Hanuman Chalisa: જીવનના ચાર મોટા કષ્ટને દુર કરે છે હનુમાન ચાલીસાની આ ચોપાઈ, જાપ કરવાથી સંકટ થાય છે દુર

Hanuman Chalisa: કળિયુગના સમયમાં ભગવાન હનુમાનને બધા જ પ્રકારના કષ્ટ દૂર કરતાં દેવતા માનવામાં આવે છે. માન્યતા છે કે હનુમાનજી ધરતી પર આજે પણ ભ્રમણ કરે છે. તેમને યાદ કરવાથી ભક્તોના કષ્ટ દૂર થઈ જાય છે.

Hanuman Chalisa: જીવનના ચાર મોટા કષ્ટને દુર કરે છે હનુમાન ચાલીસાની આ ચોપાઈ, જાપ કરવાથી સંકટ થાય છે દુર

Hanuman Chalisa: હિન્દુ માન્યતા અનુસાર દેવી-દેવતાઓની પૂજા કરવાથી અને મંત્ર જાપ કરવાથી જીવનમાં આવેલા કષ્ટ દૂર થઈ શકે છે. હિન્દુ ધર્મમાં આ જ કારણથી મંત્ર જાપને શુભ અને શક્તિશાળી માનવામાં આવે છે. કળિયુગના સમયમાં ભગવાન હનુમાનને બધા જ પ્રકારના કષ્ટ દૂર કરતાં દેવતા માનવામાં આવે છે. માન્યતા છે કે હનુમાનજી ધરતી પર આજે પણ ભ્રમણ કરે છે. તેમને યાદ કરવાથી ભક્તોના કષ્ટ દૂર થઈ જાય છે. 

ભક્તો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. હનુમાન ચાલીસા માં દરેક સમસ્યાનું સમાધાન છુપાયેલું છે. વ્યક્તિ જો સાચા મનથી ભગવાન હનુમાનને યાદ કરે અને હનુમાન ચાલીસાનો પાઠ કરે તો તેના જીવનના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે. આજે તમને વિસ્તારપૂર્વક જણાવીએ વ્યક્તિના જીવનની એવી ચાર સમસ્યાઓ વિશે જેનું નિવારણ હનુમાન ચાલીસાની ચોપાઈમાં છુપાયેલું છે.

સારા સ્વાસ્થ્ય માટે

જો ઘરમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય અને દવા કર્યા પછી પણ તેનું સ્વાસ્થ્ય અને સારું રહેતું ન હોય તો સવારે અને સાંજે 108 વાર "નાસે રોગ હરે સબ પીરા જો સુમેરે હનુમત બીલબીરા" આ ચોપાઈ નો 108 વખત જાપ કરવો. સાથે જ મંગળવારે હનુમાન ચાલીસા નો પાઠ કરવો.

ડર દૂર કરવા

જો કોઈ વાતને લઈને મનમાં અજાણ્યો ડર રહેતો હોય તો તેને દૂર કરવા માટે " ભૂત પિસાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે.." આ ચોપાઈનો 108 વખત જાપ કરવો જોઈએ.

શક્તિ પ્રાપ્ત કરવા

જો કોઈ વ્યક્તિને શક્તિ પ્રાપ્ત કરવી હોય તો રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં અડધી કલાક " અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા અસ બર દિન જાનકી માતા" આ ચોપાઈનો જાપ કરવો.

ધન અને વિદ્યા પ્રાપ્તિ માટે

જો જીવનમાં ધન કે વિદ્યા સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે " બીદ્યાબાન ગુની અતિ ચાતુર રામ કાજ કરીબે કો આતુર" આ ચોપાઈનો 108 વખત જાપ કરવો

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news