Shaniwar Upay 2023: હિન્દુ ધર્મમાં, શનિવાર ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શનિ વ્યક્તિના સારા અને ખરાબ કાર્યોની નોંધ રાખે છે અને તેના આધારે તેને શુભ ફળ અને દંડ પણ આપે છે. જે વ્યક્તિ પર શનિદેવની ખરાબ નજર હોય તેના પર હંમેશા મુશ્કેલીઓનો પડછાયો છવાયેલો રહે છે. વ્યક્તિને માનસિક, શારીરિક, આર્થિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ જે વ્યક્તિ પર શનિદેવની કૃપા હોય છે, તે લોકો રાજ કરતા હોય છે. તો આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે શનિવારે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, જેથી શનિદેવ તમારા પર નારાજ ન થાય અને તમારા બધા કામ જલ્દી પાર પડે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિવારે આ વસ્તુઓનું ભૂલથી પણ ન કરશો સેવન


1. લાલ મરચું 
શનિવારે એવી માન્યતા છે કે લાલ મરચાનો ઉપયોગ કોઈપણ ભોજનમાં ન કરવો જોઈએ. શનિદેવનો સ્વભાવ ક્રોધનો હોવાથી આ તેમને વધુ ક્રોધિત કરી શકે છે. એટલા માટે એવો ખોરાક ખાઓ, જેનાથી તેમને ઠંડક મળે.


2. દાળ
જ્યોતિષશાસ્ત્રમાં મસૂરની દાળનો સંબંધ મંગળ સાથે છે. મંગળ અને શનિ બંનેનો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો છે. એટલા માટે શનિવારે ભૂલથી પણ મસૂરની દાળ ન ખાવી જોઈએ તેના બદલે આ દિવસે મસૂરની દાળનું દાન કરવું જોઈએ.


આ પણ વાંચો:
મોદી સરકારે આપી મહિલાઓને મોટી ભેટ, થશે આ જબરદસ્ત મોટો ફાયદો
SAVE MONEY: દરેક રેસ્ટોરન્ટ ફૂડ પર નથી વસૂલી શકતી GST, આ રીતે કરો બીલ ચેક


3. કાળા તલ 
શનિદેવને કાળા તલ ખૂબ જ પસંદ છે. માટે આ દિવસે ન તો કાળા તલનું સેવન કરવું જોઈએ, ન તો કાળા તલનું દાન.


4. દૂધ 
જ્યોતિષશાસ્ત્રમાં દૂધનો સંબંધ શુક્ર સાથે છે. દૂધને પ્રેમ અને સંપત્તિનો કારક માનવામાં આવે છે. શનિદેવને સત્ય અને આધ્યાત્મિકતામાં વધારો કરનાર ગ્રહ માનવામાં આવે છે. માટે આ દિવસે દૂધનું સેવન ન કરવુ જોઈએ.


5. માંસ-દારૂ
શનિવારે માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ. ખાસ કરીને એવા લોકો કે જેમના પર શનિદોષ ચાલી રહ્યો છે. આ દિવસે નશા, માંસ અને દારૂનું સેવન ટાળવું જોઈએ.


આ પણ વાંચો:
એક વિવાહ ઐસા ભી, IASએ દીકરાની એવી રીતે લગ્ન કર્યા કે સૌ જોતા રહી ગયા
સૌરાષ્ટ્ર-કચ્છની 66માંથી 63 નગર પાલિકા કંગાળ, અધધ... કરોડ રૂપિયાનું બિલ બાકી!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube