આ વર્ષે પંચકમાં શરૂ થશે ચૈત્રી નવરાત્રી, જાણો કયા શુભ મુહૂર્તમાં કરવી પૂજા અને કઈ વાતનું રાખવું ધ્યાન

Chaitra Navratri 2023: આ વર્ષની નવરાત્રી પંચકથી શરૂ થવાની છે. નવરાત્રી પહેલા 19 માર્ચે પંચક શરૂ થશે અને 23 માર્ચ સુધી રહેશે. આ પંચક રોગ પંચક છે જે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં નથી આવતું. પંચકથી નવરાત્રીની શરૂઆત થતી હોવાથી લોકોના મનમાં શંકા રહે છે કે ઘટસ્થાપન અને પૂજા કયા મુહર્તમાં કરવા.

આ વર્ષે પંચકમાં શરૂ થશે ચૈત્રી નવરાત્રી, જાણો કયા શુભ મુહૂર્તમાં કરવી પૂજા અને કઈ વાતનું રાખવું ધ્યાન

Chaitra Navratri 2023: હિન્દુ ધર્મમાં નવરાત્રીના પર્વને ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ રૂપની આરાધના કરવામાં આવે છે. વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવે છે. પરંતુ તેમાં સૌથી વધારે ધાર્મિક મહત્વ ચૈત્રી નવરાત્રીનું હોય છે. ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસથી હિન્દુ નવ વર્ષની શરૂઆત થાય છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન પણ નવ દિવસ લોકો વ્રત રાખે છે અને માતાજીની ઉપાસના કરે છે. આ વર્ષે નવરાત્રી 22 માર્ચથી શરૂ થશે, 29 માર્ચે દુર્ગા અષ્ટમી ઉજવાશે અને 30 માર્ચે રામ નવમી થશે. 

આ પણ વાંચો:

નવરાત્રિના આ નવ દિવસ ખૂબ જ પવિત્ર અને ચમત્કારી હોય છે. શ્રદ્ધાપૂર્વક માતાજીની આરાધના કરવામાં આવે તો મનોકામના અચૂક પૂરી થાય છે. જોકે આ વર્ષની નવરાત્રી પંચક થી શરૂ થવાની છે. નવરાત્રી પહેલા 19 માર્ચે પંચક શરૂ થશે અને 23 માર્ચ સુધી રહેશે. આ પંચક રોગ પંચક છે જે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં નથી આવતું. પંચક થી નવરાત્રી ની શરૂઆત થતી હોવાથી લોકોના મનમાં શંકા પણ છે કે ઘટસ્થાપન અને પૂજા કયા મુહર્તમાં કરવી.

ઘટસ્થાપનનું મુહૂર્ત

આવશ્ય ચૈત્રી નવરાત્રીની શરૂઆત શુકલયોગમાં થાય છે. આ યોગ 22 માર્ચ સવારે 9:18 સુધી રહેશે. ત્યાર પછી બ્રહ્મયોગ શરૂ થશે જે બીજા દિવસે સવારે છ વાગ્યા સુધી રહેશે. એટલે કે આ બધા જ યોગમાં માતાજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.

પંચકમાં ચૈત્રી નવરાત્રીની પૂજા વિધિ 

માં શક્તિની આરાધના કરવાનો પર્વ નવરાત્રી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે પંચક છે પરંતુ દુર્ગા માતાની પૂજા કરવામાં પંચકની કોઈ અસર નડશે નહીં. ખાસ ધ્યાન એ વાતનું રાખવું કે નવરાત્રી પહેલા ઘરની સફાઈ સારી રીતે કરવી. જે સ્થાન પર ઘટસ્થાપન કરવાનું હોય ત્યાં ગંગાજળ છાંટીને જગ્યાને પવિત્ર કરી લો. ત્યાર પછી દિપક પ્રજવલિત કરીને પૂજાની શરૂઆત કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news