ઘરમાં રહેલી આ વસ્તુઓથી ચહેરા પર આવશે ઈન્સ્ટન્ટ ગ્લો, નહીં લગાડવી પડે મોંઘી ક્રીમ
Skin Care: જો સ્કીન ગ્લો કરતી હોય તો સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. જો કે તેના માટે મોંઘી ક્રીમ પર ખર્ચા કરવાની જરૂર રહેતી નથી. તમે રસોડામાં ઉપલબ્ધ કેટલીક વસ્તુની મદદથી પણ ઇન્સ્ટન્ટ ગ્લો મેળવી શકો છો. આજે તમને ત્વચાને નેચરલ રીતે ગ્લોઈંગ બનાવતા કેટલાક ઘરેલુ નુસખા વિશે જણાવીએ. જેને કરવાથી તમારી ત્વચા 10 થી 15 મિનિટમાં જ ખીલી જશે.
Skin Care: જો સ્કીન ગ્લો કરતી હોય તો સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. તે વાતથી જરા પણ ફરક પડતો નથી કે તમારું કોમ્પ્લેક્સન કેવું છે. ચહેરા પર ગ્લો હોય તે જરૂરી હોય છે. ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા માટે યુવતીઓ મોંઘી સ્કીન કેર પ્રોડક્ટ પર ખર્ચા કરે છે. પરંતુ તમારે હવે આવું નહીં કરવું પડે. તમે રસોડામાં ઉપલબ્ધ કેટલીક વસ્તુની મદદથી પણ ઇન્સ્ટન્ટ ગ્લો મેળવી શકો છો. આજે તમને ત્વચાને નેચરલ રીતે સ્કીનને ગ્લોઈંગ બનાવતા કેટલાક ઘરેલુ નુસખા વિશે જણાવીએ. જેને કરવાથી તમારી ત્વચા 10 થી 15 મિનિટમાં જ ખીલી જશે.
બટેટાનો રસ
આ પણ વાંચો:
4 અઠવાડિયામાં બરફની જેમ ઓગળી જશે ચરબી, દૂધ સાથે આ 2 વસ્તુ લેવાની કરો શરુઆત
બપોરે જમ્યા પછી 15 મિનિટ સુવું જરૂરી, જાણો 15 મિનિટના આરામથી શરીરને થતા લાભ વિશે
મોંઘી ટ્રીટમેન્ટ વિના એકદમ ફ્રીમાં સ્ટ્રેટ થશે વાળ, ફોલો કરો તમને અનુકૂળ આવે તે રીત
ત્વચાની રંગત નિખારવા માટે બટેટાનો ઉપયોગ કરી શકાય છે તેના માટે બટેટાને ખમણી લેવું અને તેનો રસ કાઢી લેવો. આ રસને રૂ ની મદદ થી ચહેરા અને ગળા ઉપર બરાબર રીતે લગાડો અને હળવા હાથે મસાજ કરો. 15 મિનિટ તેને ચહેરા પર રહેવા દો અને પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરશો તો તમારી ત્વચા ઉપર રંગત જોવા મળશે. કારણ કે બટેટામાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ અને બ્લીચિંગ એજન્ટ તમારી ડેડ સ્કીનને દૂર કરી દેશે અને નેચરલ ગ્લો વધારશે.
આમળા અને એલોવેરા
સૌથી પહેલા એક ચમચી આમળાનો રસ લેવો અને તેમાં એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરવું. બંને વસ્તુને ચહેરા પર બરાબર રીતે લગાડો અને 20 મિનિટ પછી ચહેરો ધોઈ લેવો. આ બંને વસ્તુ પણ તમારા ચહેરા પરથી ટ્રેનિંગ હટાવશે અને સ્કીનમાં ગ્લો લાવશે.
સંતરા અને કાચું દૂધ
સૌથી પહેલા સંતરાની છાલનો પાવડર લેવો અને તેમાં કાચું દૂધ મિક્સ કરવું. આ બંને વસ્તુને ચહેરા પર લગાડો અને દસ મિનિટ પછી સરક્યુલર મોશનમાં તેને રબ કરો અને ચહેરો ઠંડા પાણીથી સાફ કરો. અઠવાડિયામાં બે વખત તેનો ઉપયોગ કરવાથી ત્વચા પરથી ડાઘ ધબ્બા દૂર થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)