Interesting Facts: શું તમને ખબર છે પરોઠાને અંગ્રેજીમાં શું કહેવાય ?

Interesting Facts: અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના પરોઠા તમે ખાધા હશે. પરંતુ શું તમે જાણો છો કે આ પરોઠાને અંગ્રેજીમાં શું કહેવાય છે ?  સોશિયલ મીડિયા પર પણ આ પ્રશ્ન ચર્ચામાં છે. જો તમે ચતુર છો અને તમારું જનરલ નોલેજ સારું છે તો તમને પણ આ વાતની ખબર હોવી જોઈએ.

Interesting Facts: શું તમને ખબર છે પરોઠાને અંગ્રેજીમાં શું કહેવાય ?

Interesting Facts: ભારતીય આહારનું અભિન્ન અંગ છે પરોઠા. પરોઠામાં અલગ અલગ વેરાઈટી ભારતમાં જોવા મળે છે અને દરેક પ્રકારના પરોઠા લોકો ખાવાનું પસંદ કરે છે. પરોઠા એવી વસ્તુ છે જેને સવારના નાસ્તાથી લઈ રાતના ભોજન સુધી અલગ અલગ સમયે લઈ શકાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ જણાવે છે કે સવારે નાસ્તામાં સ્ટફ પરોઠા લઈ શકાય છે તેનાથી દિવસભર માટેની એનર્જી શરીરને મળે છે. પરોઠા ખાવાથી પ્રોટીન, વિટામિન, મિનરલ્સ, ફાઈબર અને હેલ્ધી કાર્બોહાઈડ્રેટ્સ પણ શરીરને મળે છે.

આ પણ વાંચો: 

હવે તો લોકો હેલ્થ પ્રત્યે વધારે જાગૃત રહે છે તેથી પરોઠાને વધારે હેલ્ધી બનાવીને ઉપયોગમાં લેતા હોય છે.  આપણે ત્યાં વિવિધ પ્રકારના પરોઠા બને છે. દરેક વ્યક્તિ કેટલા પરોઠાના પ્રકાર હોય છે તેના વિશે તો જાણતી હોય છે. અલગ અલગ પ્રકારના પરોઠા તમે ખાધા પણ હશે. પરંતુ તેમ છતાં મોટાભાગના લોકો જાણતા નથી કે પરોઠાને અંગ્રેજીમાં શું કહેવાય છે.? 

જો તમે પરોઠા ખાવાના શોખીન છો અને એવું ગર્વથી કહેતા હોય કે આપણે તો દરેક પ્રકારના પરોઠા ખાધા છે તો તમને પરોઠાના અંગ્રેજી નામ વિશે પણ ખબર હોવી જોઈએ. સોશિયલ મીડિયા પર પણ આ પ્રશ્ન ચર્ચામાં છે. જો તમે ચતુર છો અને તમારું જનરલ નોલેજ સારું છે તો તમને પણ આ વાતની ખબર હોવી જોઈએ.

તેમ છતાં જો તમને આ પ્રશ્નનો સાચો જવાબ નથી ખબર તો તમને જણાવી દઈએ કે પરોઠાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે. મોટાભાગે રેસ્ટોરન્ટના મેનૂમાં પણ પરોઠા માટે paratha લખવામાં આવે છે. પરંતુ હકીકતમાં પરોઠાને અંગ્રેજીમાં ફ્લેટબ્રેડ (Flatbread)કહેવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news