Margi Shani 2023: 7 મહિના સંભાળીને રહે આ 5 રાશિઓ, માર્ગી શનિ જીવનમાં લાવશે એક પછી એક સંકટ

Margi Shani 2023: શનિ સ્વરાશિ કુંભમાં માર્ગી ગતિ કરે છે. આગામી 7 મહિના સુધી શનિ કુંભ રાશિમાં માર્ગી રહેશે. જેના કારણે કેટલીક રાશિઓના લોકો પર ખરાબ અસર પડી શકે છે. 

Margi Shani 2023: 7 મહિના સંભાળીને રહે આ 5 રાશિઓ, માર્ગી શનિ જીવનમાં લાવશે એક પછી એક સંકટ

Margi Shani 2023: જ્યારે પણ શનિ ગ્રહ રાશિ પરિવર્તન કરે કે પછી તે વક્રીમાંથી માર્ગી થાય છે ત્યારે તેની અસર બધી જ રાશિઓના લોકોને થાય છે. તાજેતરમાં જ શનિ ગ્રહની સ્થિતિમાં પરિવર્તન થયું છે. એટલે કે 4 નવેમ્બરે શનિ વક્રીમાંથી માર્ગી થયો છે. શનિનું માર્ગી થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. શનિ સ્વરાશિ કુંભમાં માર્ગી ગતિ કરે છે. આગામી 7 મહિના સુધી શનિ કુંભ રાશિમાં માર્ગી રહેશે. જેના કારણે કેટલીક રાશિઓના લોકો પર ખરાબ અસર પડી શકે છે. 

રાશિચક્રની 12 માંથી 5 રાશિઓ એવી છે જેને શનિ માર્ગી થઈને સમસ્યાઓ આપી શકે છે. આગામી 7 મહિના આ રાશિના લોકોએ ખૂબ સંભાળીને રહેવું પડશે. કારણ કે માર્ગી શનિ તેમને એક પછી એક અનેક કષ્ટ આપી શકે છે.  
 
કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોને માર્ગી શનિના કારણે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. કર્ક રાશિઓની ઢૈયા ચાલી રહી છે જે આ લોકોને આર્થિક સમસ્યાઓ પણ આપી શકે છે. તેના કારણે સંબંધોમાં કડવાશ વધી શકે છે. સ્વાસ્થ્ય બગડી શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો શત્રુઓથી પરેશાન રહેશે. વૈવાહિક જીવનમાં મતભેદ વધશે. આર્થિક બાબતોમાં ઉતાર-ચઢાવ રહેશે. કામ અટકશે. ટેન્શન વધશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ રહેશે.
 
વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ પર શનિનો પ્રભાવ ચાલી રહ્યો છે. માર્ગી થયા પછી પણ શનિ વૃશ્ચિક રાશિના લોકો માટે તણાવ અને પારિવારિક પરેશાનીઓનું કારણ બની શકે છે. નોકરી અને વ્યવસાયમાં પડકારો આવશે. મન પરેશાન રહી શકે છે.

કુંભ રાશિ

કુંભ રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે અને શનિ આ રાશિમાં માર્ગી ભ્રમણ કરશે. શનિ કુંભ રાશિનો સ્વામી હોવાથી આ લોકોને વધારે તકલીફ નથી આપે. તેમ છતાં તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહેવું
 
મીન રાશિ

શનિની સાડાસાતી મીન રાશિના લોકોની પણ ચાલી રહી છે. માર્ગી શનિ આ રાશિના લોકોના સંબંધોમાં વિખવાદ વધારી શકે છે. જીવનમાં તમે નિરાશ થઈ શકો છો. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. કામકાજમાં અવરોધ આવશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news