Rare of The Rare Accident: 3 લોકો દીપડા પર પડ્યાં અને દીપડો જીવ બચાવીને ઉભી પૂંછડીયે ભાગ્યો...આવી તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય

Wed, 31 Mar 2021-4:12 pm,

આશ્રર્યજનક રીતે ચારેયનો બચાવ થયો. જીહાં, બાઈક પર સવાર ત્રણ લોકો જે દીપડોને જોઈને ડરી ગયા હતા. તો સામે બીજી તરફ દીપડો પણ અચાનક બાઈક સાથે ટક્કર થતાં ગભરાઈ ગયો હતો. આ ચારેય બચી ગયાં.

(ફોટો- સાભાર મુંબઈના ફોટોગ્રાફર શ્રીધર શિવરામ)

 

 

Theater માં સૌથી વધુ લોકો કેમ પોપકોર્ન ખાવાનું પસંદ કરે છે, કારણ જાણવા જેવું છે

બાઈક પર સવાર ત્રણ લોકો રાજસ્થાનના રણથંભોર પાસેના ગણેશ મંદિર રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે અચાનક ઝાડીઓમાંથી દીપડો રસ્તા પર દોડી આવ્યો અને તેની બાઈક સાથે ટક્કર થઈ ગઈ. ગભરાયેલા બાઈક સવાર ત્રણ લોકો પણ બાઈક લઈને દીપડા પર જ પડી ગયાં.

(ફોટો- સાભાર મુંબઈના ફોટોગ્રાફર શ્રીધર શિવરામ)

 

 

 

1 April થી આટલી વસ્તુઓ થશે મોંઘી, જિંદગી થઈ જશે રમણભમણ...જાણી લો બદલાઈ રહ્યાં છે આ નિયમો

ગણેશ મંદિર તરફથી એક બાઈક પર 3 લોકો આવતા હતાં. તે સમયે બાઈકની સ્પીડ અંદાજે 30ની આસપાસ હશે. ત્યારે ગાઈડ બોબી ભાર્ગવે વાંદરાની કિકિયારીઓ સાંભળીને પોતાની સાથે આવેલાં પ્રવાસીઓને અલર્ટ થઈ જવાનું કહ્યું. તેણે ટુરિસ્ટને કહ્યું કે, અવાજ ન કરતા હવે દીપડો રસ્તો ક્રોસ કરશે.

(ફોટો- સાભાર મુંબઈના ફોટોગ્રાફર શ્રીધર શિવરામ)

 

 

 

IPL 2021: આ બોલર્સના નામથી પણ થરથર ધ્રુજે છે દુનિયાભરના બેટ્સમેન, તમામ IPL સિઝનમાં આ બોલર્સની રહી છે બોલબાલા

એટલાંમાં અચાનક જ દીપડો ઝાડીઓમાંથી બહાર દોડી આવ્યો. ખુંખાર દીપડો જંગલ છોડીને રસ્તા પર આવી ચઢ્યો. સામેથી રસ્તા પર બાઈક સવાર આવી રહ્યાં હતાં. હજુ કંઈ પણ સમજાય તે પહેલાં દીપડો બાઈક સાથે ટકરાઈ ગયો. 

(ફોટો- સાભાર મુંબઈના ફોટોગ્રાફર શ્રીધર શિવરામ)

 

 

 

PHOTOS: અડધા કૂતરાં અને અડધા વાઘ જેવું રહસ્યમય પ્રાણી, તસવીરો જોઈને તમે પણ ડરી જશો

 

અચાનક રસ્તા પર દીપડાને જોઈને બાઈક સવારો ગભરાઈ ગયા. અને બાઈકનું સંતુલન ગુમાવી બેઠાં. એવામાં અચાનક દોડી આવેલો દીપડો પણ બાઈક સાથે ટકરાઈ ગયો હતો. બાઈક સાથે ટકરાઈને દીપડો પણ એક ક્ષણ માટે તો ગભરાઈ ગયો. ગભરાયેલાં બાઈક સવારે સંતુલન ગુમવતા ત્રણ લોકો આખી બાઈક લઈને દીપડા પર જ પડી ગયાં. 

(ફોટો- સાભાર મુંબઈના ફોટોગ્રાફર શ્રીધર શિવરામ)

 

 

 

IPL 2021: આ 8 બેટ્સમેનથી ડરે છે દુનિયાભરના બોલરો, જેમણે અનેકવાર છગ્ગા ફટકારીને સ્ટેડિયમની બહાર ફેંકી દીધો છે બોલ

ત્રણ સવારો સાથે આખુંય બાઈક દીપડા પર પડતા દીપડો પણ ક્ષણવાર માટે ગભરાઈ ગયો. ગભરાયેલો દીપડો ઘડીના પલકારામાં ત્યાંથી ભાગી ગયો. આમ, ચારેય લોકોનો આશ્ચર્યજનક રીતે બચાવ થઈ ગયો. મુંબઈના ફોટોગ્રાફર શ્રીધર શિવરામે આ દિલધકડ તસવીરો પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ મંદિર પાસેથી લોકો કે રાહદારીઓ પસાર ન થાય તેવી અપીલ કરવામાં આવી રહી છે. કારણકે, અહીંથી અવાર-નવાર દીપડા સહિતના વન્યજીવો પસાર થતાં હોય છે. તેથી અહીંથી પસાર થવું લોકો માટે જોખમી બની શકે છે.

(ફોટો- સાભાર મુંબઈના ફોટોગ્રાફર શ્રીધર શિવરામ)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link