Theatre માં સૌથી વધુ લોકો કેમ પોપકોર્ન ખાવાનું પસંદ કરે છે, કારણ જાણવા જેવું છે

જ્યારે આપણે ક્યાંય ફરવા જઈએ છે ત્યારે તે જગ્યાની ફેમસ વસ્તુ હોય છે તે આપણે ખઈએ જ છીએ એવી જ રીતે વર્ષોથી થિયેટર (Theatre) માં પોપકોર્ન ખવાય છે. કેમ થિયેટરમાં પોપકોર્ન ખાવામાં આવે છે આવો જાણીએ તેના કારણો.

ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય રીત લોકો ધાણી ખાવાનું ઓછુ પસંદ કરતા હોય છે પરંતુ ખાસ કરીને હોળી ધૂળેટીના તહેવારમાં ધાણી ખાવાની પરંપરા હોવાથી લોકો ધાણી ખઈ લેતા હોય છે. આ જ ધાણી લોકો ત્યારે ખાય  છે જ્યારે તે થિયેટર (Theatre) માં જાય છે. થિયેટર (Theatre) નું નામ આવ્યું એટલે તરત પોપકોર્ન નામ યાદ આવી ગયું. ઘરે અને સસ્તામાં મળે એ દાણી થિયેટર (Theatre) માં અને ઉંચી કિંમતે મળે પોપકોર્ન. નામ બદલાય એટલે કિંમત પણ બદલાય. લોકો ઘરે ધાણી ખાવા કરતા થિયેટરમાં જઈને પોપકોર્ન ખાવાનું વધુ પસંદ કરે છે. જ્યારે આપણે ક્યાંય ફરવા જઈએ છે ત્યારે તે જગ્યાની ફેમસ વસ્તુ હોય છે તે આપણે ખઈએ જ છીએ એવી જ રીતે વર્ષોથી થિયેટર (Theatre) માં પોપકોર્ન ખવાય છે. કેમ થિયેટરમાં પોપકોર્ન ખાવામાં આવે છે આવો જાણીએ તેના કારણો.

થિયેટર (Theatre) માં જ કેમ ખલાય છે પોપકોર્ન

1/5
image

સ્પેશિયલી કેમ થિયેટર (Theatre) માં જ પોપકોર્ન ખાવામાં આવે છે. પોર્પકોર્ન ટાઈમ પાસ માટે ખાવામાં આવે છે અને  થિયેટર (Theatre) માં મુવી જોતા જોતા સારો ટાઈમ પાસ થઈ જાય છે. પોપકોર્નમાં કોઈ છાલ કે  બિજ હોતા નથી જેના કારણે થિયેટરમાં (Theatre) માં ગંદકી થવાની સંભાવના પણ ઓછી હોય છે. આમ તો સીંગ પણ ટાઈમ પાસ માટે ખાવામાં આવે છે પરંતુ સીંગમાં ફોતરા હોય અને એ ફોતરા ઉડવાથી થિયેટરમાં (Theatre) માં ગંદકી થાય છે. પોપકોર્નમાં કેટલાક સારા ગુણો હોય છે જેના કારણે તમે જો તેને વધુ ખઈ જાવ છો તો પણ તેનાથી કોઈ નુકસાન થતું નથી.

 

પોપકોર્ન મેદસ્વી પણાને પણ ઓછું કરે છે

2/5
image

પોપકોર્નમાં ઉચ્ચ માત્રામાં ફાઈબર હોવાથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. આ શુગર લેવલની માત્રામાં નિયંત્રણ કરે છે. પોપકોર્નમાં વીટામીન અને ખનીજ પદાર્થો હોવાથી ભૂખ ઝડપથી શાંત થઈ જાય છે. તબીબો એવું માને છે કે પોપકોર્નને વધુ તેલ અથવા ઘીના બદલામાં બટર નાખીને શેકવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય માટે સારુ છે. પોપકોર્ન પર લસણ અને કાળા મરચાનો પાઉડર નાખવામાં આવે તો તે હૃદયની કાર્ય વિધીને મજબૂત બનાવે છે.

પોપકોર્ન છે ટાઈમપાસ માટે બેસ્ટ

3/5
image

પોપકોર્ન એવું વસ્તુ છેકે, તે જો કદાચ તમે વધારે પણ ખાઈ જશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને જો તમે મૂવી કે કોઈ પ્લે જોવા બેઠાં છો તો તમે પોપકોર્ન ખાતા ખાતા આરામથી બે થી ત્રણ કલાકનો સમય પસાર કરી શકો છો. એટલે જ પોપકોર્નને બેસ્ટ ટાઈમપાસ ફૂડ પણ કહેવાય છે.

 

 

1 April થી આટલી વસ્તુઓ થશે મોંઘી, જિંદગી થઈ જશે રમણભમણ...બદલાઈ રહ્યાં છે આ નિયમો

પોપકોર્ન ખાવાથી કેન્સર જેવી બિમારીથી બચી શકાય છે

4/5
image

પોપકોર્ન ખાવાથી કેન્સર જેવી બિમારીથી બચી શકાય છે. પોપકોર્નમાં પોલીફેનોલિક યોગીક નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે આ એન્ટીઓક્સીડેન્ટ એટલા શક્તિશાળી હોય છે  કે તેની મદદથી શરીરમાં કેન્સર પેદા કરવાવાળા ફ્રી રેડિકલ્સની મુક્તિ મળે છે. પોપકોર્ન ખાવાથી ચહેરા પર કલચરીઓ પડતી નથી આ ઉપરાંત એજ સ્પોર્ટ, આંધડાપણું, વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે.

 

પોપકોર્નના ફાયદા

5/5
image

પોપકોર્નમાં ફાઈબર, પ્રોટીન, પોલીફેનોલ કંપાઉન્ડ, એન્ટીઓક્સી ડેન્ટ, વીટામીન B કોમ્પલેક્સ, મેગનીઝ અને મેગ્નેશીયમના ગુણ મોટા પ્રમાણમાં  હોય છે. જે આપડા શરીર માટે સારુ માનવામાં આવે છે. પોપકોર્ન ખાવાથી પાચન તંત્ર મજબૂત થાય છે. આટલું જ નહીં આ તમને પેટ સાથે જોડાયેલી તકલિફો દૂર કરવામાં સહાય કરે છે. પોપકોર્નમાં મેગ્નેઝ  વધારે પ્રમાણમાં હોય છે જેથી કરોડજ્જુને મજબૂત બનાવવામાં મદદ કરે  છે.