શનિના મીનમાં ગોચરની સાથે જ આ રાશિવાળા પરથી હટશે સાડાસાતી, ઢૈય્યાનો પ્રકોપ, ધનના ઢગલા થશે!
જ્યોતિષ શાસ્ત્ર મુજબ કુંભ રાશિ ચક્રની 11 મી રાશિ છે. હાલ શનિ પોતાની સ્વરાશિ કુંભમાં વક્રી અવસ્થામાં ગોચર કરે છે. નવેમ્બરમાં આ રાશિમાં માર્ગી થશે. 2025માં શનિ પોતાની કુંભ રાશિથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિનું મીન રાશિમાં ગોચર 29 માર્ચ 2025ના રોજ થશે. શનિના કુંભ રાશિમાંથી હટવાથી ત્રણ રાશિને સીધી અસર થશે. આ રાશિવાળાને આર્થિક ઉન્નતિની સાથે કરિયરમાં પણ સફળતા મળશે. શનિના કુંભ રાશિમાંથી નીકળવાથી કોને ફાયદો થશે તે જાણો.
શનિ મીન રાશિમાં 29 માર્ચ 2025ના રોજ શનિવારે રાતે 11.01 વાગે પ્રવેશ કરશે. આ રાશિઓને થશે ફાયદો.
શનિના કુંભ રાશિમાંથી નીકળવાથી મકર રાશિવાળાને સાડા સાતીમાંથી મુક્તિ મળશે. હાલ મકર રાશિવાળાની શનિની સાડાસાતી ચાલે છે. શનિની સાડા સાતી હટતાની સાથે જ મકર રાશિવાળાની આર્થિક ઉન્નતિ થશે. કરિયરમાં નવી ઓળખ બનાવવામાં સફળ રહેશો. જે ચીજની જરૂર હશે તે મળશે. અટકેલા કામ પાર પડશે.
કર્ક રાશિ હાલ શનિની ઢૈય્યાની ઝપેટમાં છે. શનિના કુંભ રાશિમાંથી નીકળતાની સાથે જ કર્ક રાશિવાળાને શનિની ઢૈય્યાથી મુક્તિ મળશે. શનિના મીન રાશિમાં જવાથી કર્ક રાશિવાળાને કરિયરમાં નવી ઊંચાઈ મળશે. આર્થિક મોરચે સફળતા મળશે. અનેક સારા સમાચાર મળી શકે છે.
વૃશ્ચિક રાશિવાળા પર હાલ શનિની ઢૈય્યા ચાલે છે. શનિના મીન રાશિમાં જવાથી વૃશ્ચિક રાશિવાળાની આર્થિક સ્થિતિ સુધરશે. માનસિક શાંતિ મળશે. વેપારીઓને નફો થશે. સંતાન તરફથી કોઈ ગૂડ ન્યૂઝ મળશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.