Sexting: જાણો શું છે સેક્સટિંગ, તેના ફાયદા અને નુકસાન
આજ-કાલ પાર્ટનરને સેક્સી (Sexy) અને નોટી મેસેજ (Naughty Message) મોકલવાનો ટ્રેન્ડ જોરશોરથી ચાલી રહ્યો છે. પાર્ટનર્સ તેમની ફિલિંગને સેક્સટિંગ (Sexting) દ્વારા વ્યક્ત કરે છે. ફ્લર્ટ કરવા અને એક બીજાને છેડવાની આ એક ખૂબ જ સરળ અને ઉત્તમ રીત છે
નવી દિલ્હી: કોઈ પણ રિલેશનશિપ (Relationship)માં ઇન્ટિમેટ (Intimate) થવાની વાત આવે છે, ત્યારે આપણે સેક્સ (Sex) વિશે વિચારવાનું શરૂ કરીએ છીએ. પરંતુ તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઇએ કે, સેક્સ સૌથી છેલ્લો પડાવ હોય છે. તે પહેલાં પણ ઘણી વસ્તુઓ છે, જે તમારા સંબંધને કંટાળાજનક થવા દેતી નથી. તમારા સંબંધમાં મધુરતા લાવવા માટે, તમે ઇન્ટિમેસીની ઘણી રીતો અજમાવી શકો છો.
આજ-કાલ પાર્ટનરને સેક્સી (Sexy) અને નોટી મેસેજ (Naughty Message) મોકલવાનો ટ્રેન્ડ જોરશોરથી ચાલી રહ્યો છે. પાર્ટનર્સ તેમની ફિલિંગને સેક્સટિંગ (Sexting) દ્વારા વ્યક્ત કરે છે. ફ્લર્ટ કરવા અને એક બીજાને છેડવાની આ એક ખૂબ જ સરળ અને ઉત્તમ રીત છે.
આ પણ વાંચો:- ઈમ્યુનિટી બુસ્ટર ગણાતું મધ બની શકે છે મીઠું ઝેર, ગુજરાતની લેબમાં થયું નાપાસ
સેક્સટિંગ શું છે
સેક્સટિંગ (Sexting) એક એવો શબ્દ છે, જે યૌન ક્રિયાઓ સાથે જોડાયેલો છે. આમાં, તમે તમારા પાર્ટનર સાથે ડર્ટી વાત (Dirty Talk) કરો છો. સેક્સટિંગમાં, પાર્ટનરને સેક્સી ફોટા અને મેસેજ મોકલવાનું સામાન્ય છે. સરળ ભાષામાં કહીએ તો જ્યારે તમે પાર્ટનરને ફોન પર તમારા ફોટા, ન્યુડ્સ, નોટી ટેક્સ્ટ મેસેજ મોકલો છો, તેને સેક્સટિંગ (Sexting) કહેવામાં આવે છે.
આ પણ વાંચો:- WHOએ જાહેર કર્યો રિપોર્ટ, 20 વર્ષમાં વધી લોકોની ઉંમર પરંતુ બિમારીઓ સાથે
સેક્સટિંગથી કપલ વચ્ચે દૂર રહીને પણ ઇન્ટિમેસી (Intimacy) જળવાઈ રહે છે. સેક્સટિંગ (Sexting) દ્વારા તમે તમારા વિવાહિત જીવન અને લોન્ગ ડિસ્ટેન્સ રિલેશનશિપમાં ફન, રોમાન્ચ અને સ્પાઇસ એડ કરી શકો છો. કેટલાક લોકો વધુ સારી સેક્સ લાઇફ માટે સેક્સટિંગને જરૂરી સમજે છે.
સેક્સટિંગના ફાયદા
સેક્સટિંગથી તમને આ ફાયદો થશે કે તમે બંને એક-બીજા વિશે મગજમાં વિચારતા રહેશો. મળ્યા પછી તમે વધુ સારી રીતે ઇન્ટિમેસીનો અનુભવ કરશો. જો તમે તમારા જીવનસાથી સાથે લોન્ગ ડિસ્ટેન્સ રિલેશનશિપમાં છો અને તેમની સાથે ઇન્ટિમેસી અનુભવવા માંગો છો, તો પછી તમે સેક્સટિંગ દ્વારા વર્ચુઅલ સેક્સનો આનંદ માણી શકો છો.
આ પણ વાંચો:- શિયાળામાં ખાસ બનાવો 'સ્વાસ્થ્યવર્ધક' અને ચટાકેદાર લીલી હળદર-આદુનું અથાણું
સેક્સટિંગ દ્વારા, તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક વાત કરી શકો છો અને તમારી યૌન ઇચ્છાઓ તેમની સાથે શેર કરી શકો છો. વર્તમાન સમયમાં મોટાભાગના યુવાનો કામના દબાણથી ખૂબ પરેશાન અને તણાવમાં રહે છે. આ કિસ્સામાં, સેક્સટિંગ (Sexting) કરવાથી તેના શરીરમાં જ નહીં પરંતુ તેના મગજને પણ શાંતિ મળે છે. સેક્સટિંગ કરતા સમયે તેના શરીરમાં ગુડ હોર્મોન્સ (Feel Good Hormone) ઉત્પન્ન થાય છે. તેનાથી મનનો તણાવ ઓછો થાય છે.
આ પણ વાંચો:- 2020માં પ્રેગ્નેન્ટ અભિનેત્રીઓનો આવો છે ફેશન ફંડા, વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ લુક
સેક્સટિંગથી નુકસાન
એક વેબસાઇટ સર્વે અનુસાર, મોર્ડન ડે કપલ્સની સેક્સ્યુઅલ ટેવમાં ઘણો બદલાવ આવ્યો છે. આ સર્વે મુજબ, લોકોના સેક્સ્યુઅલ ટ્રેન્ડ્સ હવે બદલાયો છે. સેક્સટિંગ કરવાથી તમારી અંદર સેક્સ કરવાની ઇચ્છા વધારે ઝડપથી વધી જાય છે. કદાચ આને કારણે તમને પોર્ન જોવાની પણ આદત પડી શકો છો. જોકે તેનું વ્યસન ન કરો.
આ પણ વાંચો:- દર અઠવાડિયે ડેબિટ કાર્ડ અને આખા જીવન દરમિયાન 20 કિલો પ્લાસ્ટિક ખાઇ રહ્યા છે લોકો
- સેક્સટિંગ એક રીતે ખૂબ જ એક્સાઇટિંગ હોઈ શકે છે. ત્યારે જો ઘ્યાન ન રાખવામાં આવે તો તેનાથી તમારી સુરક્ષા અને પ્રાઈવેસી જોખમમાં આવી શકે છે. ખાસ કરીને જો તમારો ફોન અથવા તમારી ચેટ કોઈ બીજા વ્યક્તિના હાથ લાગી ગઇ તો તમારે શરમિંદગી અનુભવી પડી શકે છે.
- સેક્સટિંગ દ્વારા ઘણા લોકો એક બીજાને તેમના અતરંગી અથવા ન્યૂડ ફોટા મોકલે છે. ભવિષ્યમાં આ તસવીરોને લઇને કોઈ તમને બ્લેકમેલ કરી શકે છે અથવા ઇન્ટરનેટ પર પોસ્ટ કરીને તેનો દુરૂપયોગ થઈ શકે છે. તેથી જ તસવીરોના કિસ્સામાં સમજદારી જરૂર દાખવો.
- સેક્સટિંગ ના ચક્કરમાં મોટાભાગે યુવા તેમનો સમય વ્યર્થ કરે છે. આ સેક્સ મેસેજ દિવસ રાત તેમના મગજમાં ફરતા રહે છે. જેના કારણે તેઓ તેમનો ફોકસ અભ્યાસ પર કરી શક્તા નથી. આ વાતનું પણ ધ્યાન રાખો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube