપયોગ કરવો પણ ફાયદાકારક સાબિત થાય છે. નાઈટ સીરમમાં સ્કીન માટે જરૂરી પોષક તત્વો અને એન્ટિઓક્સિડન્ટ હોય છે. સીરમ રાત્રે ચહેરા પર લગાડશો તો તે ત્વચાને અંદરથી રીપેર કરશે. જેના કારણે ત્વચા પર દેખાતી કરચલીઓ ઓછી થશે.
- ઘણા લોકો રાત્રે ત્વચાની સંભાળતો રાખે છે પરંતુ હોઠને ભૂલી જાય છે. જેના કારણે ઉનાળામાં પણ હોઠ ડ્રાય થઈ જાય છે અને ફાટે છે. તમે આવી ભૂલ ન કરો. રોજ રાતે સ્કીન કેર કરો ત્યારે હોઠ પર લીપ બામ કે કોકોનટ ઓઇલ લગાડો.
- ત્વચાને કુદરતી રીતે સુંદર બનાવવી હોય તો પુરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે. જે લોકો રોજ ઓછી ઊંઘ કરે છે તેની આંખની નીચે ડાર્ક સર્કલ જોવા મળે છે અને ચહેરો પણ સોજેલો દેખાય છે. દરેક વયસ્ક વ્યક્તિએ ઓછામાં ઓછી સાતથી આઠ કલાકની ઊંઘ કરવી જોઈએ.
- ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે આખા દિવસમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવું પણ જરૂરી છે. દિવસ દરમિયાન આઠથી દસ ગ્લાસ પાણી પીવાનું રાખો. આ સિવાય રાત્રે સૂતા પહેલા લગભગ એક ગ્લાસ પાણી રોજ પીવું. રાત્રે એક ગ્લાસ પાણી પીને સુવાથી સવારે જાગશો ત્યારે ત્વચા ફ્રેશ દેખાશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે