Dev Uthani Ekadashi 2023: 29 જૂન 2023 અને ગુરુવારે ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં સુઈ ગયા હતા. દેવ શયની એકાદશી પછી 23 નવેમ્બર અને ગુરુવારે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન ચીર નિંદ્રામાંથી જાગશે. આ વર્ષની દેવ ઉઠી એકાદશી વર્ષમાં આવતી બધી જ એકાદશી કરતા સૌથી મહત્વપૂર્ણ છે. આ દિવસે ચાતુર્માસ સમાપ્ત થાય છે અને બધા જ માંગલિક કાર્ય જેમ કે લગ્ન, જનોઈ, ગૃહ પ્રવેશ વગેરે શરૂ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Budh Gochar: 27 નવેમ્બરથી આ રાશિઓનો ગોલ્ડન પીરિયડ થશે શરુ, ચારેતરફથી થશે ધન લાભ


5 સભ્યોમાં ઉજવાશે દેવ ઉઠી એકાદશી


દેવ ઉઠી એકાદશીના દિવસે પાંચ શુભ યોગ બની રહ્યા છે. જેમાં રવિ યોગ, સર્વાર્થ સિદ્ધ યોગ, વજ્ર યોગ, પરાક્રમ યોગ, બુધ આદિત્ય યોગનો સમાવેશ થાય છે. આ પાંચ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાનું વિશેષ ફળ મળે છે. દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાનના શાલીગ્રામ સ્વરૂપ સાથે તુલસી વિવાહ કરવાની પણ પરંપરા છે. આ વર્ષે તુલસી વિવાહનું મુહૂર્ત 23 નવેમ્બર ગુરુવારે સવારે 10:00 કલાક થી રાત્રે 9 કલાક સુધીનું છે.


આ પણ વાંચો:Shukra Gochar 2023: આ 3 રાશિના લોકો ડિસેમ્બરમાં કરશે જલસા, જીવશે વૈભવી જીવન


દેવ ઉઠી એકાદશીના ઉપાય


- આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન વિષ્ણુને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો.


- ઘરમાં સુખ શાંતિ રહે તે માટે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો કરો અને ઘરના આંગણામાં તેમજ મુખ્ય દ્વાર પર પણ દીવા કરો.


- આર્થિક તંગી દૂર કરવા માટે આ દિવસે ઓમ હ્રિં ક્લીંમ મહાલક્ષ્મી નમઃ મંત્રની પાંચ માળા કરો.


- પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી ગાયત્રી મંત્રનો જાપ કરો અને તુલસીનો છોડમાં જળ ચડાવો.


આ પણ વાંચો: દીકરા-દીકરીના લગ્ન લેવાના હોય તો જાણી લો, દેવદિવાળી બાદ આખા વર્ષમાં માત્ર 44 મુહૂર્ત


- ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે તે માટે સંધ્યા સમયે તુલસીના છોડ પાસે ગાયના ઘીનો દીવો કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો.


- નોકરી અને વેપારમાં સફળતા માટે ૐ શ્રી હ્રં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ ૐ શ્રીં હ્રં શ્રીં ૐ ધન ધાન્ય સમૃદ્ધિ મહાલક્ષ્મયૈ નમ: લક્ષ્મી મંત્રની પાંચ માળા કરો.


- ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયીવાસ થાય તે માટે તુલસી વિવાહના દિવસે ભગવાનના શાલીગ્રામ સ્વરૂપના તુલસી સાથે વિવાહ કરાવો. આ દિવસે ઘરમાં વિવાહ કરાવવાથી તમામ પ્રકારની સમસ્યાઓ કલેશ, પાપ અને દુઃખ દૂર થઈ જાય છે.


આ પણ વાંચો: હળદરના આ ઉપાયથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી થશે પ્રસન્ન, કારતક મહિનામાં અચૂક કરો


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)