Hair Care Tips: વધતી ઉંમરમાં વાળ સફેદ થાય તે સામાન્ય વાત છે પરંતુ ખરાબ જીવનશૈલી હોય તો નાની ઉંમરમાં પણ વાળ સફેદ થવા લાગે છે. સફેદ વાળની સમસ્યા આજના સમયમાં કોલેજ જતા યુવાનોને પણ સતાવતી હોય છે. નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જાય તો તેના કારણે લોકો ઝડપથી કલર કરાવતા થઈ જાય છે. પરંતુ કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ વાળને વધારે નુકસાન કરે છે. આવી સ્થિતિમાં તમે ઘરે કેટલીક નેચરલ વસ્તુઓના ઉપયોગથી સફેદ વાળને કલર કરી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી કોઈ આડઅસર પણ નહીં થાય અને ગણતરીની મિનિટોમાં સફેદ વાળ કાળા થઈ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સફેદ વાળને કાળા કરતી વસ્તુઓ


આ પણ વાંચો:


Skin Care: બ્લેકહેડ્સને 10 મિનિટમાં દુર કરશે આ ઘરગથ્થુ ઉપાય, ટ્રાય કરો કોઈ એક ઉપાય


તમે તો નથી ખાતાને મિલાવટી ગોળ ? આ રીતે ઘરે ચેક કરો ગોળ શુદ્ધ છે કે ભેળસેળયુક્ત


Glowing Skin: બટેટા ચમકાવી શકે છે તમારી સ્કીન, પાર્લર જેવો નિખાર મળશે એકવારમાં


બ્લેક ટી


ચાનો ઉપયોગ તમે વાળને કલર કરવા માટે પણ કરી શકો છો. તેના માટે એક ગ્લાસ પાણી ઉકાળવું અને તેમાં એક ચમચી ચા ઉમેરી દો. ચા બરાબર ઊકળે પછી તેને ગાડી લો. આ પાણી ઠંડુ થાય એટલે તેને વાળમાં લગાડો અને એક કલાક પછી સાદા પાણીથી વાળ ધોઈ લો.


કોફી


કોફીનો ઉપયોગ કરીને પણ તમે વાળને કલર કરી શકો છો તેના માટે એક ગ્લાસ પાણીને ખૂબ જ ઉકાળો અને પછી તેમાં એક ચમચી કોફી ઉમેરો. પાણી અડધું બચે પછી તેને ઠંડુ કરી વાળમાં લગાડો.


આમળા


આમળાનો ઉપયોગ કરીને પણ સફેદ વાળને કાળા કરી શકાય છે. એક બાઉલમાં 2 ચમચી આમળા પાવડર લઈ તેમાં 2 ચમચી મહેંદી પાવડર ઉમેરી જરૂર અનુસાર પાણી ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળમાં 1 કલાક માટે લગાવો અને પછી હુંફાળા પાણીથી વાળ ધોઈ લો. 


આ પણ વાંચો:


સ્થૂળતાના દુશ્મન છે આ લીલા પાન, આ પાનની પેસ્ટની એક ચમચી ઓગાળી દેશે જીદ્ધી ચરબી


Weight Loss: વધેલા પેટને અંદર કરવા આ રીતે ઉપયોગ કરો મધનો, ગણતરીના દિવસોમાં થશો સ્લીમ


કલોંજી


કલોંજીથી પણ વાળ કાળા કરી શકાય છે. તેના માટે 1 ચમચી કલોંજીનો પાવડર લઈ તેમાં 1 ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરો. તેને વાળમાં બરાબર લગાવો. 1 કલાક પછી વાળ ધોઈ લેવા. અઠવાડિયામાં એકવાર કલોંજીને 3 મહિના સુધી લગાવશો એટલે સફેદ વાળ કાયમ માટે કાળા થઈ જશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)