Wedding In Winter: ભારતમાં શિયાળો એટલે લગ્નની સીઝન. શિયાળામાં સૌથી વધુ લગ્ન થાય છે. છેલ્લા કેટલાક સમયથી લગ્નને લઈ લે લોકોનો ક્રેઝ પણ વધી ગયો છે જેના કારણે લોકો લાખો, કરોડો રૂપિયા બાળકોના લગ્નમાં ખર્ચી નાખે છે. શિયાળાની ઋતુમાં એટલા લગ્ન હોય છે કે મેરેજ હોલથી લઈને હનીમુન ડેસ્ટીનેશન પણ હાઉસફુલ જોવા મળે. ત્યારે પ્રશ્ન ચોક્કસથી થાય કે ભારતમાં શિયાળામાં સૌથી વધુ લગ્ન શા માટે થાય છે ? આજે તમને તેના પાંચ મુખ્ય કારણ જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Relationship: લગ્ન પછી પુરુષ પસાર થાય છે ડિપ્રેશનમાંથી, પરંતુ આ કારણે નથી જણાવતા કોઈ


શુભ મુહૂર્ત 


ભારતીય સંસ્કૃતિમાં લગ્ન શુભ મુહૂર્ત જોઈને કરવાના હોય છે. લગ્ન માટેના શુભ મુહૂર્ત મોટા ભાગે નવેમ્બર ડિસેમ્બર અને ફેબ્રુઆરીમાં આવે છે. આ 3 મહિનામાં સૌથી વધારે લગ્નના મુહૂર્ત હોય છે. 


વાતાવરણ અનુકૂળ 


શિયાળાની ઋતુ લગ્ન માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે આ સમયે ગરમી અને વરસાદની ચિંતા રહેતી નથી. વાતાવરણમાં ઠંડક હોવાને કારણે ભારે કપડાં પહેરવામાં સરળતા રહે છે અને મેકઅપ પણ લાંબો સમય ટકી રહે છે 


આ પણ વાંચો: EX ઝડપથી Move ON થઈ જાય તો દુ:ખી ન રહો, મનની મુંજવણમાંથી દુર કરવા આ વાતો રાખો યાદ


આર્થિક સ્થિરતા 


ભારતમાં એક મોટો વર્ગ ખેતી પર નિર્ભર હોય છે. શિયાળા સુધીમાં ખરીફ પાકો ઉતરી ગયા હોય છે અને ખેડૂતો તેમજ તેમના પરિવારની આર્થિક સ્થિરતા વધી ચૂકી હોય છે જે લગ્નના ખર્ચને હેન્ડલ કરવામાં મદદ કરે છે. 


ખાવા પીવાનો આનંદ 


શિયાળાની ઋતુમાં ખાવા પીવાનો આનંદ બમણો થઈ જાય છે. આ ઋતુ એવી હોય છે જ્યારે મીઠાઈથી લઈને ફરસાણમાં અલગ અલગ ગરમાગરમ પકવાન પીરસી શકાય છે. ઠંડા વાતાવરણમાં ભોજનની વસ્તુ જલ્દી ખરાબ પણ થતી નથી. 


આ પણ વાંચો: Parenting Tips: બાળક વાત ન માને તો શું કરવું? ટ્રાય કરો આ 5 રીત, દરેક વાત માનશે બાળક


રજાઓ 


શિયાળાની ઋતુ દરમ્યાન સ્કૂલ કોલેજથી લઈને ઓફિસમાં પણ ઘણી બધી રજાઓ આવતી હોય છે. જેના કારણે પરિવાર સાથે સારી રીતે સમય પણ પસાર કરી શકાય છે અને લગ્ન માટે સરળતાથી સમય કાઢી શકાય છે. 


રોમેન્ટિક જીવન 


શિયાળાની ઋતુ કપલ લગ્ન માટે એટલે પણ પસંદ કરે છે કે આ વાતાવરણ કપલ્સ માટે પરફેક્ટ હોય છે. ઠંડક ભર્યું વાતાવરણ રોમેન્ટિક રિલેશનને આગળ વધારવા માટે અનુકૂળ હોય છે કપલ વિન્ટર હનીમૂનને એન્જોય કરવા માટે પણ આ સીઝનમાં લગ્ન કરતા હોય છે.