Budh Uday 2023: દિવાળીની રોનક અત્યારથી જ દેખાવા લાગી છે. દર વર્ષે આ તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ વર્ષનો આ સમય ખૂબ જ ખાસ હોય છે. જોકે આ વર્ષે નવેમ્બર મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ પણ ખૂબ જ ખાસ રહેવાનો છે. નવેમ્બરમાં દિવાળીની ઉજવણી સાથે કેટલાક મહત્વપૂર્ણ ગ્રહોનું ગોચર થવા જઈ રહ્યું છે. દિવાળી પહેલા શનિ અને શુક્રનું રાશિ પરિવર્તન થયું છે અને હવે દિવાળીના બીજા જ દિવસે ધન, વેપાર, વાણી, તર્ક અને બુદ્ધિનો કારક ગ્રહ બુધ ઉદય થવા જઈ રહ્યો છે. 12 નવેમ્બર અને રવિવારે દિવાળી ઉજવાશે અને બીજા દિવસે એટલે કે 13 નવેમ્બરે બુધ ગ્રહનો ઉદય થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Margi Shani 2023: 7 મહિના સંભાળીને રહે આ 5 રાશિઓ, માર્ગી શનિ જીવનમાં વધારશે સંકટ


બુધ ગ્રહનો વૃશ્ચિક રાશિમાં ઉદય થશે જેના કારણે કેટલીક રાશિના લોકોને કારકિર્દી અને વેપારમાં લાભ થવા લાગશે. ખાસ કરીને ત્રણ રાશિ એવી છે જેમને બુધ ગ્રહનું ઉદય થવું લાભ કરાવશે. એમ કહી શકાય કે આ રાશિના લોકોના જીવનનો ગોલ્ડન પિરિયડ 13 નવેમ્બરથી શરૂ થશે. જેમાં તેઓ સફળતાના શિખરો સર કરશે.


બુધના ઉદય થવાથી આ રાશિઓને થશે લાભ


આ પણ વાંચો: ઘરમાં હંમેશા રહેશે સુખ-સમૃદ્ધિ, કારતક મહિનામાં 30 દિવસ કરો તુલસી સંબંધિત આ ઉપાય


કન્યા રાશિ


બુધ ગ્રહનું ઉદય થવું કન્યા રાશિના લોકો માટે લાભકારી સાબિત થશે. આ સમય દરમિયાન ભાઈ બહેન તરફથી અભૂતપૂર્વ સહયોગ મળશે. કારકિર્દીમાં પણ મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમે સારું પ્રદર્શન કરશો આ સમયે અચાનક ધન લાભ પણ થઈ શકે છે સાહસ અને ઊર્જામાં વધારો થશે જીવનમાં એક પછી એક ખુશીઓ આવશે. વેપારમાં નફો વધશે.


આ પણ વાંચો: જીવનના ચાર મોટા કષ્ટને દુર કરે છે હનુમાન ચાલીસાની આ ચોપાઈ, જાપ કરવાથી સંકટ થશે દુર


વૃશ્ચિક રાશિ


વૃશ્ચિક રાશિના લોકોને બુધનું ઉદય થવું વિશેષ લાભ આપશે. આ રાશિમાં જ બુધ ઉદય થશે જેના કારણે આ રાશિના લોકોની પર્સનાલિટી આકર્ષક બનશે. કાર્યશૈલી પણ સારી રહેશે અને બુદ્ધિમતાના દમ પર તમે સારા નિર્ણય લઈ શકશો. આ સમયે લીધેલા નિર્ણયથી ફાયદો થશે કારકિર્દીની દ્રષ્ટિએ આ ઉત્તમ સમય વૈવાહિક જીવન પણ સારું રહેશે.


આ પણ વાંચો: Shani Margi: આજથી શનિ મહારાજ આપશે અપાર આનંદ, દિવસ-રાત રુપિયામાં રમશે આ રાશિના લોકો


મકર રાશિ


બુધ ગ્રહનું ઉદય થવું મકર રાશિના લોકોને પણ શુભ ફળ આપશે. આ સમય દરમિયાન એક કરતાં વધારે આવકના સ્ત્રોત સામે આવશે અને આવકમાં વધારો થવાથી આર્થિક સમસ્યા દૂર થશે. વેપારી વર્ગને નફો થશે. આ સમય રોકાણ કરવા માટે પણ યોગ્ય છે. જોખમ ભરેલા રોકાણથી પણ સારું રિટર્ન મળી શકે છે. આ સમય દરમિયાન પારિવારિક સુખમાં વધારો થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)