Dhan Prapti Upay: પૈસાથી છલોછલ રહેશે તિજોરી, જો કરી લેશો આ સરળ કામ

Dhan Prapti Achuk Upay: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરની તિજોરી ધનથી હંમેશા ભરેલી રહે. માતા લક્ષ્મીની કૃપા ઘર ઉપર રહે તેવા પ્રયત્નો લોકો કરતા હોય છે. સુખી અને સમૃદ્ધ જીવન જીવવા માટે લોકો ખૂબ મહેનત પણ કરે છે. પરંતુ તેમ છતાં મોટા ભાગના લોકો પૈસાના અભાવમાં જીવન જીવતા હોય છે. 

Dhan Prapti Upay: પૈસાથી છલોછલ રહેશે તિજોરી, જો કરી લેશો આ સરળ કામ

Dhan Prapti Achuk Upay: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરની તિજોરી ધનથી હંમેશા ભરેલી રહે. માતા લક્ષ્મીની કૃપા ઘર ઉપર રહે તેવા પ્રયત્નો લોકો કરતા હોય છે. સુખી અને સમૃદ્ધ જીવન જીવવા માટે લોકો ખૂબ મહેનત પણ કરે છે. પરંતુ તેમ છતાં મોટા ભાગના લોકો પૈસાના અભાવમાં જીવન જીવતા હોય છે. આવું થવાનું મુખ્ય કારણ વાસ્તુદોષ પણ હોઈ શકે છે. આવા દોષને દૂર કરવા અને ધન પ્રાપ્તિનો રસ્તો ખોલવાના કેટલાક ઉપાય વસ્તુ શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે. આ સરળ ઉપાય કરવાથી વ્યક્તિ લખપતિ બની શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરીમાં કેટલીક શુભ વસ્તુઓ રાખવાથી ધન સંબંધિત સમસ્યાથી મુક્તિ મળે છે. તો ચાલો તમને જણાવીએ કે તિજોરીમાં કઈ વસ્તુ રાખવાથી ધન આકર્ષિત થાય છે.

આ પણ વાંચો: 

સોપારી

ઘરમાં જ્યારે કોઈ ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવે તો તેમાં જે સોપારીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેને તિજોરીમાં રાખવી જોઈએ. આમ કરવાથી ઘરમાં બરકત રહે છે. 

કોડી

શુક્રવારના દિવસે એક લાલ કપડામાં સાત કોડી બાંધી અને તિજોરીમાં રાખી દેવી જોઈએ. માન્યતા છે કે તેનાથી સુખ સૌભાગ્ય વધે છે. માતા લક્ષ્મી ઘરમાં સ્થાયી વાસ કરે છે.

તુલસીના પાન

વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરીમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજામાં જે તુલસીનો ઉપયોગ થયો હોય તેને પણ રાખી શકાય છે. તેને તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા ઘર ઉપર રહે છે અને તિજોરી ધનથી ભરેલી રહે છે. 

કુબેર મૂર્તિ

તિજોરીમાં ધન અને સમૃદ્ધિના દેવતા કુબેર ભગવાનની મૂર્તિ અથવા તો ફોટો રાખવો જોઈએ. તેનાથી ઘરમાં ક્યારેય પૈસાની તંગી સર્જાતી નથી.

હળદર

જો તમારી ઈચ્છા હોય કે તમારા ઘર ઉપર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે તો તિજોરીમાં હળદરની ગાંઠ રાખી દેવી. માતા લક્ષ્મી હંમેશા આવા સ્થાનમાં નિવાસ કરે છે

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news