Rahu-Ketu Gochar 2025: વર્ષ 2025માં રાહુ-કેતુ કરશે ગોચર, ત્રણ જાતકોને મળશે અઢળક લાભ
વર્ષ 2025માં રાહુ-કેતુ પોતાની રાશિમાં ફેરફાર કરશે. રાહુ-કેતુના રાશિ પરિવર્તનનો પ્રભાવ 12 રાશિઓ પર પડશે, પરંતુ કેટલાક જાતકો એવા છે જેને ખુબ લાભ થશે.
Rahu-ketu Gochar 2025: નવા વર્ષ 2025ની શરૂઆતમાં હવે થોડો સમય બાકી છે. 2025માં ગ્રહો-નક્ષત્રોની સ્થિતિ ખાસ રહેવાની છે. નવા વર્ષમાં ઘણા ગ્રહ-નક્ષત્ર રાશિ પરિવર્તન કરશે. જેમાં માયાવી ગ્રહ રાહુ-કેતુ પણ સામેલ છે. 2025માં રાહુ મીન રાશિથી નિકળી કુંભ રાશિમાં અને કેતુ કન્યા રાશિથી નિકળી સિંહ રાશિમાં જશે. રાહુ-કેતુના રાશિ પરિવર્તનની અસર મેષથી લઈને મેષ રાશિ પર પડશે. પરંતુ કેટલીક રાશિઓ માટે આ ગોચર લાભકારી રહેશે. જાણો રાહુ-કેતુ ગોચરથી કયાં જાતકોને લાભ થશે.
રાહુ-કેતુ ગોચર 2025માં ક્યારે થશેઃ દૃક પંચાગ અનુસાર રાહુ-કેતુ ગોચર 18 મે 2025ના સાંજે 4 કલાક 30 મિનિટ પર થશે. રાહુ-કેતુ કોઈપણ રાશિમાં આશરે 18 મહિના રહે છે.
રાહુ-કેતુ રાશિ પરિવર્તન આ જાતકો માટે લાભકારી
1. મિથુન રાશિઃ મિથુન રાશિના જાતકો માટે રાહુ-કેતુ ગોચર શુભ ફળ પ્રદાન કરશે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. નોકરી કરનાર જાતકોની નોકરીમાં પ્રગતિ તથા આવકમાં વધારો થઈ શકે છે. નવી નોકરીનો પ્રસ્તાવ પણ આવી શકે છે. પરિવારની સાથે સારો સમય પસાર કરવાની તક મળશે.
આ પણ વાંચોઃ 21 નવેમ્બરથી આ જાતકોની બલ્લે-બલ્લે, ગુરૂ પુષ્યની સાથે બનશે 3 દુર્લભ યોગ
2. ધન રાશિઃ ધન રાશિના જાતકો માટે રાહુ-કેતુ ગોચર લાભકારી રહેવાનું છે. તમારી આવકમાં વધારો થઈ શકે છે. કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખો. આર્થિક રૂપથી તમારી સ્થિતિ સારી થશે. તમે નાણાની બચત કરવામાં પણ સફળ રહેશો.
3. મકર રાશિઃ મકર રાશિના જાતકો માટે રાહુ-કેતુ ગોચર અત્યંત શુભ રહેવાનું છે. મકર રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. નોકરીમાં પ્રમોશન અને આવક વધારાની તક મળી શકે છે. સ્વાસ્થ્ય પહેલાથી સારૂ થશે. પરિવારનો સાથ મળશે. કારોબારમાં વધારો થશે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.