Relationship Tips:દરેક સંબંધમાં નાની મોટી લડાઈ તો થાય જ છે પરંતુ જો ઝઘડા વારંવાર થતા હોય તો તેનું કારણ જાણવું જરૂરી છે. સંબંધો વિશ્વાસ અને પ્રેમ પર ટકેલા હોય છે જો કોઈ વ્યક્તિનો વિશ્વાસ તૂટે તો સંબંધ પણ ખરાબ થવા લાગે છે. જો વાત કરીએ પતિ-પત્નીના સંબંધોની તો સંબંધોને મજબૂત બનાવવા માટે પતિ પત્ની બંનેએ સાથે રહીને ચાલવું પડે છે. પરંતુ કેટલીક વખત અજાણતા થયેલી એક નાનકડી ભૂલ પણ સંબંધ પર જોખમ ઊભું કરે છે. સંબંધ હંમેશા પ્રેમ ભર્યા રહે તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Personality Development: આકર્ષક પર્સનાલિટી માટે રોજ સૂતા પહેલા કરો આ 4 કામ


મોટાભાગના કપલ જે ભૂલ કરતા હોય છે એ છે બે વ્યક્તિની વાત બહાર જવી. ઘણા લોકો પોતાના સંબંધની વાતને સિક્રેટ રાખી શકતા નથી જેના કારણે સંબંધ તૂટવાની સંભાવના વધી જાય છે. કેટલીક બાબતો એવી હોય છે જે કપલે એકબીજાની સાથે જ સોલ્વ કરવી જોઈએ તેમાં ક્યારેય અન્ય લોકોને સામેલ કરવા નહીં. આજે તમને એવી વાતો વિશે જણાવીએ જેને હંમેશા સિક્રેટ રાખવી જોઈએ. જો આ વાતો જાહેર થાય તો સંબંધ પર પણ જોખમ ઊભું થાય છે. 


આ પણ વાંચો: Relationship Tips: જો પાર્ટનરમાં હોય આ 7 આદતો, તો લગ્ન કરતા પહેલા 100 વખત વિચારજો


પરિવારને ન જણાવો ઝગડા વિશે


જો તમારો ઝઘડો થયો છે તો તે વાત બે વ્યક્તિ વચ્ચે જ રહેવી જોઈએ. પરિવાર સાથે આ વાત શેર ન કરો. ઝઘડો થયો હોય તો તેનું સોલ્યુસન બે વ્યક્તિ જ લાવી શકે છે તેથી પરિવારને આ વાત કરવાનો કોઈ અર્થ નથી. 


આર્થિક સ્થિતિ વિશે ચર્ચા


જો કોઈ કારણોસર તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી હોય તો તેના વિશે પણ બહારના લોકોને કે પરિવારને ન જણાવો. આમ કરવાથી તમારા પાર્ટનરને ખરાબ લાગી શકે છે.


આ પણ વાંચો: બોલિવૂડના આ ટોચના હીરો છેતરી ચુક્યા છે પત્નીને, લફરાંના કારણે એક હીરોનુ ભાંગ્યું ઘર


પાર્ટનરની ખામીઓ


જો તમારા પાર્ટનરમાં કોઈ ખામી છે તો તેને દુર કરવા અંગે તમારા પાર્ટનર સાથે વાત કરો. તેના વિશે બીજા લોકો સાથે ચર્ચા કરવાનું ટાળો. આમ કરવાથી તમારા પાર્ટનર લોકો વચ્ચે મજાકનું પાત્ર બની જશે. 


પાર્ટનરના સીક્રેટ્સ


પોતાના પરિવારને કે પછી મિત્રોને પોતાના પાર્ટનરના સીક્રેટ્સ ન જણાવો. કેટલીક વાતો એવી હોય છે જે બે લોકો વચ્ચે જ રહેવી જોઈએ. તેથી કોઈ સીક્રેટ વાત તમારા પાર્ટનર તમને જણાવે તો પછી તે વાત બીજા કોઈને કહેવી જોઈએ નહીં. 


આ પણ વાંચો: પાર્ટનરને રોજ 6 સેકન્ડ Kiss કરવાથી સંબંધ ગાઢ બને છે, કિસ કરવાના ફાયદા જાણી ચોંકી જશો


પર્સનલ સમય વિશે 


પાર્ટનર  સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરો કે પછી પર્સનલ ટાઈમ સ્પેડ કર્યો હોય તો એ સમયમાં શું કર્યું તેની ચર્ચા મિત્રો સાથે પણ કરવી નહીં. જીવનની અંગત બાબતોને અંગત જ રહેવા દેવી જોઈએ. આ વાતો ત્રીજા વ્યક્તિને ખબર પડવા દેવી નહીં.