Lizard Indication: સામાન્ય રીતે દરેકના ઘરમાં ગરોળી સહિતના કીડા મકોડા અવાર નવાર જોવા મળે છે. ઘણા લોકો તેની અવગણના કરે છે, તો કેટલાક લોકો સુગ અને ડરના કારણે તેને ભગાડવા માટેના ઉપાયો કરે છે. જેમાં સૌથી વધુ ચર્ચાઓ અને ઉપાયો ગરોળીને લઈને કરવામાં આવે છે. મોટાભાગના લોકોના ઘરમાં ગરોળી જોવા મળે જ છે. આ જીવ આમ તો ચુપચાપ ઘરની દિવાલો પર જોવા મળે છે. પરંતું તેનાથી લોકો ખૂબ ડરે છે. ઘરમાં ગરોળી આવે કે તેને તુરંત ઘરની બહાર કાઢવાના પ્રયત્ન શરુ થઈ જાય છે.  જો કે જ્યોતિષ શાસ્ત્રમાં ગરોળી વિશે ઘણી વાતો કહેવામાં આવી છે. કેટલાક લોકો ગરોળી દેખાવી શુભ ગણે છે તો કેટલાક લોકો અશુભ માને છે. તો આજે તમને જણાવીએ ખરેખર ઘરમાં ગરોળી હોવી તે કેવો સંકેત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


Lizard: હાથ પર અચાનક ગરોળી પડે તો થાય છે લાભ, જાણો અંગ પર ગરોળી પડવાના સંકેતો વિશે


મોડી રાત્રે જ નીકળે કિન્નરની અંતિમ યાત્રા, મૃતદેહ સાથે કરવામાં આવે છે આ કામ


Budh Gochar 2023: બુધના ગોચરથી સર્જાયો ગજકેસરી રાજયોગ, આ 6 રાશિના લોકોને થશે લાભ


સામાન્ય રીતે આપણાં ઘરમાં કે ઓફિસમાં ક્યાંય પણ ગરોળી દેખાય તો આપણને અરૂચી થઈ જાય છે. ગરોળીથી સૌથી વધુ ચિતરી ચઢતી હોય છે પણ શું તમે જાણો છો કે આ ગરોળી તમારી કિસ્મત બદલી શકે છે ? ગરોળી તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે. જો ગરોળી તમારા પર પડે અને એ સમયનું મુહૂર્ત જો યોગ્ય હોય તો તમારી નૈયા પાર લાગી શકે છે. જો ધનતેરસના દિવસે તમારી પીઠ પર ગરોળી પડે તો તમે ન્યાય થઈ જશો. ઘરમાં ફરતી ગરોળી અચાનક જો કોઈ વ્યક્તિના શરીર પર પડે તો તેનાથી તેને લાભ થશે કે નુકસાન તેનો સંકેત મળે છે. 


- ગરોળી જો માથા પર પડે તો તેને શુભ માનવામાં આવતું નથી. ગરોળીનું માથા પર પડવું સંકેત છે કે ભવિષ્યમાં કોઈ અશુભ ઘટના ઘટી શકે છે. પરંતુ જો ગરોળી ગરદન ઉપર પડે તો સમજવું કે સમાજમાં માન સન્માનમાં વૃદ્ધિ થશે. 


- ગરોળી ગાલ ઉપર પડે તો જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. પરંતુ જો ઘરમાં બે ગરોળી ઝગડતી જોવા મળે તો સમજી લેવું કે પરિવારમાં કે મિત્રો સાથે ઝઘડો થઈ શકે છે. 


- આવું ઓછું બને છે પરંતુ જો તમને ગરોળીનો અવાજ સંભળાય તો સમજી લેવું કે આવનારા સમયમાં તમને ખૂબ મોટા સમાચાર મળવાના છે. જો બે ગરોળી ઝગડતી હોય અને તેમાંથી એક તમારા માથા પર પડે તો સમજી લેવું કે તમે ધનવાન બનવાના છો.


- ઘરમાં ગરોળી જોવા મળે કે તુરંત જ તેને ભગાડવાના ઉપાય કરવામાં આવે છે પરંતુ શુકનશાસ્ત્રમાં કહેવાયું છે કે શરીરના કેટલાક અંગો ઉપર અચાનક ગરોળી પડે તો તે શુભ સંકેત છે. ગરોળીનું શરીર પર પડવું આવનાર સમયમાં થનાર લાભ તરફ સંકેત કરે છે. 


આ પણ વાંચો: 


Dhan Prapti Upay: પૈસાથી છલોછલ રહેશે તિજોરી, જો કરી લેશો આ સરળ કામ


Astro Tips: મીઠાના આ ટોટકા રંકને પણ બનાવી શકે છે રાજા, કરવાથી અચાનક થાય છે ધન લાભ


Shukra Dosh: આ સરળ ઉપાય અને મંત્ર જાપથી શુક્ર દોષ થશે દુર, જીવનમાં મળશે સુખ-સમૃદ્ધિ


-  શાસ્ત્રોમાં ગરોળીને રૂપિયાની દ્રષ્ટિએ શુભ માનવામાં આવે છે. ગરોળીનો સંબંધ ધન અને માતા લક્ષ્મી સાથે છે. આ જ કારણ છે કે નવા ઘરની વાસ્તુ પૂજામાં પણ ચાંદીની ગરોળીનો ઉપયોગ કરવામાં આવે છે. ઘરમાં ગરોળી હોય તો સુખ-સમૃદ્ધિ આવે છે તેવી માન્યતા છે.


- શુકન અને વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરની આસપાસ ગરોળી જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે નજીકના ભવિષ્યમાં પૈસા મળવાનો સંકેત આપે છે. જો દિવાળીની રાત્રે ઘરમાં ગરોળી દેખાય તો માની લો કે માં લક્ષ્મી આખા વર્ષ દરમિયાન તમારા પર અપાર આશીર્વાદ વરસાવશે. તે સુખ અને ધન પ્રાપ્તિનો સંકેત હોય છે.


-  ઘરમાં એક સાથે 3 ગરોળી જોવી પણ ખૂબ જ શુભ હોય છે. આવું થવું એ કોઈ સારા સમાચાર મળવાનો સંકેત છે. જો તમે નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છો અને તે જ સમયે ગરોળી દેખાય છે, તો તે ખૂબ જ શુભ છે. તેનો અર્થ એ છે કે તમને પૂર્વજોનો આશીર્વાદ છે અને માં લક્ષ્મી પણ તેમના આશીર્વાદ વરસાવશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)