Happy Birthday Ajay: કઈ અભિનેત્રીએ અજય માટે કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ? જાણો બોલીવુડના સિંઘમની રોચક કહાની

Fri, 02 Apr 2021-11:43 am,

ફાઈટીંગ સાથે કોમેડી ફિલ્મો કરનારા આ અભિનેતા આંખોનો અભિનેતા કહેવાય છે કઈ બોલ્યા વગર તે પોતાની આંખોથી અભિનય કરે છે. બદલતા સમયને તેમણે ખૂબ પહેલાં જ અનુભવી લીધો હતો અને ધીરે ધીરે એક્શન ફિલ્મો ઓછી કરી એમને એ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યુ, જેમાં તેમને એક અભિનેતાના રૂપમાં કંઈક કરી બતાવવાની તક મળે. તેમણે રોમેન્ટીક અને હાસ્ય ફિલ્મો કરી અને સફળતા મેળવી. અજય દેવગણનો આજે બર્થ ડે છે ત્યારે તેમના વિશે થોડી જાણકારી મેળવીએ.

1. અજય દેવગણને ઘરમાં લોકો રાજૂ કહીને બોલાવતા 2. અજય દેવગણે 1985માં બાળ કલાકારના રૂપમાં 'પ્યારી બહના'માં અભિનય કર્યો 3. અજય દેવગણ 2008માં 'યૂ મી ઓર હમ' અને 2016માં 'શિવાય'નામની ફિલ્મોમાં ડાયરેક્ટર રહ્યા 4. અજય દેવગણને દિલીપ કુમારની સાથે ફિલ્મ કરવાની ઈચ્છા છે. દેવગણે દિલીપ કુમાર સાથે 'અસર દ ઈમ્પેક્ટ' ફિલ્મનું આયોજન પણ કર્યું હતું પરંતુ કોઈ કારણોસર આ ફિલ્મ શરૂ ના થઈ શકી જેનો અફસોસ અજય દેવગણને આજે પણ છે. 5. અજય દેવગણ જ્યારે ફિલ્મમાં આવ્યા ત્યારે તેમના દેખાવને લઈને લોકો મસ્કરી કરતા હતા તે સમયે અમિતાભ બચ્ચને અજયને 'ડાર્ક હોર્સ' કહ્યું હતું બીગ બીની કસોટીમાં અજય પાસ થયા. 6. અજય દેવગણને લાંબા સમય સુધી ઈન્ટરવ્યું આપવા પસંદ નથી. 7. અજયનો પરિવાર દેવી દુર્ગાનો ઉપાસક છે  આ ઉપરાંત તે દર વર્ષે ચાદર ચઢાવા અજમેરની દરગાહમાં પણ જાય છે. 8. પ્રાઈવેટ જેટ રાખવાવાળા પ્રથમ અભિનેતા છે અજય દેવગણ.

 

 

PHOTOS: અડધા કૂતરાં અને અડધા વાઘ જેવું રહસ્યમય પ્રાણી, તસવીરો જોઈને તમે પણ ડરી જશો

અજય દેવગણ હિન્દી ફિલ્મોના ખ્યાતનામ અભિનેતા, ડિરેક્ટર અને સર્જક (નિર્માતા) છે. અજય દેવગણનો જન્મ દિલ્લીના એક પંજાબી પરિવારમાં થયો. તેમના પરિવારના બોલીવુડ સાથે ખુબ નજીકના સબંધો રહ્યા છે. અજય દેવગણના પિતા વીરૂ દેવગણ એક સ્ટંટ કોરિયોગ્રાફર અને એક્શન-ફિલ્મ ડિરેક્ટર છે. અજય દેવગણની માતાનું નામ  વીણા દેવગણ છે તે ફિલ્મ સર્જક (નિર્માતા) છે. અજય દેવગણના ભાઈ અનિલ દેવગણ પણ એક ફિલ્મ સર્જક (નિર્માતા) અને પટકથા લેખક છે. અજય દેવગણની બે બહેન છે. નીલમ દેવગણ અને કવિતા દેવગણ. અજય દેવગણે સિલ્વર બીચ હાઈસ્કૂલ જૂહુથી પોતાના ભણતરની શરૂઆત કરી. મીઠીબાઈ કોલેજથી સ્નાતક (B.COM) ની ડીગ્રી  પ્રાપ્ત કરી.

Health Tips: આ કડવી વસ્તુઓ ખાવી તમારા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, અનેક બીમારીથી થશે બચાવ

અજય દેવગણના કરિયરની શરૂઆતમાં તેનું કરિશ્મા કપૂર અને રવીના ટંડન સાથે અફેર હતું. 90ના દશકામાં અજય દેવગણ અને કરિશ્માની જોડી સૌથી હોટ જોડીયોમાંથી એક હતી. બન્નેએ એક સાથે 5 ફિલ્મોમાં કામ કર્યું તે સમયે તેમના વચ્ચે પ્રેમ સબંધ બંધાયા આ સમય દરમિયા રવીનાની સાથે અજય ડેટ કરતા હતા પરંતુ કરિશ્માના પ્રેમમાં કેદ થઈ ગયેલા અજયે રવીના ટંડન સાથે છેડો ફાડી દીધો. પરંતુ અફસોસ કે કરિશ્મા અને અજયનો આ પ્રેમ થોડા દિવસ પણ ના ટક્યો અને તેમની જીંદગીમાં આવી ગઈ કાજોલ.1999માં અજયે કાજોલ સાથે લગ્ન કરી લીધા હતા. કહેવામાં આવે છે કે જ્યારે કોજોલ અને અજય દેવગણના લગ્ન થયા તે સમયે રવીના ટંડને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. લગ્ન પછી એક વખત એક ફિલ્મના પ્રમોશન દરમિયાન અજય દેવગણે પોતાની લવ સ્ટોરી અંગે જણાવ્યું હતું કે, 'હું ખુબ ચુપ-ચાપ રહેતો હતો કાજોલ સમજતી હતી કે હું ઘંમડી છું. અમે લોકો ખૂબ ઓછી વાતો કરતા હતા  પરંતુ ધીમેથી વાતો શરૂ થઈ અને પછી અમે આગળ વધ્યા અમે બન્નેએ એક બીજાને પ્રપોઝ નથી કર્યો પહેલા અમે દોસ્ત બન્યા અને પછી સમજાયું કે અમારે લગ્ન કરી લેવા જોઈએ. હું ખુબ મોટા સ્તર પર લગ્ન કરવા માગતો ન હતો એટલા માટે બધુ ચુપ ચાપ કરી લીધું'. 

 

 

 

Rare of The Rare Accident: 3 લોકો દીપડા પર પડ્યાં અને દીપડો જીવ બચાવીને ઉભી પૂંછડીયે ભાગ્યો...આવી તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય

ઈન્ડસ્ટ્રીમાં કેટલાય એવા લોકો છે જે માને છે કે અજય દેવગણ પોતાની આંખોથી અભિનય કરે છે. આ જ કારણથી અજય દેવગણે કેટલીયે ફિલ્મ કરી જેને દર્શકોએ ખૂબ પસંદ કરી. અજય દેવગણે ભગત સિંહ, રેનકોટ, ગંગાજલ, યુવા, અપહરણ, ઓમકારા, ગોલમાલ, વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ, રાજનીતિ, સિંઘમ, સન ઓફ સરદાર, બાદશાહો, શિવાય અને રેડ જેવી સુપર હિટ ફિલ્મો કરી છે.

 

 

 

Joe Biden ના કૂતરાનો આતંકઃ એક મહિનામાં બનાવ્યા આટલાં લોકોને શિકાર, White House માં ફફડાટ

અજય દેવગણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 1991માં આવેલી ફિલ્મ 'ફૂલ ઓર કાંટે' થી કરી. આ ફિલ્મ તે સમયે સુપર હિટ રહી. આ ફિલ્મમાં તેઓએ બે બાઈક પર પગ મુકીને સ્ટંટ કર્યો હતો. આ સ્ટંટ ચર્ચામાં રહ્યો હતો. આ ફિલ્મમાં તેમને સારુ કામ કર્યું તેથી તેમને 'બેસ્ટ મેલ ડેબ્યુ'નો એવોર્ડ મળ્યો હતો. 1992માં આવેલી ફિલ્મ જીગર હતી. જે બોલીવુડની માર્સલ આર્ટ ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેમની સામે કરિશ્મા જોવા મળી હતી. આ ફિલ્મ દિવાળીની રજાઓમાં રિલિઝ થઈ હતી. એ વર્ષમાં 7મી સૌથી વધુ કમાઈ કરવા વાળી ફિલ્મ હતી. એ સમેયે આ ફિલ્મે 7 કરોડની કમાણી કરી હતી. અજય દેવગણે 1993માં સંગ્રામ, 1994માં વિજયપથ, 1994માં દિલવાલે, 1994માં સુહાગ,,1995માં નાજાયઝ, 1996માં દિલજલે અને 1997માં ઈશ્ક જેવી સફળ ફિલ્મો કરી. 1998માં અજય દેવગણે મહેશ ભટ્ટની 'જખમ' ફિલ્મમમાં અભિનય કર્યો. અજય દેવગણને આ ફિલ્મમાં તેનું પાત્ર સારી રીતે નિભાવવા બદલ સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પ્રથમ રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મળ્યો. 1999માં તેમની સૌથી ચર્ચાસ્પદ ફિલ્મ 'હમ દિલ દે સુકે સનમ' રિલિઝ થઈ તેમાં વનરાજનો અભિનય કર્યો હતો. આ એક એવો અભિનય હતો જે પોતાની પત્નીને તેના પ્રેમી સાથે મળાવવાનો પ્રયત્ન કરે છે. આ ફિલ્મથી પણ તેઓએ ખૂબ નામના મેળવી.અજય દેવગણે અત્યાર સુધી 110થી પણ વધુ ફિલ્મો કરી છે.

ફિલ્મમાં અજય દેવગણે નિભાવેલા પોતાના અભિનયના કારણે તેને 32થી વઘુ એવોર્ડ મળ્યા છે. બે રાષ્ટ્રીય એવોર્ડ, ત્રોણ ફિલ્મફેર એવોર્ડ, એર ZEE સીને એવોર્ડ, સ્ક્રીન એવોર્ડ અને સ્ટારડસ્ટ એવાર્ડનો સમાવેશ થાય છે. અભિનયના એવોર્ડ સિવાય અજય દેવગણને બોલીવુડમાં સફળતા માટે  રાજીવ ગાંધી એવોર્ડ, ઈટીસી બોલીવુડ બિઝનેસ એવોર્ડ, જસરત એવોર્ડ, પદ્મશ્રી એવોર્ડ સહીત કેટલાય એવોર્ડ મળ્યા છે.

અજય દેવગણના લગ્ન 24 ફેબ્રુઆરી 1999માં ખ્યાતનામ અભિનેત્રી કાજોલ સાથે થયા. અજય દેવગણને એક દિકરી અને એક દિકરો છે દિકરીનું નામ નાયસા અને દિકરાનું નામ યુગ છે. અજય દેવગણ અને કાજોલની જોડી પહેલી વખત 1995માં આવેલી ફિલ્મ 'હલચલ'માં જોવા મળી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણકારોનું કહેવું છે કે આ બન્ને વચ્ચેનો પ્રેમ આ ફિલ્મથી જ પાંગર્યો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લગ્ન થવા અને તૂટવા એ સામાન્ય વાત છે પરંતુ અજય દેવગણ અને કાજોડનું લગ્ન જીવન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકો સફળ લગ્ન જીવન માને છે. આવ તેઓ મુંબઈમાં રહે છે. અજય દેવગણ 207 કરોડથી વધુ સંપતિનો માલિક છે. 1995માં આવેલી ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાએંગે'માં કામ કર્યા બાદ કાજોલ એક મોટી સ્ટાર બની ગઈ. 1998માં આવેલી ફિલ્મ 'પ્યાર તો હોના હી થા' ના શુટીંગ દરમિયાન કાજોલ અને અજય દેવગણ વધુ નજીક આવ્યા. શુટીંગ પૂર્ણ થતા સુધીમાં બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. નિર્ણય લીધા બાદ 1999માં સાદગીથી મહારાષ્ટ્રીયન રીતી- રિવાજથી લગ્ન કરી લીધા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link