નવી દિલ્હી: ક્રિસમસ વર્ષનો છેલ્લો અને સૌથી મોટો તહેવાર માનવામાં આવ છે. આજ કારણ છે કે દુનિયાના દરેક ભાગમાં આ તહેવારને ધામધૂમથી ઉજવવામાં આવે છે. કહેવામાં આવે છે કે 25 ડિસેમ્બરે પ્રભુ ઇસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો અને ત્યારથી તેમના જન્મ દિવસ નિમિતે આ દિવસને ઉજવવામાં આવે છે. પ્રભુ ઇસુ ખ્રિસ્તનો જન્મ દિવસ ઉજવવા માટે તેમના ઘરને સણગારવામાં આવે છે અને કેક કાપીને એક બીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. એવામાં હમેશા આપણા મનમાં એક સવાલ ઉભો થાય છે કે ક્રિસમસ પર સાંતા ક્લોઝનું ચલણ ક્યાંથી આવ્યું, અથવા તો કહેવાય છે કે સાંતા આપણી દુનિયામાં ક્યાંથી આવ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: 12 વર્ષના લિયોએ શરૂ કરી પોતાની સ્કૂલ, આપે છે ફ્રીમાં એજ્યુકેશન


ક્રિસમસ પર સાંતા ક્લોઝનું તેનું અલગ જ મહત્વ છે. જે ક્રિસમસ પર આવે છે અને બાળકોને ગિફ્ટ અને ચોક્લેટ્સ આપે છે. સાંતા ક્લોઝને લઇને કેટલાક લોકોનું માનવું છે કે સાંતા બીજું કોઇ નહીં ભગવાન ઇસુના પિતા જ છે અને એટલા માટે તેઓ તેમના બાળકના જન્મ દિવસ પર ખુશ થઇને બાળકો અને અન્ય લોકોને ચોક્લેટ્સ અને ગિફ્ટ વહેંચે છે. તો બીજી બાજુ કેટલાક લોકોનું કહેવું છે કે સાંતા ક્લોઝ ભગવાન ઇસુ દ્વારા મોકલવામાં દુત છે. જે ક્રિસમસ પર લોકોને સુખ વહેંચવા માટે આવે છે.


વધુમાં વાંચો: ઈન્ડોનેશિયામાં ફરી આવી શકે છે સુનામી, લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવાની ચેતવણી


પરંતુ શું તમે જાણો છો કે આ સાંતા ક્લોઝ કોણ છે અને તેની સાથે ક્રિસમસનું શું કનેક્શન છે? હકીકતમાં ક્રિસમસ ફાધર કહેવાતા સાંતા ક્લોઝ વિષે જે પ્રમાણ મળ્યા છે તેનાતી જાણવા મળે છે કે સાંતા ક્લોઝનું ક્રિસમસ અને ભગવાન ઇસુ સાથે કોઇ સંબંધ નથી. પ્રમાણોથી જાણવા મળે છે કે ભગવાન ઇસુનો જન્મના 280 વર્ષ પછી તુર્કિસ્તાનના માયરા નામના શહેરમાં જન્મેલા સંત નિકોલ્સ જ સાંતા ક્લોઝ છે. ખરેખરમાં, સંત નિકોલસને બાળકોથી ખુબ જ પ્રેમ હતો અને તેઓ ગરબી બાળકોની મદદ કરવા માટે ઘણીવાર તેમને ગીફ્ટ અને ચોક્લેટ આપતા હતા.


વધુમાં વાંચો: દારૂ પીને લોકો કેમ સટાસટ અંગ્રેજી બોલે છે? આખરે થઈ ગયો ખુલાસો


સાંતા ક્લોઝને આજે જે પ્રચલિત ના છે તે સંત નિકોલસનું ડચ નામ સિંટર ક્લોઝથી આવ્યું છે જે ત્યારબાદ સાંતા ક્લોઝ (Santa Claus) થઇ ગયું છે. સાંતાનું આધુનિક રૂપ 19મી સદીમાં આવ્યું હતું. સંત નિકોલસે બાળપણમાં તેમના માતા પિતાને ગુમાવી દીધા હતા. બાળપણથી જ ભગવાન ઇસુમાં તેમને ઘણી આસ્થા હતા. સંત નિકોલસ મોટા થઇને ઇસાઇ ધર્મના પાદરી બન્યા અને બાદમાં વિશપ બન્યા હતા. બાળકોથી તેમને ખાસ પ્રમે હતો. તેમણે બાળકોને ભેટ આપવી ખુબજ પસંદ હતી.


વર્લ્ડના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...