63 વર્ષે પણ આ અભિનેત્રી લાગે છે 25 વર્ષની, સુંદરતા એવી કે મલાઈકા પણ પાણી ભરે! જુઓ Photos

Fri, 12 Apr 2024-2:22 pm,

90ના દાયકામાં પોતાના શાનદાર અભિનય અને સુંદરતાથી રૂપેરી પડદે કહેર મચાવી ચૂકેલી આ અભિનેત્રી છે સંગીતા બિજલાણી. હાલમાં જ સંગીતા એરપોર્ટ પર જોવા મળી. આ દરમિયાન સંગીતાએ પોતાની ઉંમરને માત આપતા લૂકથી બધાને ઈમ્પ્રેસ કરી દીધા. 63 વર્ષે પણ સંગીતા ગજબની સુંદર અને સ્ટાઈલિશ લાગતી હતી. સંગીતા બિજલાની આ તસવીરો જોઇને લોકો જાતજાતની કોમેન્ટસ કરી રહ્યા છે. એક ઇન્ટરનેટ યુઝર્સે લખ્યું છે કે આ કેટલી મસ્ત લાગી રહી છે, જ્યારે બીજા એક યુઝર્સે લખ્યુ છે કે ગદર મચા દી હો…આટલું જ નહીં એક તો 43ની હશે કે 53ની..જો કે અનેક લોકોએ ટ્રોલ પણ કરી છે અને લખ્યું છે કે 63 કિલો મેક અપ પણ લગાવ્યો છે, જ્યારે એકે 63 સર્જરી..

પોતાની સુંદરતા અને સદાબહાર સ્ટાઈલીશ લૂક માટે જાણીતી સંગીતા બિજલાણી એરપોર્ટ પર વ્હાઈટ શર્ટ અને સ્ટાઈલીશ ટોપ તથા બ્લૂ ડેનિમ સાથે જોવા મળી. આ સુંદર વ્હાઈટ ટોપ સાથે બેલ્ટ લગાવીને તેણે સ્ટાઈલિશ અંદાજ આપ્યો હતો. આ સ્ટાઈલિશ છતાં એલિગંટ લૂક સાથે સંગીતાએ સફેદ રંગના સ્નિકર્સ પહેર્યા હતા. 

સંગીતા બિજલાણીના વાળ ખુલ્લા હતા અને હળવા કર્લ કરવામાં આવ્યા હતા. બ્લેક ગોગલ્સમાં તે ખુબ સ્ટાઈલિશ લાગતી હતી. ન્યૂડ શેડ લિપસ્ટિક સાથે તેણે લૂક કમ્પ્લિટ કર્યો. તે આજે પણ હોટ મોડેલ જેવી લાગે છે. તમને જણાવી દઇએ કે સંગીતા બિજલાની 90ના દશકમાં સલમાન ખાનની ગર્લફ્રેન્ડ હતી અને હાલમાં પણ દબંગ એક્ટરથી મિત્રતા છે. અનેક મિડીયા રિપોર્ટ્સ અનુસાર સલમાન ટીનએજમાં હતા ત્યારે ખૂબસુરત સંગીતાને પ્રેમ કરતા હતા. તેઓ 27 મે 1994થી સંગીતા સાથે લગ્ન કરવાની વાત પણ કરી ચુક્યા હતા, પરંતુ આ વસ્તુ શક્ય થઇ નહીં.

સંગીતાએ એક હાથમાં કાળા રંગની પટ્ટી પહેરી હતી. આમ છતાં તેણે પાપરાઝીઓને ખુબ પોઝ આપ્યા. તેની અદાઓ જોઈને ફેન્સ પણ દિવાના થઈ ગયા. સંગીતા બિજલાણી 63 વર્ષે પણ એકદમ ફીટ છે. ફિટનેસ, સ્ટાઈલ, સુંદરતા અને ફેશન સેન્સ મામલે તે અત્યારે પણ અનેક યુવા અભિનેત્રીઓને ટક્કર આપે છે. સંગીતા એક સમયે સલમાનની ખૂબ જ નજીક હતી. જેના લગ્ન ફાયનલ થયા બાદ કેન્સલ થઈ ગયા હતા. સંગીતાએ ક્રિકેટર અઝરુદીન સાથે લગ્ન કર્યા હતા. બાદમાં બંને જુદા પડી ગયા હતા. આજે પણ બિજલાની સલમાન ખાન સાથે ઘણીવાર જોવા મળે છે. 

9 જુલાઈ 1960ના રોજ જન્મેલી સંગીતા બિજલાણી એક મોડલ, અભિનેત્રી અને બ્યૂટી પેજન્ટ ટાઈટલ હોલ્ડર છે. તેણે 1980માં ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો અને ભારતને મિસ યુનિવર્સ પેજન્ટમાં રિપ્રેઝન્ટ કર્યું હતું. ત્યારબાદ મોડલિંગની દુનિયામાં તેણે ડગ માંડ્યા હતા અને 1988માં આવેલી ફિલ્મ કાતિલથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. એવરગ્રીન બ્યૂટી એવી આ અભિનેત્રીની ફિટનેસ તેના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવે છે. એરપોર્ટ પર અભિનેત્રીએ પાપરાઝીને ખુબ પોઝ આપ્યા અને કાતિલ અદાઓથી બધાને ખુશ કરી દીધા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link