Personality Development: આકર્ષક પર્સનાલિટી માટે રોજ સૂતા પહેલા કરો આ 4 કામ, લોકો ફરવા લાગશે તમારી આગળપાછળ
Personality Development: સુતા પહેલા તમે શું કરો છો તેની અસર ઊંઘ પર પણ થાય છે અને બીજા દિવસ પર પણ થાય છે. આજે તમને કેટલીક હેલ્ધી બેડ ટાઈમ પ્રેક્ટિસ વિશે જણાવીએ જેને ફોલો કરશો તો ઊંઘ પણ સારી આવશે અને તમારી પર્સનાલિટી પણ સુધરશે.
Trending Photos
Personality Development: જો તમે પણ વ્યવસ્થિત દિનચર્યા ફોલો કરવા માંગો છો અને પર્સનાલિટી પણ ડેવલપ કરવા માંગો છો તો બે વસ્તુ ખૂબ જ મહત્વની છે. પહેલી કે નિયમિત આઠ કલાકની ઊંઘ લેવાની શરૂઆત કરો. સારી ઊંઘ કરવી ખૂબ જ જરૂરી છે. અપૂરતી ઊંઘની અસર દિનચર્યા અને વ્યક્તિત્વ પર પણ થાય છે. પર્સનાલિટીને સુધારવી હોય તો બીજી વસ્તુ મહત્વની છે બેડ ટાઈમ હેબિટસ. એટલે કે સુતા પહેલાની આદતો.
સુતા પહેલા તમે શું કરો છો તેની અસર ઊંઘ પર પણ થાય છે અને બીજા દિવસ પર પણ થાય છે. આજે તમને કેટલીક હેલ્ધી બેડ ટાઈમ પ્રેક્ટિસ વિશે જણાવીએ જેને ફોલો કરશો તો ઊંઘ પણ સારી આવશે અને તમારી પર્સનાલિટી પણ સુધરશે.
સુતા પહેલા કરવા આ 4 કામ
1. સુતા પહેલા લખવાની શરૂઆત કરો. દિવસ દરમિયાન તમારી સાથે જે પણ સારું અને ખરાબ થયું હોય તેની નોંધ કરો. જે પણ સારું થયું હોય તે તમને બીજા દિવસ માટે પોઝિટિવ રહેવામાં મદદ કરશે અને જે નેગેટિવ હોય તેને સુધારવાનો પ્રયત્ન કરો. આ પ્રેક્ટિસ રોજ કરવાથી તે મારી પર્સનાલિટીમાં ફેરફાર થવાની શરૂઆત થશે.
2. સુવાનો ટાઈમ નક્કી કરી લો. જો તમે સૂવાનો ટાઈમ નક્કી કરી લેશો તો રોજ તમને ગાઢ ઊંઘ આવશે. સાથે જ તમે બીજા દિવસે તાજગીથી ભરપૂર અનુભવ કરશો. આ રૂટીન ફોલો કરવાથી તમે પંક્ચુઅલ બનશો જે સારી પર્સનાલિટીનો ગુણ હોય છે.
3. ઘણા લોકોને સુતા પહેલા ખાવા પીવાની આદત હોય છે. આવી આદત બદલવી જોઈએ. સુવાના લગભગ બે કલાક પહેલા કંઈ પણ ખાવું નહીં. કંઈ પણ વસ્તુ ખાય પી ને તુરંત સુઈ જવાથી પાચન સંબંધિત સમસ્યા થાય છે.
4. સુવાના એક કલાક પહેલા ફોન કે ટીવી થી દૂર રહો. આ બંને વસ્તુ ઊંઘને પ્રભાવિત કરે છે. સૌથી બેસ્ટ રહે છે કે તમે સુતા પહેલા પુસ્તક વાંચવાનો શરૂ કરો. તેનાથી ઊંઘ પણ આવશે અને તમારી વિચારવાની શક્તિ પણ વધશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે