Gujarat Tourism : ગુજરાતના સુપ્રસિદ્ધ એવા ડાકોર મંદિરમાં પણ હવે VIP એન્ટ્રીની સુવિધા શરૂ કરાવી છે. ભગવાનની નજીક જવાનો ચાર્જ 500 રૂપિયા લેવાનો ટેમ્પલ કમિટીની મિટિંગમાં નિર્ણય લેવાયો છે. ડાકોરમાં VIP દર્શન માટે રૂ.500 અને રૂ.250 નક્કી કરવામાં આવતાં ભક્તો-સેવકો નારાજ જોવા મળ્યા છે. મહત્વનું છે કે ડાકોર મંદિરમાં 500 અને 250 રૂપિયામાં વીઆઈપી દર્શન  કરવાનો ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. જેનો હાલમાં જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા 500 રૂપિયાને અઢીસો રૂપિયામાં કરાવવામાં આવતા વીઆઈપી દર્શનનો વિરોધ જોવા મળ્યો છે. હિન્દુ સંગઠનના યુવાનો તથા ઠાસરા તાલુકાના સરપંચ એસોસિએશનના સરપંચો મંદિરમાં વિરોધ પ્રકટ કરવા પહોંચ્યા. તેઓએ ‘ભગવાન તો પ્રેમના ભૂખ્યા તમે પૈસાના ભૂખ્યા’ ના નારા સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. ઉગ્ર વિરોધ સાથે મંદિરના મેનેજરને આવેદન પત્ર આપવામાં આવ્યું. સાથે જ આવેદનમાં સાંજે છ વાગ્યા સુધીમાં નિર્ણય પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. એસોસિયેશનના સરપંચો અને યુવાનો દ્વારા આ નિર્ણયને મનસ્વી નિર્ણય ગણાવવામાં આવ્યો છે. 


તો બીજી તરફ, ડાકોરમાં vip દર્શનને લઈને હોબાળો થયો હતો. મંદિર પરિસરમાં આવેદન પત્ર આપવા આવેલા લોકોને કર્મચારી દ્વારા બહાર કાઢવામાં આવતા હોબાળો મચ્યો હતો. આ બાદ આવેદનપત્ર આપવા આવેલા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.


અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતના વાતાવરણમાં મોટા ગરબડ ગોટાળા, પહેલીવાર ચોમાસાની પેટર્ન બદલાઈ


ટેમ્પલ કમિટીએ સર્વાનુંમતે કેટલાક નિર્ણયો લીધા છે. જેમાં હવેથી ડાકોર મંદિરમાં ભક્તોને વીઆઈપી દર્શનની સુવિધા આપવામાં આવશે. પ્રારંભિક તબક્કે વીઆઈપી દર્શન માટે કાઉન્ટર પર જ ચાર્જ ચૂકવી મંજૂરી મેળવી શકાશે. ભવિષ્યમાં આ માટે મંદિર દ્વારા ઓનલાઈન બુકિંગની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જાહેરના પ્રથમ દિવસે ગુરુવારે જ 7 દર્શનાર્થીઓ 500 રૂપિયા અને 3 વ્યક્તિ 250 રૂપિયા ચાર્જ ચૂકવી VIP દર્શન કર્યા હતા. 


ગાંધીનગરથી છુટ્યો ગુપ્ત આદેશ, નેતાઓની તમામ માહિતી હવે સીધી દરબારમાં પહોંચશે


આ પ્રકારના ચાર્જ પણ વસૂલાશે
મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. 


હાલ કાઉન્ટર પર ચાર્જ ચૂકવી VIP દર્શનની મંજૂરી મેળવી શકાય છે. ભવિષ્યમાં આ સુવિધા ઓનલાઈન પણ કરવાની તૈયારી ચાલી રહી છે. જોકે, VIP દર્શનના કલ્ચરથી ગરીબ ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. VIP દર્શનનો ચાર્જ ગરીબ અને મધ્યમવર્ગના ભક્તોને પોષાય તેમ નથી. દર મહિને પૂનમ ભરવા આવતા દર્શનાર્થીઓને હાલાકી પડી શકે છે.


લગ્ન માટે કોઈ બહેન નથી... સુરત નારી સુરક્ષા કેન્દ્ર બહાર આવુ બોર્ડ મારવાની નોબત આવી


VIP એન્ટ્રીથી ભક્તજનોમાં નારાજગી
એક ભક્તે જણાવ્યું કે, ભગવાનના નામથી જે વેપાર ચાલુ કર્યા છે ​એ ખૂબ જ નિંદનીય છે. આવું હોવું જ ન જોઈએ, ભગવાન બધા માટે સરખા છે. આ આસ્થાનું સ્થાન છે. ભક્તોનું દિલ દુભાય છે, આથી આ પ્રથા તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ એવી અમારી ઈચ્છા છે. જ્યારે અન્ય એક ભક્તજને જણાવ્યું હતું કે હાલ જે કલ્ચર ચાલી રહ્યું છે એ અયોગ્ય છે. ભક્તો પાસેથી નાણાં ઉઘરાવી દર્શન કરાવવાં એ યોગ્ય નથી.


UK સરકારે ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો મોટો ઝટકો, દેશમાં એન્ટ્રી પર મૂક્યો આ રીતે કાપ