Shani Gochar: આગામી 6 મહિના આ 4 રાશિવાળા માટે વરદાન જેવા રહેશે, શનિદેવ તમારી ઈચ્છાઓ કરશે પૂરી! આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ
શનિદેવને જ્યોતિષ શાસ્ત્રમાં ન્યાય અને કર્મફળના ગ્રહ ગણવામાં આવે છે અને તેઓ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. શનિદેવ વર્ષ 2025માં પોતાની સ્વરાશિ અને મૂળ ત્રિકોણ રાશિ કુંભમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. હાલ શનિદેવ કુંભ રાશિમાં છે. અને 29 માર્ચ 2025ના રોજ દેવગુરુ બૃહસ્પતિની રાશિ મીનમાં ગોચર કરશે. શનિ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરે તે પહેલા કુંભ રાશિમાં રહીને શશ રાજયોગનું નિર્માણ કર્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં શશ રાજયોગને પંચ મહાપુરુષ રાજયોગમાંથી એક ગણવામાં આવે છે.
શશ રાજયોગ ત્યારે બને છે જ્યારે શનિ લગ્ન કે ચંદ્રમાંથી પહેલા, ચોથા, સાચમા કે દસમા ભાવમાં તુલા, મકર, કે પછી કુંભ રાશિમાં હાજર હોય છે. જે લોકોની કુંડળીમાં આ શશ રાજયોગ બને છે તેમના જીવનમાં તેમને ખુબ ધન અને માન સન્માનની પ્રાપ્તિ થાય છે. શનિના મીન રાશિમાં ગોચર પહેલા શશ રાજયોગ કેટલાક રાશિવાળાને ખુબ ફાયદાકારક નીવડી શકે છે.
તુલા રાશિમાં શનિદેવ પંચમ ભાવમાં હાજર છે. આવામાં તમારા માન સન્માન અને યશમાં વધારો થશે. નોકરીયાતોને કરિયરમાં સફળતા મળશે. જે લોકો વેપાર કરે છે તેમને સારો એવો નફો થઈ શકે છે. જે લોકો નોકરી બદલવાનું વિચારતા હશે તેમને સફળતા મળી શકે છે. શિક્ષણમાં સફળતા મળી શકે છે.
વૃષભ રાશિના જાતકોને અચાનક ક્યાંકથી ધન લાભના ફાયદા થશે. શનિદેવ તમારી રાશિના દસમા ભાવમાં ગોચર કરશે. આવામાં કાર્યક્ષેત્રમાં તમને એકથી વધુ જગ્યાએથી ફાયદો થવાના યોગ બની રહ્યા છે. કરિયરમાં કોઈ મહત્વપૂર્ણ વળાંક આવી શકે છે. ભૌતિક સુખ સુવિધાની પ્રાપ્તિ થશે. તમે કામ હવે જલદી પૂરા થશે. ભાગ્યનો સારો સાથ મળવાથી લાંબા સમયથી અટકેલા કામ પણ પાર પડશે. નોકરીયાતોને પગારમાં વધારો અને વેપારમાં સારો નફો થાય તેવા યોગ છે.
શનિ મકર રાશિના બીજા ભાવમાં બિરાજમાન છે. આવામાં તમારી દરેક ઈચ્છાઓ પૂરી થશે. ભાગ્યનો સારો સાથ મળશે જેના લીધે અટવાયેલા કામો પૂરા થશે. લગ્નજીવન સારી રીતે પસાર થશે. જમીન સંપત્તિ સંલગ્ન વિવાદો ઉકેલાશે. વાહન યોગ પણ બની રહ્યો છે.
શનિદેવ હાલ કુંભ રાશિમાં બિરાજમાન છે. આવામાં કુંભ રાશિવાળા માટે 2024ના બચેલા દિવસ ખુબ શાનદાર રહી શકે છે. આકસ્મિક ધનલાભના અવસરો વધશે. નોકરીયાતોને કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે. કોઈ સરકારી ટેન્ડર માટે અરજી કરવા માંગતા હોવ તો તે દ્રષ્ટિથી પણ આ સમય અનુકૂળ રહેશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.