દર અઠવાડિયે ડેબિટ કાર્ડ અને આખા જીવન દરમિયાન 20 કિલો પ્લાસ્ટિક ખાઇ રહ્યા છે લોકો

હવે તમે વિચારતા હશો કે આવી વાતો કેમ કરી રહ્યા છો તો તેનો આધાર શું છે તો જાણી લો ડબ્લ્યૂડબ્લ્યૂએફ ઇન્ટરનેશનલ દ્રારા 2019ના એક રિસર્ચમાં સામે આવ્યું છે.

Updated By: Dec 9, 2020, 05:58 PM IST
દર અઠવાડિયે ડેબિટ કાર્ડ અને આખા જીવન દરમિયાન 20 કિલો પ્લાસ્ટિક ખાઇ રહ્યા છે લોકો

નવી દિલ્હી: જરા વિચારો તમારા ઘરમાં પૂછો રાત્રે જમવામાં શું છે? અને તમને તમારા ફેમિલી તરફથી જવાબ મળે, ક્રેડિટ કાર્ડ બર્ગર, અથવા પીવીસી પાઇપ તો તમને કેવું લાગશે. પરંતુ બિલકુલ સત્ય છે. તમે અને હું એક અઠવાડિયામાં એક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ જેટલું પ્લાસ્ટિક ખાઇ રહ્યા છીએ. 

હવે તમે વિચારતા હશો કે આવી વાતો કેમ કરી રહ્યા છો તો તેનો આધાર શું છે તો જાણી લો ડબ્લ્યૂડબ્લ્યૂએફ ઇન્ટરનેશનલ દ્રારા 2019ના એક રિસર્ચમાં સામે આવ્યું છે. રિસર્ચમાં નિષ્કર્ષ સામે આવ્યું છે કે જે વસ્તુઓ આપણે ખાવાના રૂપમાં ઉપયોગ કરીએ છીએ તેમાં મુખ્યરૂપથી સંક્રમિત પીવાના પાણી અને શેલફિશ જેવા ભોજનના માધ્યમથી, આપણા પાચનતંત્રમાં પ્લાસ્ટિક જઇ રહ્યું છે. 

એટલું જ નહી અમે એક વર્ષમાં ફાયરમેનના હેલમેટમાં જેટલી માત્રામાં પ્લાસ્ટિકની જરૂર પડે છે એટલું ખાઇ લઇએ છીએ. આ તમને ખૂબ જલદી લાગતું નથી, પરંતુ જો તેને એડ કરવામાં આવે તો એક દાયકામાં આપણે 2.5 કિલોગ્રામ પ્લાસ્ટિક (5.5 પાઉન્ડ) ખાઇ શકીએ. જે પ્લાસ્ટિક પાઇપના બે મોટા ટુકડા બરાબર હોય છે. 

જો તેને આખા જીવન દરમિયના જોઇએ તો આપણે લગભગ 20 કિલોગ્રામ (44 પાઉન્ડ) માઇક્રોપ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. ગત 50 વર્ષોમાં સસ્તી ડિસ્પોજેબલ ઉત્પાદકોના વ્યાપક ઉપયોગ સાથે પ્લાસ્ટિક ઉત્પાદનમાં વધારો થયો છે. જેમ કે પ્લાસ્ટિક બાયોડિગ્રેબલ નથી. પરંતુ ફ્ક્ત નાના ટુકડામાં તૂટી જાય છે, જેથી આ દરેક જગ્યાએ અવ્યવસ્થિત સમુદ્ર કિમારે સમુદ્રી વન્યજીવોની સાથે-સાથે ખેતરોમાં જઇને મળી જાય છે. 

દક્ષિણી ઇંગ્લેંડમાં સાઉથેમ્ટન યુનિવર્સિટીના પર્યાવરણના વિજ્ઞાનના પ્રોફેસર, મૈલ્કમ હડસને વન્યજીવો સંરક્ષિત તટરેખા પર મણકા જેવા પ્લાસ્ટિકની ગોળીઓ બતાવી જે દરેક જગ્યાએ પ્લાસ્ટિકની પહોંચ જવાની એક નિશાની છે. હડસનનું કહેવું છે કે આ માઇક્રોપ્લાસ્ટિક્સ પર ઘણા રિસર્ચ કરવામાં આવ્યા છે, પરંતુ પર્યાવરણમાં નૈનોપ્લાસ્ટિક નામના નાના કણોની માત્રા પણ વધી રહી છે. જેની તપાસ કરવી વધુ કઠિન છે. આ આપણા લોહી અથવા લસિકા સિસ્ટમમાં જઇ રહી છે અને આપણા અંગોને બિમાર કરી રહી છે.

તેમણે કહ્યું કે આ પ્લાસ્ટિકના કણ થોડા સમયના બોમ્બ છે જે વન્યજીવો અને લોકો દ્વારા શોષિત કરવામાં આવી રહ્યા છે પછી તેને સંભવિત રૂપથી હાનિકારક પરિણામ જોવા મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube