નવી દિલ્હીઃ આપણે બધા જાણીએ છીએ કે દહીં સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. તેમાં અનેક પ્રકારના પૌષ્ટિક તત્વ હોય છે જે બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે. દહીંમાં પ્રો-બાયોટિક હોય છે. જે આંતરડામાં ગુડ બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે. તે ઉપરાંત કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન્સની ભરપૂર માત્રા તેમાં હોય છે. પરંતુ જો આ જ દહીં જૂનું કે ખાટું થઈ જાય તો તેને ફેંકવાની ભૂલ ન કરશો. તમે ખાટા દહીંનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ પકવાન બનાવી શકો છો. જો તમારી દહીં કોઈ કારણે ખાટું થઈ જાય તો તેને ફેંકવાની જગ્યાએ બનાવો આ ટેસ્ટી રેસિપી. આવો જાણીએ આ ફૂડ આઈટમ વિશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

iphone 13 ને પણ ટક્કર મારે એવો જાલિમ ફોન લઈને આવ્યું Google! જોઈને તમે પણ કહેશો કે આ ફોન છે કે, જાદુની છડી!

ઈડલી:
ઈડલી એક દક્ષિણ ભારતીય નાસ્તો છે જે તમારા દિવસની શરૂઆત કરવા માટે એક યોગ્ય ઉપાય છે. તમે ઈડલી માટે તૈયાર ખીરામાં દહીંનો ઉપયોગ સરળતાથી કરી શકો છો. કેમ કે ખીરું બનાવવા માટે તેના બેઝમાં દહીં અને પાણી મિક્સ કરવાનું હોય છે. ખાટી ઈડલીનો એક અલગ સ્વાદ હોય છે. તમે ઈડલીને સાંભાર કે નાળિયેરની ચટણીની સાથે ખાઈ શકો છો.


 


કઢી:
કઢી એક પોપ્યુલર ડિશ છે જેને તમે અલગ-અલગ રીતે બનાવી શકો છો. આ વ્યંજનમાં દહીં જ મહત્વનો ભાગ ભજવે છે. કઢી પકોડા, પાલક પકોડા અને સિંધી પકોડા, બૂંદી કઢીનો ઉપયોગ કરી શકાય છે. કઢીની અનોખી વિશેષતા તેનો ખાટો સ્વાદ છે. જે તેને ખાટા દહીંમાંથી જ મળે છે. કઢીને લોટ અને મગની દાળની લોટ સાથે મિક્સ કરવામાં આવે છે. બંનેનો સ્વાદ સમાન રીતે લાજવાબ હોય છે. કઢીને તમે રોટલી સાથે ખાઈ શકો છો. પરંતુ ભાતની સાથે મિક્સ કરવાથી તેનો સ્વાદ કંઈક અલગ જ બની જાય છે.

કોઈકની જોડે હોટલમાં જતા પહેલાં Facebook માં આ વસ્તુ બંધ કરી દેજો, નહીં તો ગામ આખાને ખબર પડી જશે તમે ક્યાં ફરો છો!

પુડલા:
પુડલા એક હેલ્ધી નાસ્તો છે જેને તમે નાસ્તા, બપોરના ભોજન અને રાત્રે પણ ભોજનમાં લઈ શકો છો. વજન ઘટાડનારા લોકો માટે તે સૌથી પસંદગીના વ્યંજનમાંથી એક છે. કેમ કે તે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે હેલ્ધી પણ હોય છે. તમે ચણાનો લોટ, સોજી, મગની દાળ, જુવારનો લોટ કે તમારી પસંદગીના કોઈપણ સ્વાદની સાથે પુડલા બનાવી શકો છો. પુડલા બનાવતાં સમયે તમે તેમાં ડુંગળી. શિમલા મીર્ચ, ટામેટાં નાંખી શકો છો. તમે સાદા પુડલા પણ બનાવી શકો છો અને તેમાં તળેલી શાકભાજી કે પનીરનું સ્ટફિંગ પણ નાંખી શકો છો.


ઢોકળાં:
ઢોકળાને દહીંમાં વિવિધ સામગ્રી મિક્સ કરીને બનાવવામાં આવે છે. ખાટા દહીંની સાથે ચોખા-દાળનું મિશ્રણ તેને વધારે સ્વાદિષ્ટ બનાવી દેશે. લોટ અને દહીંમાં 2:1 પ્રમાણે ખીરું તૈયાર કરી લો. ખીરામાં મીઠું, ઈનો અને પાણી મિક્સ કરો. ઢોકળાને ઢોકળિયામાં બનાવો અને પોતાની પસંદગીની ચટણી સાથે પીરસો.


ઢોસા:
ઢોસા એક ક્લાસિકલ નાસ્તો છે. જેને બનાવવા માટે તમારે ચોખા, મેથી દાણા અને દહીં જોઈશે. આ રેસિપી તમારા ઢોસાને અલગ  સ્વાદ આપવાનું કામ કરે છે. તેના માટે સૌથી પહેલાં ચોખા અને મેથીને ભીની થવા દો. ત્યારબાદ બંને વસ્તુને મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લો. આ મિશ્રણને સારી રીતે હલાવો અને તેમાં દહી અને કઢી પત્તાં નાંખો. ત્યાર બાદ પાણી અને દહીં ભેળવો. તમારા ઢોસા માટે આ બેસ્ટ ખીરું તૈયાર છે.

Virat Kohali ની Lifestyle જોઈને તમને પણ થશે ભગવાને આવું નસીબ આપ્યું હોત તો..! આવા જલસા તો કોઈને નથી!

એસ.જી.હાઈવે પર અંધારુ થતાં જ રોજ ઝાડીઓમાંથી કોણ પૂછે છે.. આને કા હૈ ક્યાં..? સાંજ પડતા જ ગોતામાં થાય છે શેની ગોતમ ગોત?


રૂપાલમાં પલ્લી નીકળે ત્યારે ગામ આખામાં કેમ વહે છે ઘી ની નદીઓ? જાણો રસ્તા પર વહેતા ઘી નું પછી શું થાય છે


ભારતનો સૌથી શિક્ષિત ક્રિકેટર કોણ છે તમે જાણો છો? આ ખેલાડીને NASA માં પણ રમતા રમતા મળી શકે છે નોકરી!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube