Chaitra Navratri 2023: હિન્દુ ધર્મમાં નવરાત્રીનું ખૂબ જ મહત્વ છે. વર્ષ દરમિયાન ચાર નવરાત્રી પર્વ ઉજવવામાં આવે છે જેમાંથી બે ગુપ્ત નવરાત્રી હોય છે અને બે પ્રત્યક્ષ નવરાત્રી હોય છે. હિન્દુ નવ વર્ષની શરૂઆત ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસથી થાય છે જે આ વર્ષે 22 માર્ચે છે. ચૈત્રી નવરાત્રી 22 માર્ચથી શરૂ થશે અને 30 માર્ચે રામ નવમીના દિવસે સમાપ્ત થશે. આ વર્ષે ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે બે ખૂબ જ શુભ અને દુર્લભ સંયોગ સર્જવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


પૂજામાં મુકેલી આ વસ્તુને શુભ મુહૂર્તમાં રાખી દો તિજોરીમાં, ધનથી ભરેલી રહેશે તિજોરી


આ દિશામાં તુલસીનો છોડ રાખશો તો ઘરનું નીકળી જશે ધનોતપનોત... આ નિયમ જાણવો છે જરૂરી


આ વર્ષે પંચકમાં શરૂ થશે ચૈત્રી નવરાત્રી, જાણો કયા શુભ મુહૂર્તમાં કરવી પૂજા


આ વર્ષે નવરાત્રી પર્વની શરૂઆતમાં બે શુભ યોગ સર્જાશે. નવરાત્રીના દિવસે બ્રહ્મયોગ અને શુક્લ યોગ સર્જાશે. નવરાત્રીના પહેલા દિવસે બ્રહ્મયોગ સવારે 9 કલાક અને 18 મિનિટથી શરૂ થશે જે 23 માર્ચ સુધી રહેશે. સાથે જ 22 માર્ચે શુક્લ યોગ પણ હશે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને કહેવાય છે કે આ યોગ દરમિયાન પૂજા પાઠ કરવાથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. 


નવરાત્રીની પૂજાનું મુહૂર્ત


22 માર્ચ 2023 ના દિવસે નવરાત્રી શરૂ થાય છે. ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત 22 માર્ચે સવારે 6 કલાકથી શરૂ થશે અને 7:32 સુધી રહેશે. આ સમય દરમિયાન ઘરમાં વિધિ વિધાનથી ઘટસ્થાપન કરવું. ત્યાર પછી નવ દિવસ સુધી માતાની પૂજા કરવી. આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. નવરાત્રી દરમિયાન ઉપવાસ રાખવો અને નવરાત્રીના છેલ્લા દિવસે હવન કરી કન્યા પૂજન કરવું.