Budh Guru Kendra Drishti: સપ્ટેમ્બર મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ વિશેષ છે. આ મહિનામાં સૂર્ય ગ્રહે કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે અને કન્યા સંક્રાંતિનો પ્રારંભ થયો છે. સપ્ટેમ્બર મહિનામાં બુધ, શુક્ર, મંગળ અને ગુરુ પણ પોતાની ચાલ બદલશે. ગ્રહોના આ પરિવર્તનના કારણે દરેક રાશિના જીવનમાં ફેરફાર જોવા મળશે. જેમાં સૌથી ખાસ બુધ અને ગુરુની કેન્દ્ર દ્રષ્ટિ રહેશે. 18 સપ્ટેમ્બરથી વાણી, વિવેક, વેપારના કારક ગ્રહ બુધ એ જ્ઞાન, ધન, સંતાન અને વિવાહના કારક ગ્રહ ગુરુ સાથે 90 ડિગ્રી પર સમકોણીય અવસ્થામાં કેન્દ્ર દ્રષ્ટિ યોગ બનાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Vastu Tips: ઘરમાં હોય તો તુરંત ફેંકી દો આ 5 વસ્તુ, પરિવારને રોડ પર લાવી દેશે આ વસ્તુ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ અને ગુરુના આ સંયોગથી 12 રાશિ પર જે દૃષ્ટિ પડે છે તેને કેન્દ્ર દ્રષ્ટિ કહેવાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે બે શુભ ગ્રહ સમકોણીય અવસ્થામાં હોય ત્યારે આ યોગ સર્જાય છે. બુધ અને ગુરુના કેન્દ્ર દ્રષ્ટિ યોગના કારણે ત્રણ રાશિના લોકોને સૌથી વધુ લાભ થવાની સંભાવના છે. આ ત્રણ રાશિ કઈ છે ચાલો તમને જણાવીએ. 


બુધ ગુરુની કેન્દ્ર દ્રષ્ટિથી આ 3 રાશિને થશે લાભ 


આ પણ વાંચો:  મંગળની બેવડી ચાલ 5 રાશિઓને બનાવશે સમૃદ્ધ, નવી નોકરી મળશે અને વધશે બેંક બેલેન્સ


મિથુન રાશિ 


મિથુન રાશિના લોકોને બુધ અને ગુરુની કેન્દ્ર દ્રષ્ટિ લાભ કરાવનાર સાબિત થશે. આ રાશિના લોકોની બુદ્ધિ અને જ્ઞાનમાં પરિપક્વતા આવશે. શિક્ષા સંબંધિત કે લેખન સંબંધિત કાર્ય કરનાર લોકોની કલામાં નિખાર આવશે. નોકરી કરતા લોકોની જવાબદારીઓ વધશે. અધિકાર ક્ષેત્રમાં વધારો થશે. સંબંધો માટે શુભ સમય. જીવનસાથી સાથે સાથે સંબંધ મધુર રહેશે. અવિવાહિક લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. 


આ પણ વાંચો: Shani Gochar 2024: શનિના રાશિ પરિવર્તનથી 3 રાશિઓનું ભાગ્ય ચમકશે, ચારેતરફથી ધન વરસશે


સિંહ રાશિ


બુધ ગુરુની કેન્દ્ર દ્રષ્ટિ સિંહ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધારશે. બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતા વધશે. નેતૃત્વની ક્ષમતામાં વૃદ્ધિ થશે. સમાજમાં માન સન્માન વધશે. વેપારમાં વૃદ્ધિ થશે. નવો પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે. પારિવારિક સંબંધ મધુર થશે. લાઈફ પાર્ટનરની આવકમાં વધારો થશે. 


આ પણ વાંચો: સાડાસાતી કે ઢૈયાની સમસ્યાઓ આ ઘરના લોકોને નથી નડતી, આ વસ્તુઓ બચાવે છે શનિ દોષ


ધન રાશિ


ધન રાશિના જાતકો માટે આ યોગ અનુકૂળ સાબિત થશે. વિપરીત પરિસ્થિતિઓમાં પણ આ રાશિના લોકો ઉર્જાવાન અને ઉત્સાહી રહેશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય. ઉચ્ચ શિક્ષણમાં સફળતા મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. વેપારીઓના નવા સોદા ફાઇનલ થઈ શકે છે. લવ લાઇફમાં સુધારો થશે. દરમિયાન સ્વાસ્થ્ય પણ સારું રહેશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)