Spices Bugs: ભેજના કારણે હળદર સહિતના મસાલામાં સફેદ ઈયળો અને પાંખવાળી જીવાત નહીં થાય, બસ અપનાવો આ ઉપાય
જો તમને લાગે કે મસાલામાં ભેજ લાગ્યો છે તો જ્યારે તડકો નીકળે ત્યારે મસાલાને બરણીમાંથી કાઢી સારી રીતે સુકવી લો. બરણીને પણ તડકામાં તપાવો અને પછી મસાલાને ફરીથી ચાળી અને સ્ટોર કરો.
મસાલા ભરવા માટે હંમેશા કાચના એર ટાઈટ કન્ટેનરનો ઉપયોગ કરવો જોઈએ. તમે ઝીપ લોક બેગમાં પણ મસાલા સ્ટોર કરી શકો છો તેમાં મસાલા રાખવાથી ભેજ લાગતો નથી.
કડવા લીમડાના થોડા પાન સુકવી લેવા અને પછી હળદર અને ધાણાજીરું પાવડરમાં લીમડાના પાન મૂકી દેવા. લીમડાના પ્રાકૃતિક ગુણના કારણે મસાલામાં જીવજંતુ થશે નહીં.
મસાલાને ખરાબ થતા બચાવવા હોય તો તમે તેને ઝીપ લોગ બેગમાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. જરૂર અનુસાર મસાલા કાઢી લેવા અને પછી મસાલાને ફ્રિજમાં સ્ટોર કરવા.
મસાલા ભર્યા હોય તે કન્ટેનરમાં સિલિકા જેલના પેકેટ પણ રાખી શકાય છે. સિલિકા જેલના પેકેટ એટલા માટે જ હોય છે કે તે વસ્તુઓમાંથી ભેજ શોષી લે. મસાલામાં પણ આ પેકેટ રાખી શકાય છે તેનાથી ભેજ લાગતો નથી અને જીવજંતુ થતા નથી.