IPL 2021: આ બોલર્સના નામથી પણ થરથર ધ્રુજે છે દુનિયાભરના બેટ્સમેન, તમામ IPL સિઝનમાં આ બોલર્સની રહી છે બોલબાલા

યશ કંસારા, અમદાવાદઃ IPLની 14મી સિઝન 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે. આ T20 ફોર્મેટમાં બોલર્સ (BOWLERS) ની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. દરેક ટીમમાં એક સ્ટાર બોલર હોય છે. જેના માથે ડેથ (DEATH) ઓવર બોલિંગનો કાંટાળો તાજ રહેતો હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું એવા બોલરો વિશે જેમણે પોતાની બોલિંગથી IPLની તમામ સિઝનોમાં તરખાટ મચાવ્યો છે.

Mar 31, 2021, 11:48 AM IST

 

 

 

 

1/8

સુનિલ નારાયણ

સુનિલ નારાયણ

મિસ્ટ્રી (MYSTERY) બોલર તરીકે ઓળખાતા વેસ્ટ ઈંન્ડિઝના નારાયણ ઘણી વખત પોતાની બોલિંગ એક્શનથી બેટ્સમેન છેતરતા આવ્યા છે. સુનિલ નારાયણે 120 મેચોમાં 127 વિકેટો ઝડપી છે. નારાયણ માત્ર એક સારા બોલર જ નથી પણ તે એક સારા બેટ્સમેન પણ છે. જેના કારણે KKRમાં તેઓ ઓપનિંગ (OPENING) કરે છે. 

2/8

અમિત મિશ્રા

અમિત મિશ્રા

આ લેગ સ્પિનર (LEG SPINNER) ની બોલિંગથી ભલ ભલા બેટ્સમેન ગભરાય છે. ખાસ કરીને તેની જ્યારે, તેનો બોલ પીચ થઈને ટર્ન થાય છે. ત્યારે, બેટ્સમેન ગૂંજવાતા જોવા મળે છે. અમિત મિશ્રા (AMIT MISHRA) એ 150 મેચોમાં 160 વિકેટો લીધી છે. અને તે એક માત્ર બોલર છે જેણે એક વખત નહીં પણ ત્રણ વખત હેટ્રીક (HATTRICK) લીધી છે.

3/8

લસિથ મલિંગા

લસિથ મલિંગા

આ શ્રીલંકાના ખેલાડીએ મુંબઈ ઈન્ડિયન્સ (MUMBAI INDIANS) ની ટીમમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. આ બોલેરે અનેકો મેચોમાં અંતિમ ઓવરોમાં પોતાના યોર્કર બોલ્સથી સામે વાળી ટીમના હાથમાંથી જીત છીનવી છે. લસિથ મલિંગા (LASITH MALINGA)એ 122 મેચોમાં 170 વિકેટો ઝડપી છે. પરંતુ આ વર્ષે મલિંગા IPLમાં નહીં જોવા મળે.

 

 

ONE DAY CRICKET MATCHES ની કેવી રીતે થઈ હતી શરૂઆત? જાણો વરસાદ અને વન-ડે મેચના કનેક્શન વિશેનો રોચક કિસ્સો

4/8

પિયૂષ ચાવલા

પિયૂષ ચાવલા

પિયૂષે માત્ર બોલિંગથી જ નહીં પરંતુ પોતાની બેટિંગથી પણ IPLમાં જાદુ ચલાવ્યો છે. પિયૂલ ચાવલા (PIYUSH CHAWLA)એ 164 મેચોમાં 156 વિકેટો લીધી છે. અને સાથે જ ચાવલાએ 2014ની IPL ફાઈનલ (FINAL) માં પોતાની બેટિંગથી KKRની જીતાવ્યું હતું. આ વર્ષે ચાવલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાંથી રમશે.

5/8

ડ્વેન બ્રાવો

ડ્વેન બ્રાવો

માત્ર પોતાની ઓલરાઉન્ડ (ALLROUND) એબિલીટી માટે નહીં પણ બ્રાવો પોતાના ઓન ફિલ્ડ એક્શન માટે પણ જાણીતો છે. બ્રાવોએ 140 મેચોમાં 160 વાર બેટસ્મેનને પેવેલિયન (PAVILION) નો રસ્તો બતાવ્યો છે. ડ્વેન બ્રાવોએ IPL 2013માં 32 વિકેટો લીધી હતી અને પર્પલ કેપ મેળવી હતી. જ્યારે, બ્રાવોની આક્રમક બેટિંગ પણ CSK માટે ફાયદાકારક સાબિત થઈ છે.

 

 

 

IPL 2021: આ 8 બેટ્સમેનથી ડરે છે દુનિયાભરના બોલરો, જેમણે અનેકવાર છગ્ગા ફટકારીને સ્ટેડિયમની બહાર ફેંકી દીધો છે બોલ

6/8

ભુવનેશ્વર કુમાર

ભુવનેશ્વર કુમાર

ભુવનેશ્વર કુમાર સનરાઈર્ઝસ્ હૈદરાબાદના લિડિંગ (LEADING) વિકેટ ટેકર બોલર છે. ભુવનેશ્વરના રિવર્સ સ્વિંગ (REVERSE SWING)થી બેટ્સમેનો વારંવાર પરેશાન થતાં જોવા મળ્યા છે. ત્યારે, ભુવીએ અત્યારસુધી 121 મેચોમાં 136 વિકેટો લીધી છે. છેલ્લા 6 મહિનાથી ઈન્જરી (INJUIRY)ના કારણે ભુવનેશ્વર કુમાર ક્રિકેટ જગતથી દુર છે. પણ આશા રાખીયે કે આ IPL સિઝનમાં તેઓ સારુ પ્રદર્શન આપે.

 

 

 

IPL 2021: આ 5 ખેલાડીઓના દમ પર જીતની હેટ્રિક લગાવી શકે છે મુંબઈ ઈન્ડિયન્સ

7/8

હરભજન સિંહ

હરભજન સિંહ

ટર્બોનેટર (TURBONETOR) તરીકે જાણીતા આ ભારતીય ઓફ સ્પિનર પોતાના ડૂસરાથી (DOOSRA) ભલ ભલા બેટ્સમેનને હેરાન કરતા આવ્યા છે. હરભજને 160 મેચોમાં 150 વિકેટો ઝડપી છે. જેના કારણે આ વખતે તેઓ KKRની ટીમમાંથી બોલિંગ કરતા જોવા મળશે.

8/8

રવિચંદ્રન અશ્વિન

રવિચંદ્રન અશ્વિન

ફેમસ કેરમ (CARROM) બોલના સંશોધક એવા અશ્વિન પોતાની સ્પિન બોલિંગથી અનેકોવાર બેટ્સમેનનોને ચોંકાવતા રહ્યા છે. જેના કારણે ઘણી વખત તેમની બોલિંગના કારણે બેટ્સમેનનો મૂંજવાતા જોવા મળે છે. અશ્વિને 154 મેચોમાં 138 વિકેટો ઝડપી છે.