Teeth Whitening Tips: દાંત પીળા થઈ જવા એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યાથી ઘણા લોકો પરેશાન રહે છે. પરંતુ આ પરેશાનીને દુર કરવામાં ન આવે તો તે એટલે કે પીળા દાંત તમારી સુંદર સ્માઈલ અને સુંદરતાના દુશ્મન બની જાય છે. પીળા દાંતના કારણે આત્મવિશ્વાસ પણ ઘટી જાય છે. માર્કેટમાં એવા ઘણા પ્રોડક્ટ મળે છે જે દાંતની સફાઈ કરવાનો દાવો કરે છે. પરંતુ આ કામ તમે ઘરમાં રહેલી વસ્તુની મદદથી પણ કરી શકો છો. આજે તમને ઘરમાં રહેલી એવી વસ્તુઓ વિશે જણાવીએ જે દાંતને મોતીની જેમ ચમકાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીળા દાંતને સફેદ કરવાના ઘરેલુ નુસખા


આ પણ વાંચો:  Kitchen Hacks: બુઠ્ઠી કાતર થઈ જશે તેજતર્રાર, ઘરે સિલ્વર ફોઈલ હોય તો અજમાવો આ ટીપ્સ


1. દાંત સાફ કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકાય છે. તેમાં લીંબુનો રસ અથવા તો વિનેગર મિક્સ કરીને દાંત સાફ કરવા. બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને પણ તેનાથી દાંત સાફ કરી શકાય છે. 


2. દાંતને સફેદ કરવા માટે લીંબુ અથવા તો સંતરાની છાલનો ઉપયોગ પણ કરી શકાય છે. લીંબુની છાલ અથવા તો સંતરાની છાલનો ટુકડો કરી દાંત પર હળવા હાથે મસાજ કરવી. 


આ પણ વાંચો:  Long Hair: કમર સુધી લાંબા વાળ ઝડપથી થશે, વાળમાં નિયમિત લગાવો આ 6 માંથી કોઈ 1 તેલ


3. કેળાની છાલથી પણ દાંતની પીળાશ દૂર થાય છે. કેળાની છાલનો ટુકડો કરીને દાંત ઉપર રગડવાથી પીળા પડેલા દાંત સફેદ થઈ જાય છે. 


4. એક ચમચી એલોવેરા જેલમાં 4 ચમચી ગ્લિસરીને મિક્સ કરો. આ મિશ્રણથી દાંત પર હળવા હાથે મસાજ કરો અને પછી દાંતને બરાબર સાફ કરી લો. ધીરે ધીરે પીળા પડેલા દાંત સફેદ દેખાવા લાગશે. 


આ પણ વાંચો:  સુતા પહેલા ચહેરા પર અપ્લાય કરો આ 2 વસ્તુઓ, ઠંડીમાં પણ ત્વચા દેખાશે ગ્લોઈંગ


5.  એપલ સાઇટર વિનેગરની મદદથી પણ દાંત ચમકાવી શકાય છે. તેના માટે બે ચમચી વિનેગર લેવું તેને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરો. હવે આ પાણીને મોઢામાં ભરીને 30 સેકન્ડ સુધી મોઢામાં જ ફેરવો. ત્યારબાદ કોગળા કરી લો. 


6. જો તમે નિયમિત હૂંફાળા પાણીમાં એક ચમચી મીઠું ઉમેરીને તેનાથી કોગળા કરો છો તો પણ દાંત પર જામેલી પીળી પરત દૂર થવા લાગે છે. ઉપર જણાવેલા ઉપાયોમાંથી કોઈપણ એકનો નિયમિત ઉપયોગ કરવાથી પીળા પડેલા દાંત મોતી જેવા સફેદ થવા લાગશે


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)