ગુજરાતના આ સુપ્રસિદ્ધ મંદિરમાં ભક્તોને વગાડવા માટે ઘંટ નથી, એક ભક્ત દ્વારા અપીલ
Ambaji Temple : અંબાજી મંદિરના ચાચર ચોકમાં ઘંટ લગાવવા એક સ્થાનિક દ્વારા રજૂઆત કરાઈ... શક્તિપીઠ અંબાજી મંદિરમાં ઘંટ લગાવવા લેખિત અરજી કરાઈ...
Gujarat Tourism : મંદિરોમાં ઘંટ હોવું અને તેને વગાડવુ એ ધાર્મિક નિશાની છ. ત્યારે ગુજરાતમા આવેલા પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરમાં એક પણ ઘંટ નથી. જેને લઈને અંબાજીના સ્થાનિક માતાજીના ભક્ત ધર્મપ્રેમી સુનિલભાઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને લેખિત અરજી કરી કરોડો લોકોના આસ્થાના ભાગરૂપે અંબાજી મંદિરમાં ઘંટ લગાડવાની વિંન્નતી કરી છે.
નાનું હોય કે મોટુ હોય, દરેક મંદિરમાં ઘંટ તો હોય જ છે. ભક્તો મંદિરમાં ઘંટ વગાડીને જ મંદિરમાં દર્શને જતા હોય છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરની આસ્થા કરોડો ભક્તો સાથે જોડાયેલી છે. પરંતુ આ શક્તિપીઠમાં એક પણ ઘંટ નથી. જેથી અંબાજીના સ્થાનિક માતાજીના ભક્ત ધર્મપ્રેમી સુનિલભાઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને લેખિત અરજી કરી કરોડો લોકોના આસ્થાના ભાગરૂપે અંબાજી મંદિરમાં ઘંટ લગાડવાની વિંનતી કરી છે. આ અરજી કરતા સુનીલ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, લાખો કરોડો યાત્રિકોના શ્રદ્ધાના કેન્દ્ર એવા મા અંબાના સમક્ષ આવતો દરેક શ્રધ્ધાળુ માતાજી સમક્ષ ઘંટ વગાડી શકે એ માટે વહીવટી તંત્રએ તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ. મા અંબાના સમક્ષ આવતા યાત્રિકના જે મનના જે ભાવો હોય છે એ ભાવને પ્રજલિત કરવા માટે પણ ધંટાળો કરવો જરૂરી છે. જેનાથી એના મનના અંદર ધાર્મિકતાનો એક ભાવ ઉભો થાય છે. આપણે અનુભવેલું છે કે નાના બાળકો જ્યારે મંદિરમાં આવે ત્યારે ધંટાળો કરવા માટે ઊંચા નીચા થતા હોય ત્યારે તેમના વડીલો પણ તેમને ખભા ઉપર લઈને મંદિરના ધંટાળો કરાવતા હોય એવા સુખદ્દ અને સુંદર દ્રશ્યો આપણા મનમાં આવે છે. તો લાખો કરોડો યાત્રિકો વતી હું અંબાજી વહીવટી તંત્રને વિનંતી કરું છું કે અંબાજી મંદિરના ચાચર ચોકના અંદર ઘંટારવના મધુર સ્વરો ગૂંજતા થાય તે માટે બહુ ઝડપ રીતે પગલાં લેવા માટે વિનંતી છે.
અંબાણી પરિવારના વહુ નીતા અંબાણી પહોંચ્યા ગાંધીનગર, કોટેશ્વર મહાદેવના દર્શન
મંદિરમાં ઘંટ લગાવવા પાછળનું કારણ
મંદિરમાં ઘંટ લગાવવા પાછળ ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક કારણે પણ રહેલું છે. ઘંટડીનો અવાજ જ્યારે વાતાવરણમાં ગૂંજે છે ત્યારે એક પ્રકાર તરંગો ઉત્પન્ન થાય છે. જે હવામાં જીવાણું અને સૂક્ષ્મ જીવનો નાશ કરે છે. અને વાતાવરણને શુદ્ધ કરે છે. એવું માનવામાં આવે છે કે, જે સ્થાન પર ઘંટડીથી નિયમિત રૂપે તરંગો ઉત્પન્ન થાય છે સ્થાન હંમેશા શુદ્ધ અને પવિત્ર રહે છે. આવા સ્થાન પર ક્યારેય પણ નેગેટિવ એનર્જિ પ્રવેશ નથી કરતી.
IPL ની ફાઈનલ મેચમાં વરસાદ પડશે કે નહિ, અંબાલાલ પટેલે તેની પણ આગાહી કરી દીધી
ઘંટ પાછળનું ધાર્મિક કારણ
ઘંટ વગાડવવા પાછળ મુખ્ય ત્રણ કારણો રહેલા છે. સૌથી પહેલું કારણ કે મંદિરમાં પ્રવેશતા પહેલાં ઘંટ વગાડો છો મતલબ કે દેવી દેવાતાઓ સામે તમે તમારી હાજરી રજૂ કરો છો. એવું માનવામાં આવે છે કે ઘંટ વગાડવાથી મંદિરમાં બિરાજમાન દેવી-દેવતાઓની મૂર્તિઓમાં નવી ચેતના આવી જાય છે. અને તે બાદ પૂજા કરવાથી ઘણી ફાયદાકારક અને પ્રભાવશાળી રહે છે. આ સાથે ઘંટ વગાડવાથી મનમાં એક આધ્યાત્મિક ભાવ પણ આવે છે. ઘંટડીની અવાજને જ્યારે તમે ખુદ સાથે જોડીને જુઓ છો ત્યારે તમને એક શાંતિનો અહેસાસ થશે. ગ્રંથોમાં એવું પણ કહેવાયું છે કે, ઘંટ વગાડવાથી વ્યક્તિ પાપમુક્ત થઈ જાય છે. જો કે, તે માણસના કર્મો પર આધાર રાખે છે. પૂરાણોમાં એવું પણ કહેવાયું છે કે, સૃષ્ટિની રચના સમયે જે અવાજ ગૂંજ્યો હતો એ ઘંટડી તેનું પ્રતિક છે. માટે આજે પણ જ્યારે ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય છે અથવા તો કોઈ નવા કાર્યોની શરૂઆત થયા છે ત્યારે ઘંટડી વગાડીને ખુશી વ્યક્ત કરવામાં આવે છે.
સોમનાથ મંદિરનું સિક્રેટ : બહાર ગમે તેટલી ગરમી હોય, પણ અંદરથી ઠંડુગાર હોય છે મંદિર
ઘંટ વગાડવાથી સ્વાસ્થ્યને લાભ
ઘંટ વગાડવાથી સ્વાસ્થ્ય પર અનેક લાભ થાય છે. આમ તો બજારમાં ઘણા પ્રકારની ઘંટડી મળે છે પરંતુ કૈડમિયમ, જિંક, નિકેલ, ક્રોમિયમ અને મેગ્નીશિયમથી બનેલી ઘંટડીને જ્યારે વગાડવામાં આવે છે ત્યારે તે ધ્વનિ ઉત્પન્ન થાય છે જે મગજના ડબા અને જમણા ભાગને સંતુલિત કરે છે. ઘંટનો અવાજથી શરીરના તમામ 7 હીલિંગ સેન્ટરને સક્રિય કરે છે જેનાથી મન શાંત રહે છે. ઘંટડીનો અવાજ મન, મગજ અને શરીરને એક પોઝિટિવ એનર્જી આપે છે. જો કે, કેટલાક પુરાણો અને ગ્રંથોમાં એવી પણ માહિતી મળે છે કે, જ્યારે પ્રલય આવશે ત્યારે પણ આ જ પ્રકારનો અવાજ ગૂંજશે કેમ કે, પુરાણોમાં મંદિરની બહાર લાગેલા ઘંટને કાળનું પ્રતિક માનવામાં આવે છે.
ભાજપનો માસ્ટર સ્ટ્રોક ! રૂપાણીને આપ ગુજરાતમાં ફસાવવા ગઈને આ નેતાની દિલ્હીમાં એન્ટ્રી