White Spots On Skin:સ્ટ્રેસ, ખરાબ જીવનશૈલી અને પ્રદૂષણના કારણે ત્વચા સંબંધિત બીમારીઓનું જોખમ વધતું જાય છે. ત્વચાની સમસ્યામાં સૌથી ગંભીર ત્વચા પર સફેદ ડાઘ પડવાની સમસ્યા હોય છે. તેને મેડિકલ ભાષામાં વીટીલીગો કહેવાય છે. આ સમસ્યામાં ત્વચાનો રંગ બદલવા લાગે છે અને ત્વચા ઉપર સફેદ ડાઘ પડી જાય છે. આ સમસ્યા કોઈપણ વ્યક્તિને કોઈ પણ ઉંમરે થઈ શકે છે જેના કારણે હાથ પગ ચહેરા અને શરીરના અન્ય ભાગો પર ત્વચાના રંગમાં ફેરફાર થવા લાગે છે. આ બીમારી થાય તે વ્યક્તિને તડકાના કારણે ખૂબ જ તકલીફ પડે છે. આ સમસ્યામાં આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવાથી સફેદ ડાઘને વધતા અટકાવી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાયટમાં આ વસ્તુઓનો કરો સમાવેશ


આ પણ વાંચો:


સવારના વાતાવરણમાં માત્ર 30 મિનિટ કરેલી વોકથી શરીરને થશે આ 3 ગજબના ફાયદા


ભારતના આ મંદિરો ઓળખાય છે વિઝા મંદિર તરીકે, પાસપોર્ટ લઈને દર્શન કરવાથી મળે છે વિઝા


Interesting Facts: શું તમને ખબર છે પરોઠાને અંગ્રેજીમાં શું કહેવાય ?


1. ત્વચા નિષ્ણાંતો અનુસાર જે લોકોને ત્વચા સંબંધિત આ રોગની સમસ્યા હોય તેમણે પોતાના આહારમાં ગ્રીન ટીનો સમાવેશ કરવો જોઈએ. ગ્રીન ટી માં રહેલા તત્વ ત્વચા પર વધતા સફેદ ડાઘને ઓછા કરવામાં મદદ કરે છે.


2. આ બીમારીથી પીડિત લોકોએ પોતાના આહારમાં લીલા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ સાથે જ કેળા, સફરજન, બીટ, ગાજર જેવી વસ્તુઓનું સેવન પણ વધારે કરવું જોઈએ. 


3. જે વ્યક્તિને આ પ્રકારની તકલીફ હોય તેણે પોતાના ભોજનમાં વિટામીન બી, વિટામીન સી, એમિનો એસિડ અને ફોલિક એસિડનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ પોષક તત્વો ત્વચા પર પડતા સફેદ ડાઘને રોકવામાં મદદ કરે છે. 


4. ત્વચાની આ તકલીફ હોય તે વ્યક્તિએ દૈનિક આહારમાં મગની દાળ અને તુવેરની દાળનો ઉપયોગ નિયમિત કરવો જોઈએ. આ સાથે જ કાળા ચણા ખાવાથી પણ ફાયદો થાય છે.


5. ત્વચા સંબંધિત આ વિકારને કંટ્રોલ કરવા માટે તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવાનું રાખવું જોઈએ. 


6. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ત્વચાની આ સમસ્યા હોય તેણે કાબુલી ચણા, મેંદો, બટેટા, દૂધ અને દૂધની બનાવટો ખાવાનું ટાળવું જોઈએ.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)