Rare of The Rare Accident: 3 લોકો દીપડા પર પડ્યાં અને દીપડો જીવ બચાવીને ઉભી પૂંછડીયે ભાગ્યો...આવી તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય

ઝી બ્યૂરો, અમદાવાદઃ તમે રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હોવ અને અચાનક તમારી બાઈક કે એક્ટીવા સાથે કુતરું ટકરાયું હોય એવું ઘણીવાર બન્યું હશે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છેકે, તમે રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હોવ ત્યારે તમારી બાઈક સાથે અચાનક વાઘ, સિંહ કે દીપડાની ટક્કર થઈ જાય તો શું થાય? કંઈક આવી જ ઘટના પ્રકાશમાં આવી છે. જેણે દેશભરમાં ચર્ચા જગાવી છે. રસ્તા પરથી પસાર થતાં બાઈક પસાર થઈ રહી હતી. તેની પર ત્રણ લોકો સવાર હતા. બાઈક સવારો પોતાની મસ્તીમાં મસ્ત થઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતાં. એવામાં અચાનક તેમની બાઈક સાથે એક પ્રાણી ટકરાય છે. ઘડીના છઠ્ઠા ભાગમાં આ ઘટના બની. બાઈક સવારે જોયું તો તેની બાઈક સાથે જે પ્રાણી ટકરાયું હતું તે એક દીપડો હતો. ગભરાયેલાં બાઈક સવારોએ સંતુલન ગુમાવી દીધું અને ત્રણેય લોકો આખેઆખી બાઈક લઈને દીપડા પર પડી ગયાં. રાજસ્થાનના રણથંભોરમાં બનેલી આ ઘટનાએ દેશભરમાં ચર્ચા જગાવી દીધી. આવા દિલધડક અકસ્માતની એક્સક્લુસિવ તસવીરો જુઓ માત્ર ઝી 24 કલાક પર. તસવીરો જોઈને તમે દંગ રહી જશો.

 

 

 

 

1/6
image

આશ્રર્યજનક રીતે ચારેયનો બચાવ થયો. જીહાં, બાઈક પર સવાર ત્રણ લોકો જે દીપડોને જોઈને ડરી ગયા હતા. તો સામે બીજી તરફ દીપડો પણ અચાનક બાઈક સાથે ટક્કર થતાં ગભરાઈ ગયો હતો. આ ચારેય બચી ગયાં.

(ફોટો- સાભાર મુંબઈના ફોટોગ્રાફર શ્રીધર શિવરામ)

 

 

Theater માં સૌથી વધુ લોકો કેમ પોપકોર્ન ખાવાનું પસંદ કરે છે, કારણ જાણવા જેવું છે

2/6
image

બાઈક પર સવાર ત્રણ લોકો રાજસ્થાનના રણથંભોર પાસેના ગણેશ મંદિર રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે અચાનક ઝાડીઓમાંથી દીપડો રસ્તા પર દોડી આવ્યો અને તેની બાઈક સાથે ટક્કર થઈ ગઈ. ગભરાયેલા બાઈક સવાર ત્રણ લોકો પણ બાઈક લઈને દીપડા પર જ પડી ગયાં.

(ફોટો- સાભાર મુંબઈના ફોટોગ્રાફર શ્રીધર શિવરામ)

 

 

 

1 April થી આટલી વસ્તુઓ થશે મોંઘી, જિંદગી થઈ જશે રમણભમણ...જાણી લો બદલાઈ રહ્યાં છે આ નિયમો

3/6
image

ગણેશ મંદિર તરફથી એક બાઈક પર 3 લોકો આવતા હતાં. તે સમયે બાઈકની સ્પીડ અંદાજે 30ની આસપાસ હશે. ત્યારે ગાઈડ બોબી ભાર્ગવે વાંદરાની કિકિયારીઓ સાંભળીને પોતાની સાથે આવેલાં પ્રવાસીઓને અલર્ટ થઈ જવાનું કહ્યું. તેણે ટુરિસ્ટને કહ્યું કે, અવાજ ન કરતા હવે દીપડો રસ્તો ક્રોસ કરશે.

(ફોટો- સાભાર મુંબઈના ફોટોગ્રાફર શ્રીધર શિવરામ)

 

 

 

IPL 2021: આ બોલર્સના નામથી પણ થરથર ધ્રુજે છે દુનિયાભરના બેટ્સમેન, તમામ IPL સિઝનમાં આ બોલર્સની રહી છે બોલબાલા

4/6
image

એટલાંમાં અચાનક જ દીપડો ઝાડીઓમાંથી બહાર દોડી આવ્યો. ખુંખાર દીપડો જંગલ છોડીને રસ્તા પર આવી ચઢ્યો. સામેથી રસ્તા પર બાઈક સવાર આવી રહ્યાં હતાં. હજુ કંઈ પણ સમજાય તે પહેલાં દીપડો બાઈક સાથે ટકરાઈ ગયો. 

(ફોટો- સાભાર મુંબઈના ફોટોગ્રાફર શ્રીધર શિવરામ)

 

 

 

PHOTOS: અડધા કૂતરાં અને અડધા વાઘ જેવું રહસ્યમય પ્રાણી, તસવીરો જોઈને તમે પણ ડરી જશો

 

5/6
image

અચાનક રસ્તા પર દીપડાને જોઈને બાઈક સવારો ગભરાઈ ગયા. અને બાઈકનું સંતુલન ગુમાવી બેઠાં. એવામાં અચાનક દોડી આવેલો દીપડો પણ બાઈક સાથે ટકરાઈ ગયો હતો. બાઈક સાથે ટકરાઈને દીપડો પણ એક ક્ષણ માટે તો ગભરાઈ ગયો. ગભરાયેલાં બાઈક સવારે સંતુલન ગુમવતા ત્રણ લોકો આખી બાઈક લઈને દીપડા પર જ પડી ગયાં. 

(ફોટો- સાભાર મુંબઈના ફોટોગ્રાફર શ્રીધર શિવરામ)

 

 

 

IPL 2021: આ 8 બેટ્સમેનથી ડરે છે દુનિયાભરના બોલરો, જેમણે અનેકવાર છગ્ગા ફટકારીને સ્ટેડિયમની બહાર ફેંકી દીધો છે બોલ

6/6
image

ત્રણ સવારો સાથે આખુંય બાઈક દીપડા પર પડતા દીપડો પણ ક્ષણવાર માટે ગભરાઈ ગયો. ગભરાયેલો દીપડો ઘડીના પલકારામાં ત્યાંથી ભાગી ગયો. આમ, ચારેય લોકોનો આશ્ચર્યજનક રીતે બચાવ થઈ ગયો. મુંબઈના ફોટોગ્રાફર શ્રીધર શિવરામે આ દિલધકડ તસવીરો પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ મંદિર પાસેથી લોકો કે રાહદારીઓ પસાર ન થાય તેવી અપીલ કરવામાં આવી રહી છે. કારણકે, અહીંથી અવાર-નવાર દીપડા સહિતના વન્યજીવો પસાર થતાં હોય છે. તેથી અહીંથી પસાર થવું લોકો માટે જોખમી બની શકે છે.

(ફોટો- સાભાર મુંબઈના ફોટોગ્રાફર શ્રીધર શિવરામ)