June Grah Gochar: જૂન મહિનામાં બે શુભ ગ્રહ ઉદય થઈ રહ્યા છે. આ ગ્રહના ઉદય થવાથી દેશ-દુનિયા પર તેની અસર જોવા મળશે. જે બે ગ્રહ ઉદય થશે તેમાં એક છે દેવગુરુ બૃહસ્પતિ અને બીજો છે શુક્ર ગ્રહ. ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં ઉદય થશે અને શુક્ર ગ્રહ મિથુન રાશિમાં ઉદય થશે. ગુરુ ગ્રહ 6 જુને ઉદય થશે અને શુક્ર ગ્રહ 29 જુને સાંજના સમયે ઉદય થશે. જૂન મહિનામાં થનારા આ પરિવર્તનનો લાભ 7 રાશિના લોકોને એક વર્ષ સુધી મળતો રહેશે. આ રાશિના લોકોને એક વર્ષ સુધી સુખ-સમૃદ્ધિ અને સફળતા મળતી રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્ર અને ગુરુના ઉદયથી 7 રાશિઓને થશે લાભ


આ પણ વાંચો: 2 જૂનથી 3 રાશિના લોકોએ રહેવું સંભાળીને, બુધના અસ્ત થવાથી ધન હાનિ, દુર્ઘટના યોગ


વૃષભ રાશિ 


શુક્ર અને ગુરુના ઉદયથી વૃષભ રાશિ માટે ભાગ્યોદયનો સમય શરૂ થશે. ઘર અને પરિવારની મુશ્કેલીઓ દૂર થશે. વેપારીઓની નવી યોજનાઓ સફળ રહેશે અને ધન લાભ થશે. નોકરી કરતા લોકોને પણ ઉપરી અધિકારી સાથે તાલમેલ સુધરશે. 


કર્ક રાશિ 


કર્ક રાશિના લોકોને પણ ગુરુ અને શુક્ર ઉદય થઈને લાભ કરાવશે. ભાગ્ય તેમને સાથ આપશે. આવકમાં વધારો થશે. બચત કરવામાં સફળતા મળશે. સામાજિક જીવનમાં પ્રતિષ્ઠા વધશે. પ્રાઇવેટ જોબ કરતા લોકોને બઢતી મળી શકે છે. 


આ પણ વાંચો: ધનની સમસ્યાને દૂર કરવી હોય તો આ 4 નિયમોનું કરો પાલન, તમારો સમય બદલતા વાર નહીં લાગે


સિંહ રાશિ


ગુરુ અને શુક્રનો ઉદય સિંહ રાશિના લોકોને અનુકૂળ રહેશે. ભાગ્ય સાથ આપશે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને સફળતા મળશે. બેરોજગારોને નોકરી મળશે. વેપારીઓની આવક વધશે. 


કન્યા રાશિ 


કન્યા રાશિના લોકોને પણ શુક્ર અને ગુરુ ઉદય થઈને એક વર્ષ સુધી મોજ કરાવશે. સમય હસી-ખુશી અને મનોરંજનમાં પસાર થશે. ઓછા પ્રયાસે સફળતા પ્રાપ્ત થશે. નવી પ્રોપર્ટી લેવાની યોજના પર કામ થઈ શકે છે. સારી ડીલ મળી શકે છે. વિદ્યાર્થીઓને કરિયરમાં લાભ થશે. 


આ પણ વાંચો: Money Tips: દિવસના આ સમયે ક્યારેય ન કરો રુપિયાના વ્યવહાર, લાભને બદલે થશે નુકસાન


ધન રાશિ


શુક્ર અને ગુરુનો ઉદય આ રાશિના લોકોને સૌથી વધુ લાભ કરાવશે. મહેનત કરનારને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. શિક્ષણ કાર્યકર્તા લોકોનું પદ પ્રતિષ્ઠા વધશે. કાર્યક્ષેત્રમાં યોગદાન માટે પુરસ્કાર મળી શકે છે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે. 


કુંભ રાશિ 


કુંભ રાશિના લોકો માટે પણ ગુરુ અને શુક્રનો ઉદય શુભ છે. આ રાશિના લોકો માટે ગોલ્ડન ટાઈમ શરૂ થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. મનપસંદ જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે. આવકમાં ઉછાળો આવશે. પારિવારિક સુખ વધશે. 


આ પણ વાંચો: Guru Uday 2024: 6 જૂનથી ગુરુ ઉદય થઈ આ રાશિઓનો કરશે ભાગ્યોદય, ઘરમાં થશે ધનના ઢગલા


મીન રાશિ 


શુક્ર અને ગુરુનો ઉદય મીન રાશિ માટે પણ લાભકારી છે. ટેકનોલોજી સંબંધિત કામ કરતા લોકોને નફો થશે. વેપારનો વિસ્તાર થશે. અવિવાહીતોને લાઈફ પાર્ટનર મળી શકે છે . જીવનમાં ઉત્સાહ અને ઉમંગ વધશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)