Chandra Grahan 2023: 5 મે 2023 ના રોજ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થશે. આ વર્ષે 12 વર્ષ પછી મેષ રાશિમાં ચંદ્રગ્રહણના દિવસે સૂર્ય, બુધ, ગુરુ અને રાહુ ચતુર્ગ્રહી યોગ બનાવી રહ્યા છે. ચંદ્રગ્રહણ નું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ હોય છે. ધાર્મિક દ્રષ્ટિએ ચંદ્રગ્રહણને અશોક માનવામાં આવે છે. તેમાં પણ આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ કેટલીક રાશિના લોકો ઉપર શુભ પ્રભાવ પાડશે તો કેટલીક માટે અશુભ સાબિત થશે. તો ચાલો તમને જણાવીએ કે મે મહિનામાં જે ચંદ્રગ્રહણ થવાનું છે તે કઈ ચાર રાશિ માટે અશુભ સાબિત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ રાશિની યુવતીઓને માનવામાં આવે છે લક્ષ્મીજીનું સ્વરુપ, પતિ માટે સાબિત થાય છે લકી


મંગળ ગ્રહ કરશે કર્ક રાશિમાં પ્રવેશ, આ રાશિ પરિવર્તનથી 3 રાશિઓની વધશે આવક


Astro Tips: દુર્ભાગ્ય દુર કરી સમૃદ્ધિ લાવે છે દીવો, જાણો દીવા સાથે જોડાયેલા ઉપાય


આ રાશિના લોકોએ રહેવું સાવધાન


તુલા રાશિ


ચંદ્રગ્રહણ આ રાશિના જાતકો માટે અશુભ સાબિત થઈ શકે છે. ચંદ્રગ્રહણ ના કારણે તુલા રાશિના લોકોને નોકરી અને પરિવારમાં માનસિક ચિંતાનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન જીવનસાથી સાથે સાથે મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ પ્રભાવ જોવા મળશે. ગ્રહણ શરૂ થાય ત્યારથી પૂરું થાય ત્યાં સુધી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો.


મેષ રાશિ


વર્ષના પહેલા ચંદ્ર ગ્રહણ પર ચંદ્ર અને કેતુની યુતી પણ સર્જાઈ રહી છે જેમાં ચંદ્રમાની દ્રષ્ટિ મેષ રાશિ પર પડશે. તેવામાં મેષ રાશિના લોકોએ ચંદ્રગ્રહણ પર સાવધાની રાખવી પડશે. આ સમય દરમિયાન આર્થિક નિર્ણય સમજી વિચારીને લેવા. ઉતાવળમાં કોઈપણ નિર્ણય ન કરવો. ચંદ્રગ્રહણ મેષ રાશિના લોકોને માનસિક રીતે ચિંતા કરાવી શકે છે.


કર્ક રાશિ


મે મહિનામાં જે ચંદ્રગ્રહણ થવાનું છે તે કર્ક રાશિના લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડશે. નોકરી કરતા લોકોના કાર્યોમાં સમસ્યાઓ આવી શકે છે. વેપાર અંગે કોઈ મોટો નિર્ણય ન લેવો નહીં તો આર્થિક નુકસાન થઈ શકે છે.


વૃષભ રાશિ


ચંદ્રગ્રહણ નો અશુભ પ્રભાવ વૃષભ રાશિના લોકો પર પણ જોવા મળશે. આ સમય દરમિયાન મન અશાંત રહેશે અને પરિવારમાં વિવાદ પણ થઈ શકે છે. આ સમય દરમિયાન વાણી પર સંયમ રાખવો નહીં તો સંબંધો ખરાબ થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)