કોઈકની જોડે હોટલમાં જતા પહેલાં Facebook માં આ વસ્તુ બંધ કરી દેજો, નહીં તો ગામ આખાને ખબર પડી જશે તમે ક્યાં ફરો છો!

ફેસબુકનો ઉપયોગ લાખો લોકો કરે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ફેસબુક યૂઝર્સની પળે પળની જાણકારી રાખે છે. તમે કયા સમયે ક્યાં છો? તે બધું રેકોર્ડ કરે છે અને સ્ટોર કરે છે. તમે સેટિંગ્સમાં જઈને તેને જોઈ શકો છો અને ડિલીટ પણ કરી શકો છો.

કોઈકની જોડે હોટલમાં જતા પહેલાં Facebook માં આ વસ્તુ બંધ કરી દેજો, નહીં તો ગામ આખાને ખબર પડી જશે તમે ક્યાં ફરો છો!

નવી દિલ્હી: લાખો લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે. આજના સમયમાં મોટાભાગના લોકો ફેસબુક પર સક્રિય છે. પરંતુ શું તમે જાણો છો કે ફેસબુક તમારી જાસૂસી કરે છે? તમે ક્યારે અને ક્યાં ફરી રહ્યા છો તે બધું રેકોર્ડ કરે છે. ફેસબુક તમારા ફોનના જીપીએસ કોઓર્ડિનેટ્સનો લોગ રાખે છે અને તેને તમારી સેટિંગ્સમાં રહેલા તમારા ‘હિસ્ટ્રી લોકેશન’ પર અપલોડ કરે છે. ચાલો જાણીએ કેવી રીતે...

ફેસબુક લોકેશન હિસ્ટ્રી શું છે?
લોકેશન હિસ્ટ્રી એક કોન્ટ્રોવર્શિયલ ડેઈલી લોગ છે. જ્યાં તમે iOS અને Android માટે ફેસબુકની એપ્લિકેશન્સ દ્વારા લોગ ઈન કરવામાં આવેલા છો. ડેટા એક ડિજિટલ મેપ પર સ્ટોર કરવામાં આવે છે. જે તમારા ફેસબુક સેટિંગ્સના માધ્યમથી જોઈ શકાય છે. જે બતાવે છે કે તમે ક્યાં ફરી રહ્યા છો. તમે સર્ચ કરી શકો છો કે, કઈ તારીખે ક્યાં ફરી રહ્યા હતા. સેટિંગને ફેસબુકની વેબસાઈટના માધ્યમથી બંધ કરી શકાય છે. તમે ઈચ્છો તોતમારી પાસે પોતાની લોકેશન હિસ્ટ્રીને હટાવવાનો વિકલ્પ છે. ફેસબુક તમારા દ્વારા બતાવવામાં આવેલી જાહેરાતને વધુ સારી રીતે તૈયાર કરવા માટે તમારા GPS કોર્ડિનેટ્સનો ઉપયોગ કરે છે.

કંપની તેની વેબસાઈટ પર કહે છે: "તમારી નજીક શું છે તે શોધવામાં તમારી મદદ માટે, લોકેશન હિસ્ટ્રી ફેસબુકને તમારા મોબાઈલ ડિવાઈસ પર સ્થાન સેવાઓ દ્વારા મળેલા ચોક્કસ સ્થાનોનો ઈતિહાસ બનાવવાની મંજૂરી આપે છે. આ માહિતી ફક્ત તમે જ જોઈ શકો છો, અને તમે તમારા મોબાઈલ ડિવાઈસ અથવા કમ્પ્યુટર પર તમારી લોકેશન હિસ્ટ્રી જોઈને હટાવી શકો છે. Google જેવી કંપીનીઓ દ્વારા Google મેપ અને તેના Android ઓપરેટિંગ સિસ્ટમના માધ્યમથી એકત્ર કરેલ ડેટાનો ઉપયોગ કરીને આ પ્રકારના અસ્થિર સ્થાન લોગ રાખે છે.

લોકેશન હિસ્ટ્રી કેવી રીતે જાણી શકાય અને તેને ચાલુ કે બંધ કરી શકાય- 
લોકેશન હિસ્ટ્રી તમારી સેટિંગ્સમાં છુપાયેલ છે. તમે તેને ફેસબુકની એન્ડ્રોઈડ અથવા IOS એપ દ્વારા અથવા તમારા ડેસ્કટોપ બ્રાઉઝરના માધ્યમથી એક્સેસ કરી શકો છો. IOS પર, ફેસબુકની નીચે જમણી બાજુએ ત્રણ આડી લાઈન ટેપ કરો. સેટિંગ્સ એન્ડ પ્રાઈવેસી> પ્રાઈવેસી શોર્ટકટ્સ> મેનેજ લોકેશન સેટિંગ્સ પર ટેપ કરો. તમે વાદળી સ્લાઈડરને ટેપ કરીને તમારી લોકેશન હિસ્ટ્રીને ચાલુ અથવા બંધ કરી શકો છો. તમારી લોકેશન હિસ્ટ્રી જોવા અને એક્સપ્લોર કરવા માટે'View Your Location History' પર ટેપ કરો.

Android પર Facebookની ઉપર જમણી બાજુએ મેનૂ પર ટેપ કરો. ત્યારબાદ સેટિંગ્સ એન્ડ પ્રાઈવેસી> પ્રાઈવેટ શોર્ટકટ> મેનેજ યોર લોકેશન સેટિંગ્સ> લોકેશન હિસ્ટ્રી પર ટેપ કરો. તમે વાદળી સ્લાઈડરને ટેપ કરીને તમારી લોકેશન હિસ્ટ્રીને જોઈ શકો છો અને એક્સપ્લોર કરવા માટે , 'View Your Location History' પર ટેપ કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news