Tulsi Ke Upay: ઘરમાં હંમેશા રહેશે સુખ-સમૃદ્ધિ, કારતક મહિનામાં 30 દિવસ કરો તુલસી સંબંધિત આ ઉપાય
Tulsi Ke Upay: કારતક મહિનામાં તુલસીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ યોગનિંદ્રામાંથી જાગે છે. ત્યાર પછી બધા શુભ કાર્યોની શરૂઆત થાય છે. આ દરમિયાન તુલસી સંબંધિત કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.
Trending Photos
Tulsi Ke Upay: કારતક મહિનામાં તુલસીની પૂજા કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. તુલસીની પૂજા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. આમ તો તુલસીની પૂજા રોજ કરવામાં આવે છે પરંતુ કારતક મહિનામાં તુલસીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ યોગનિંદ્રામાંથી જાગે છે. ત્યાર પછી બધા શુભ કાર્યોની શરૂઆત થાય છે. આ દરમિયાન તુલસી સંબંધિત કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ વધે છે.
કારતક મહિનાના તુલસીના ઉપાય
- કારતક મહિનામાં તુલસી પાસે દીવો કરવાનું વિશેષ મહત્વ રહેલું છે માનવામાં આવે છે કે આ મહિનામાં તુલસી પાસે દીવો કરવાથી ઘરમાં ધન સંપત્તિ વધે છે.
- કારતક મહિનામાં ઘરમાં તુલસીનો છોડ લગાવવો પણ શુભ માનવામાં આવે છે. કારતક મહિનાના કોઈપણ ગુરુવારે ઘરમાં તુલસીનો છોડ લગાડી શકાય છે.
- કારતક મહિનામાં તુલસીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે આ મહિનામાં તુલસી વિવાહ પણ કરવામાં આવે છે તેને કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે
- કારતક મહિના દરમિયાન રોજ સવારે તુલસીમાં જળ અર્પણ કરવું અને સાંજના સમયે દીવો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે.
- કારતક મહિનામાં તુલસીની પૂજા કરવામાં આવે તો તેનાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે ખાસ કરીને દર મંગળવારે તુલસીને બ્રહ્મ મુહૂર્તમાં જળ અર્પણ કરવાથી ધન પ્રાપ્તિના યોગ સર્જાય છે.
તુલસી પૂજા દરમિયાન આ વાતનું રાખો ધ્યાન
- કારતક મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરો ત્યારે તેમાં તુલસીના પાન જરૂરથી અર્પણ કરવા. તેના માટે તુલસીના પાન સવારના સમયે જ તોડવા બપોર પછી તુલસી તોડવાથી ઘરની સુખ શાંતિ છીનવાઇ જાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સવારે સ્નાન કર્યા પછી જ તુલસીને સ્પર્શ કરવો જોઈએ. આ સિવાય રવિવારના દિવસે તુલસીમાં જળ અર્પણ કરવાની મનાઈ હોય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે