આ પક્ષીની માસૂમિયત પર ન જશો, શિકાર કરીને ખાવામાં કસાઈનો પણ બાપ છે!
મીડિયા રિપોર્ટ અનુસાર શ્રાઇક વાંકી ચાંચવાળું એક શિકારી પક્ષી છે... જેની લગભગ 30 જેટલી પ્રજાતિઓ રહેલી છે... મોટાભાગના શ્રાઇક પક્ષી 16 સેમીથી લઇને 25 સેમી સુધીના હોય છે...
આ પક્ષીને કસાઇ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે, આ પક્ષીની શિકાર કરવાની રીત એકદમ ક્રૂર છે... જેમાં તે ચાંચ વડે શિકારની ગરદન ચીરે છે અને પછી તેને ખાય છે... તે પોતાની ચાંચથી મોટા કિડા, ગરોળી, ઉંદર અને નાના પક્ષીઓને પણ મારી શકે છે...
આ પક્ષીની સૌથી છેલ્લી અને ખાસ વાત એ છે કે, માર્યા બાદ આ પક્ષી શિકારને કાંટા પર લટકાવી દે છે અને ફરી કેટલાક દિવસો બાદ આવીને ખાય છે.
આવું એટલા માટે કરે છે કારણ કે, જો કોઇ જીવ ઝેરીલું છે તો તેટલા દિવસોમાં તેનું ઝેર નષ્ટ થઇ જશે.