iphone 13 ને પણ ટક્કર મારે એવો જાલિમ ફોન લઈને આવ્યું Google! જોઈને તમે પણ કહેશો કે આ ફોન છે કે, જાદુની છડી!
Google એ પોતાના ઈવેન્ટમાં Pixel 6 અને Pixel 6 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યા. Pixel 6માં ગૂગલે બનાવેલી Tensor ચીપસેટ આપવામાં આવી છે. ગૂગલે કહ્યું છે કે Tensor ચીપસેટ AI(આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ)ને ઈમ્પ્રુવ કરશે. આ સિવાય આ ફોનની સિક્યોરિટીને પણ વધારશે. Google Pixel 6માં ડિસ્ટિંક્ટ કેમેરા બાર આપવામાં આવ્યું છે. આમાં ઓલવેઝ ઓન ડિસ્પ્લે આપવામાં આવી છે. જે એન્ડ્રોઈડ 12 પર કામ કરે છે. કંપનીએ કહ્યું છે કે સેફ્ટી અને સિક્યોરિટીને ધ્યાને રાખી ફોનને ડિઝાઈન કરવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Googleએ પોતાના ઈવેન્ટમાં Pixel 6 અને Pixel 6 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યા. Pixel 6માં ગૂગલે બનાવેલી Tensor ચીપસેટ આપવામાં આવી છે. ગૂગલે કહ્યું છે કે Tensor ચીપસેટ AI(આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ)ને ઈમ્પ્રુવ કરશે. આ સિવાય આ ફોનની સિક્યોરિટીને પણ વધારશે. Google Pixel 6માં ડિસ્ટિંક્ટ કેમેરા બાર આપવામાં આવ્યું છે. આમાં ઓલવેઝ ઓન ડિસ્પ્લે આપવામાં આવી છે. જે એન્ડ્રોઈડ 12 પર કામ કરે છે. કંપનીએ કહ્યું છે કે સેફ્ટી અને સિક્યોરિટીને ધ્યાને રાખી ફોનને ડિઝાઈન કરવામાં આવ્યો છે.
Google Pixel 6 સીરિઝમાં ગૂગલે બનાવેલા નવા કવર પણ મળશે. આ એક્સેસરીઝને રિસાઈક્લેબલ મરીરિયલમાંથી બનાવવામાં આવ્યા છે. Google Pixel Material You ફીચર સાથે આવશે. આ વોલપેપરને કલરના હિસાબથી ઈન્ટરફેસને એડોપ્ટ કરી લેશે. એનો મતલબ છે કે ક્લોક અને આઈકનનો કલર તે જ રહેશે જે બેકગ્રાઉન્ડનો કલર હશે. Googleએ Pixel 6 અને Pixel 6 Pro પર સિક્યોરિટી વધારવા માટે Titan M2ને રજૂ કર્યું છે. આ સ્માર્ટફોનની ખાસિયત એ છે કે કંપની 5 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ આપતી રહેશે. Pixel 6માં એક સિક્યોરિટી હબ આપવામાં આવ્યું છે. જેનાથી તમે સિક્યોરિટી સેટિંગ અને એક પ્રાઈવસી ડેશબોર્ડને એક્સેસ કરી શક્શો. આનાથી તમે ચેક કરી શકો છો કે ક્યુ એપ માઈક્રોફોન અને કેમેરાને એક્સેસ કરી શકે છે.
Tensor GPU અને CPUને લઈ કંપનીએ કહ્યું છે કે આ ફોન્સ જૂના Pixel ફોન્સ કરતા ઘણા ફાસ્ટ છે. Pixel 6 અને Pixel 6 Proમાં 50MPનો પ્રાઈમરી કેમેરો આપવામાં આવ્યો છે. આ સિવાય બંને ફોન્સમાં 12MPના અલ્ટ્રાવાઈડ કેમેરા આપવામાં આવ્યા છે. Pixel 6 Proમાં 48MPનો ટેલીફોટો લેન્સ આપવામાં આવ્યો છે જે 4X ઝૂમ સાથે આવે છે. આ ઝૂમ લો-લાઈટ ફોટોગ્રાફીમાં નાઈટ સાઈટની સાથે પણ કામ કરશે. Pixel 6 સાથે હાઈ ક્વોલિટી વીડિયોઝ પણ બનાવી શકાશે. Pixel 6થી યુઝર 4K વીડિયો HDRnet 60fps પર રેકોર્ડ કરી શક્શે. આ ફોનના કેમેરા સાથે Magic Eraser અને Face Unblur જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.
Pixel 6માં સ્પીચ પર પણ ઘણું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ગૂગલ ફોનના ટેક્સ્ટ મેસેજ ડિટેક્શનને ઘણો હાઈપ કરે છે. Tensorને કારણે કોલ સ્ક્રિનને પણ ઈમ્પ્રુવ કરવામાં આવી છે. જ્યારે તમે કોઈને કોલ કરશો ત્યારે હિસ્ટોરિક વેટ ટાઈમ જોવા મળશે. આનાથી તમે જાણી શક્શો કે તમે કોલને કેટલીવાર હોલ્ડ પર રાખશો. સ્માર્ટફોનથી રિયલ ટાઈમ ટ્રાન્સલેશન કરી શકાશે.
Google Pixel 6માં કનેક્ટિવિટી માટે 5Gનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. Google Pixel 6 ફોનની કિંમત 599 ડોલર એટલે કે 44,900 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે Google Pixel Pro ફોનની કિંમત 899 ડોલર એટલે કે 67,500 રૂપિયા રાખવામાં આવી છે. ભારતમાં આ બંને ફોનની ઉપલબ્ધતા અંગે કંપનીએ સ્પષ્ટતા નથી કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે