Tips To Move on In Life: જૂની વાતોને ભુલી જીવનમાં આગળ વધવું છે ? તો આ 4 અસરદાર ફોર્મ્યુલા કરશે મદદ
Tips To Move on In Life: ગણતરીના દિવસોમાં જ નવા વર્ષની શરૂઆત થશે. નવા વર્ષની શરૂઆત જો તમે જૂની વાતોને ભૂલીને કરવા માંગો છો તો આજે તમને 4 પાવરફુલ ટિપ્સ આપીએ. આ પાવરફુલ ટિપ્સ ફોલો કરશો તો તમે જીવનમાં સરળતાથી મુવ ઓન કરી શકશો.
Tips To Move on In Life: દરેક વ્યક્તિને જીવનમાં કોઈને કોઈ સમસ્યા, નિષ્ફળતા અને દુઃખદ ઘટનાઓનો સામનો કરવો પડે છે. પરંતુ આ બધી જ ઘટના અને દુઃખને પાછળ છોડીને આગળ વધવું જ જીવન છે. તમે કોઈ એક દુઃખદ ઘટનાની સાથે જીવન પસાર ન કરી શકો. તેથી જ ભૂતકાળની વાતો અને નિષ્ફળતાઓને ભૂલીને આગળ વધવું જ માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
આ પણ વાંચો: મગજમાં આવતા નકામા વિચારને બહાર ફેંકવાની ટેકનિક શીખી લો, 2025 માં રહેશો ખુશખુશાલ
ગણતરીના દિવસોમાં જ નવા વર્ષની શરૂઆત થશે. નવા વર્ષની શરૂઆત જો તમે જૂની વાતોને ભૂલીને કરવા માંગો છો તો આજે તમને 4 પાવરફુલ ટિપ્સ આપીએ. આ પાવરફુલ ટિપ્સ ફોલો કરશો તો તમે જીવનમાં સરળતાથી મુવ ઓન કરી શકશો.
સ્વીકાર કરો
મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે કોઈપણ સ્થિતિ કે ઘટનાનો સ્વીકાર કરવો તે જીવનમાં આગળ વધવાનું પહેલું ડગલું છે. જે થઈ ગયું છે તેનો સ્વીકાર કરી લેવાથી માનસિક શાંતિ મળે છે અને આત્મસમર્પણનો અનુભવ થાય છે. ઘટનાને સ્વીકૃતિ આપવાથી ઈમોશન પર કંટ્રોલ પણ મેળવી શકાય છે.
આ પણ વાંચો: પતિનું લફરું હોય તો શું કરે પત્ની? એક્સ્ટ્રા મેરિટલ અફેર સંબંધિત આ કાયદાઓ વિશે જાણો
ક્ષમા કરવાનું શીખો
કોઈ વાત માટે પોતાને અને બીજાને માફ કરવા તે સશક્ત રીત છે. માફ કરવાનો મતલબ એ નથી કે તમે બધું જ ભૂલી જાવ પરંતુ અર્થ એ છે કે તે વાતને બાંધી ન રાખો. કોઈને માફ કરી દેવાથી તમે તેણે આપેલી તકલીફને પણ અંદરથી કાઢી શકો છો. તેનાથી માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવામાં મદદ મળશે.
આ પણ વાંચો: Relationship: લગ્ન પછી પુરુષ પસાર થાય છે ડિપ્રેશનમાંથી, પરંતુ આ કારણે નથી જણાવતા કોઈ
વર્તમાનમાં જીવો
મનોવિજ્ઞાનમાં માઈન્ડફુલનેસને એક પ્રભાવી ટેકનિક ગણવામાં આવે છે. જેમાં તમને વર્તમાન સમયમાં જીવવાની પ્રેરણા મળે છે. જૂની વાતો અને ભૂતકાળ પર અફસોસ કરવાને બદલે વર્તમાનમાં જે છે તેમાં ખુશ રહો. સાથે જ ભવિષ્યની ચિંતા પણ ન કરો. ભવિષ્યની ચિંતામાં વર્તમાનની ખુશીઓનો અનુભવ થઈ શકતો નથી.
આ પણ વાંચો: Wedding In Winter: ભારતમાં શિયાળામાં શા માટે થાય છે સૌથી વધુ લગ્ન? આ છે 5 મુખ્ય કારણ
પોઝિટિવ વિચારો
નેગેટિવ વિચારોને છોડીને પોઝિટિવ દ્રષ્ટિકોણ અપનાવવો જરૂરી છે. તેના માટે સારા પુસ્તકો વાંચો અને એવા લોકો સાથે સમય પસાર કરો જે પોઝિટિવ વિચારતા હોય અને તમને જીવન જીવવાની પ્રેરણા આપે.
આ ચાર ટીપ્સ ફોલો કર્યા પછી પણ જો તમે પોતાની જાતને સ્ટ્રેસ અને પીડામાંથી બહાર કાઢી શકતા ન હોય તો એક્સપર્ટની મદદ લો. કાઉન્સિલર કે થેરાપિસ્ટની મદદ લેવામાં કંઈ જ ખોટું નથી. નિષ્ણાંતની સલાહ તમને જીવન જીવવાનો નવો દ્રષ્ટિકોણ આપશે જેના કારણે જીવન સરળ થઈ જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)