Relationship Tips: પતિ પત્નીનો સંબંધ એવો હોય છે જેમાં બંને વ્યક્તિએ સાથે મળીને જીવનમાં આવતા ઉતાર ચઢાવવાનો સામનો કરવાનો હોય છે. આ સમય દરમિયાન તેમણે ઘર, પરિવાર, બાળકોની જવાબદારી પણ સાંભળવાની હોય છે. લગ્નને જેમ વર્ષો વીતતા જાય તેમ પતિ પત્નીની જવાબદારીઓ પણ સતત વધતી રહે છે. વર્ષો પછી લગ્ન જીવનમાં સમજદારી તો આવી જાય છે પરંતુ જવાબદારી નિભાવતાને ભાવતા કપલ બોરિંગ થઈ જાય છે. તેઓ પોતાના અંગત જીવનનો આનંદ માણવાનું ભૂલી જાય છે. પરિણામે લગ્ન જીવનમાં કંટાળો આવવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: લગ્ન પછી પુરુષોને બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધવો શા માટે ગમે? આ કારણોથી વધે આકર્ષણ


લગ્ન જીવનમાં આવેલા આ સમયને પતિ પત્ની જ દૂર કરી શકે છે. દરેક દંપતીના જીવનમાં આ સમય આવે છે. લગ્નના વર્ષો પછી પણ લગ્નજીવનમાં રોમાન્સ અને રોમાન્ચ જાળવી રાખવો હોય તો એકબીજાના વાંક કાઢવાને બદલે એકબીજાને સમજીને સમય આપવાની શરૂઆત કરવી જોઈએ. ઉંમર વધવાની સાથે પતિ પત્ની વચ્ચેનો પ્રેમ પણ વધી શકે છે. તેના માટે બસ પ્રયત્ન કરવાની જરૂર હોય છે. આજે તમને આવી જ કેટલીક સરળ ટિપ્સ જણાવીએ જેને ફોલો કરીને તમે વૈવાહિક જીવનમાં પ્રેમ અને આનંદ ફરીથી લાવી શકો છો. 


આ પણ વાંચો: Personality Development: આકર્ષક પર્સનાલિટી માટે રોજ સૂતા પહેલા કરો આ 4 કામ


લગ્નજીવનમાં રોમાંસ જાળવી રાખવાની રીતો


1. ઘણા કપલ એવા હોય છે જેવો સતત એ વાતનો અફસોસ કરે છે કે લગ્ન પહેલા આવું હતું અને લગ્ન પછી બધું જ બદલી ગયું... આવી ફરિયાદો કરવાને બદલે પરિવર્તનને સ્વીકારો અને જીવનસાથી સાથે દરેક ક્ષણનો આનંદ માણો. 


2. થેન્ક્યુ અને સોરી એવા શબ્દો છે જે જીવનમાં ખુશીઓ ભરી શકે છે. જ્યારે પણ પોતાની ભૂલ હોય તો સોરી કહેવામાં સંકોચ ન કરો અને સાથે જ જ્યારે તમારા જીવનસાથી તમારા માટે કંઈ ખાસ કરે તો તેનો આભાર દિલથી માનો. આ બે આદતોમાં ફેરફાર કરશો તો પણ તમારા લગ્નજીવનમાં ખુશીઓ છલકાશે. 


આ પણ વાંચો: બોલિવૂડના આ ટોચના હીરો છેતરી ચુક્યા છે પત્નીને, લફરાંના કારણે એક હીરોનુ ભાંગ્યું ઘર


3. લગ્નને વર્ષો વીતી જાય તો પણ પોતાના જીવનસાથીને સમય અને મહત્વ આપવાનું ચૂકવું નહીં. જવાબદારીઓના ભારણ વચ્ચે પણ પોતાના જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી લેવાથી થાક પણ ઉતરી જશે અને સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહેશે. 


4. ઉંમર વધી ગઈ હોય અને લગ્નને પણ દાયકાઓ વીતી ગયા હોય તો પણ પોતાના જીવનસાથી સાથે સાથે હસી મજાક કરતા રહો. હસી મજાક જીવનમાં રોમાંચ વધારે છે. એકબીજાની ભૂલ ગણાવવામાં સમય પસાર કરવાને બદલે એકબીજા સાથે હસી મજાકથી સમય પસાર કરો. 


આ પણ વાંચો: પાર્ટનરને રોજ 6 સેકન્ડ Kiss કરવાથી સંબંધ ગાઢ બને છે, કિસ કરવાના ફાયદા જાણી ચોંકી જશો


5. જેમ જેમ ઉંમર વધે તેમ સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થવા લાગે છે. આ સ્થિતિમાં પોતાના જીવનસાથીને લઈને વધારે કેરિંગ બનવું જરૂરી છે. જો તમે તમારા પાર્ટનર પ્રત્યે કેર વ્યક્ત કરશો તો સંબંધોમાં પ્રેમ પણ જળવાઈ રહેશે અને પાર્ટનરને એ વાતનો અનુભવ થશે કે તમને તેની ચિંતા છે. 


6. લગ્ન જીવનને વર્ષો વીતી ગયા હોય તો પણ પોતાના જીવનસાથીની સરખામણી અન્ય કોઈ સાથે ન કરો. આમ કરવાથી તમારા પાર્ટનરને ખરાબ પણ લાગી શકે છે. જે તમારી સાથે વર્ષો સુધી સારા અને ખરાબ સમયમાં રહે તેનાથી વધારે સારા તમે અન્યને ગણાવો તો તમારા સંબંધોમાં સમસ્યા આવશે તે નક્કી છે. 


આ પણ વાંચો: Relationship Tips: છોકરીઓને છોકરાના શરીરના કયા અંગો સૌથી વધુ આકર્ષક લાગે ?


7. દરેક પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય તે સામાન્ય છે. પરંતુ કોઈ પણ સ્થિતિમાં ક્યારેય પોતાના પાર્ટનરને દુઃખ થાય તેવી વાત કરવી નહીં. ઝઘડો થાય તો પણ ઘર છોડીને જવાની, લગ્ન તોડવા જેવી વાત બોલીને સામેની વ્યક્તિને દુઃખ પહોંચાડવું નહીં. આવી વાતો મનમાંથી ક્યારેય જતી નથી. તેથી ક્રોધ પર કાબુ રાખો.