Health Tips: કાળઝાળ ગરમી અને લૂથી બચવું હોય તો આ 5 વાતનું રાખો ધ્યાન, થોડી પણ બેદરકારી પડી શકે છે ભારે
ગરમીમાં સૌથી વધુ ધ્યાન પાણી પીવાનું રાખવું પડે છે. જો થોડી પણ બેદરકારી રાખો તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ જાય છે. ગરમીના દિવસોમાં શરીરને હાઈડ્રેટ રાખવા માટે આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ.
જ્યારે પણ બહાર જવાનું થાય ત્યારે એ વાતનું ધ્યાન રાખવું કે તમે તડકાથી બચીને રહો. સૂર્યનો તાપ તમારા શરીરને નુકસાન કરી શકે છે. ખાસ તો તડકાથી આંખ, વાળ અને સ્કીનને સૌથી વધુ નુકસાન થાય છે. તેથી હંમેશા તડકામાં જાવ ત્યારે ત્વચાને કવર કરી લેવી અને ચશ્મા પણ પહેરવા.
ઉનાળાના દિવસોમાં સવારના સમયે જ એક્સરસાઇઝ કરવાનું રાખો. એક્સરસાઇઝ પણ યોગ્ય સમયમાં કરો. ઉનાળામાં વધારે પડતી એક્સાઇઝ કરવાથી બોડી ટેમ્પરેચર વધી જાય છે અને હીટ સ્ટ્રોકનું જોખમ વધે છે.
ઘણા લોકો ગરમીના દિવસોમાં ખાલી પેટ રહીને ઘરેથી નીકળી જાય છે. આવી ભૂલ ભારે પડી શકે છે. ઉનાળામાં ક્યારેય નાસ્તો કરવાનું ટાળવું નહીં. જો તમે લાંબા સમય સુધી ભૂખ્યા રહો છો તો શરીરમાં નબળાઈ આવી જાય છે.
શક્ય હોય ત્યાં સુધી તડકામાં બહાર ફરવાનું ટાળો. બપોરના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ. સાથે જ ઘરમાં પણ ફેન કે કુલર નો ઉપયોગ કરવો. શરીરનું તાપમાન મેન્ટેન રહે.