Bullet કરતાં વધુ માઇલેજ આપે છે TATA ની આ કાર, સેફ્ટીના મામલે SUV પણ ફેલ

Tata Tiago cng car mileage: સામાન્ય રીતે બુલેટ 350 ટ્રાફિકમાં માઇલેજ 24-25 કિલોમીટર પ્રતિ લીટર હોય છે. એટલે કે બાઇક 25 કિલોમીટર ચલાવવામાં એક લીટર પેટ્રોલ ફૂંકી નાખે છે. જાણો એક એવી કાર વિશે જે બુલેટ કરતાં પણ વધુ માઇલેજ આપે છે, સાથે જ સૌથી સેફ કાર પણ છે. 

Bullet કરતાં વધુ માઇલેજ આપે છે TATA ની આ કાર, સેફ્ટીના મામલે SUV પણ ફેલ

Tata Tiago cng features: આમ તો માઇલેજના મામલે હંમેશા મારૂતિ સુઝુકીની કારોનું નામ લેવામાં આવે છે, પરંતુ હવે ફક્ત આ કંપનીની કાર જ સારી માઇલેજ આપે છે એવું નથી. હવે માઇલેજના મામલે ટાટા મોટર્સની કારોએ પણ પોતાનું નામ જમાવવાનું શરૂ કરી દીધું છે. જો વાત કરીએ તો ટાટા મોટર્સની સૌથી બેસ્ટ માઇલેજવાળી કારો વિશે તો તેની કિંમત પણ ખૂબ ઓછી છે અને તેમાં દમદાર સેફ્ટી ફીચર્સ પણ મળે છે. ખાસ વાત એ છે કે તેને ચલાવવાનો ખર્ચ રોયલ એનફીલ્ડની કોઇપણ 350cc બાઇક કરતાં ઓછી નથી. એટલે કે પેટ્રોલના ખર્ચમાં પણ ખૂબ બચત થાય છે. 

અહીં અમે જે કારની વાત કરી રહ્યા છીએ તે ટાટાની ટિયાગો સીએનજી (Tata Tiago iCNG) છે. ટિયાગો iCNG ને તમે પેટ્રોલ અને સીએનજી બંનેમાં ખરીદી શકો છો. તો ચાલો જાણીએ કે આ કાર તમને ચલાવવામાં બુલેટ કરતાં કેવી રીતે વ્યાજબી પડશે. 

જોરદાર છે માઇલેજ
સામાન્ય રીતે ટ્રાફિકમાં બુલેટ 350નું માઇલેજ 24-25 કિલોમીટર પ્રતિ લિટર હોય છે. એટલે કે આ બાઇક 25 કિલોમીટરની મુસાફરીમાં એક લીટર પેટ્રોલ વપરાય છે. Tata Tiago iCNG વિશે વાત કરીએ તો આ કાર CNG મોડમાં 28.06 km/kg (Tata Tiago iCNG Mileage) સુધીની માઇલેજ આપે છે. જ્યારે પેટ્રોલમાં તેની માઈલેજ 20 kmpl સુધી છે. માત્ર માઈલેજમાં જ નહીં, આ કાર ઘણી બધી બાબતોમાં આ ભાવમાં આવતી ગાડીઓ કરતાં વધુ સારી છે. 

4 સ્ટાર સેફ્ટી રેટિંગ
આ પોતાના સેગમેંટ અને કિંમતમાં આવનાર પ્રથમ કાર છે જેમાં 4 સ્ટારની સેફ્ટી રેટિંગ (Tata Tiago Safety Rating) મળે છે. આ દેશની સૌથી સુરક્ષિત વ્યાજબી હેચબેક છે. આ કારના તમામ વેરિયન્ટ્સમાં બે સ્ટાન્ડર્ડ એરબેગ્સ, રિયર પાર્કિંગ સેન્સર, EBD સાથે ABS અને કોર્નરિંગ સ્ટેબિલિટી કંટ્રોલ જેવા ફીચર્સ મળે છે. 

એન્જીન અને ટ્રાંસમિશન
ટાટા ટિયાગો (Tata Tiago iCNG) માં 1.2 લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે જે CNG વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. આ એન્જિન CNG મોડમાં 73.5 bhpનો પાવર અને 95 Nmનો ટોર્ક જનરેટ કરે છે. કારમાં 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પહેલી CNG કાર છે જેને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે રજૂ કરવામાં આવી છે.

કિંમત પણ તમારા બજેટમાં
ટાટા ટિયાગોની કિંમત (Tata Tiago Price) એટલી છે કે તમે તેને સરળતાથી એફોર્ડ કરી શકો છો. તેની કિંમત 5.65 લાખ રૂપિયાથી શરૂ થઇને 8.90 લાખ રૂપિયા (એક શોરૂમ) સુધી જાય છે. તો બીજી તરફ દેશના ખૂણે ખૂણે ટાટા મોટર્સના ઓફિશિયલ સર્વિસ સેન્ટર અને વેરહાઉસ ઉપલબ્ધ છે જેના લીધે તમને તેની સર્વિસિંગમાં પણ કોઇ સમસ્યા નહી આવે. માર્કેટમાં તેનો મુકાબલો મારૂતિ સેલેરિયો, વેગન આર અને સિટ્રોન સી3 થી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news