PHOTOS: અડધા કૂતરાં અને અડધા વાઘ જેવું રહસ્યમય પ્રાણી, તસવીરો જોઈને તમે પણ ડરી જશો
ઝી બ્યૂરો, અમદાવાદઃ પ્રાણીસૃષ્ટિની ઘણી પ્રજાતિ આખા વિશ્વમાં જોવા મળે છે. પરંતુ આમાની કેટલીક પ્રજાતિઓ એવી છે, જે લગભગ લુપ્ત થઈ ગઈ છે. કંઈક આવી એક પ્રજાતિ છે તસ્માનિયા ટાઈગર. આ ખાસ પ્રજાતિનું પ્રાણી અડધુ શ્વાન અને અડધુ વાઘ જેવુ દેખાય છે. પરંતુ આ પ્રજાતિને લુપ્ત થયે અંદાજે 85 વર્ષ થયા છે. આશ્ચર્યની વાત એ છે કે ઓસ્ટ્રેલિયાના તસ્માનિયામાં લોકોએ આ પ્રાણીને જોયાનો દાવો કર્યો છે.
સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયાના તસ્માનિયામાં આ ખાસ પ્રજાતિના પ્રાણી ઘણીવાર જોવા મળતા હતા. પરંતુ સમય જતા તેમની સંખ્યા ઓછી થતી રહી અને વર્ષ 1936માં આ પ્રજાતિના પ્રાણી લુપ્ત થઈ ગયા. પરંતુ ઓસ્ટ્રેલિયાના થાઈલેસીન અવેરનેસ ગ્રુપના અધ્યક્ષ નીલ વોટરે ખુલાસો કર્યો છે કે, તેમણે જંગલમાં તસ્માનિયન વાઘના પરિવારને જોયો છે. એટલુ જ નહીં, નીલ વોટર્સ પાસે પુરાવા તરીકે તેના કેટલાક ફોટોગ્રાફ્સ પણ છે.
નીલ વોટર્સનું કહેવુ છે કે, તેની પાસે ચાર એવા ફોટોગ્રાફ્સ છે, જેમાં તસ્માનિયન વાઘનો આખો પરિવાર અને કેટલાક બચ્ચાઓ પણ છે. આ દાવા બાદથી વન્યપ્રાણી પ્રેમીઓમાં આનંદની લહેર ફેલાઈ છે. જોકે, થોડા દિવસ પછી નીલ વોટર્સના ફોટોગ્રાફ્સ ખોટા સાબિત થયા હતા અને તેમને કહેવામાં આવ્યું હતું કે વિલુપ્ત પ્રાણીને ઓળખવામાં ભૂલ થઈ છે.
તમને જણાવી દઈએ કે, મનોવૈજ્ઞાનિકો આ પ્રકારના જૂઠ્ઠાણાને પ્રચાર કરવાની પદ્ધતિ માને છે. નીલ વોટર્સના દાવાને વૈજ્ઞાનિકો સાચું નથી માનતા. તેમના કહેવા પ્રમાણે, તસ્માનિયન વાઘની હાલની તસવીરો મોર્ફડ કરેલી છે અને તે માત્ર એક પબ્લિસિટી સ્ટંટ છે.
જો કોઈ જીવ ઘણા દાયકાઓ પહેલા જ નાશ પામ્યો હોય, તો તેને ફરીથી જોવું સંપૂર્ણપણે શક્ય નથી. તસ્માનિયન વાઘના ફોટા અને વીડિયો પહેલેથી મોજૂદ છે. પરંતુ તેને ફરીથી જોયો હોવાની ખબર ખોટી સાબિત થઈ રહી છે. માનવામાં આવે છે કે તસ્માનિયન વાઘની પ્રજાતિ લગભગ 20 લાખ વર્ષ પહેલા પૃથ્વી પર આવી હતી. પરંતુ આ જાતિનો છેલ્લો જીવંત પ્રાણી તસ્માનિયામાં વર્ષ 1930માં જોવા મળ્યો હતો. ત્યારથી લઈને આજદિન સુધી આવા જીવ ક્યારેય જોવા નથી મળ્યા.
Trending Photos