Astro Tips: હિન્દુ ધર્મમાં પૂજા-પાઠનું વિશેષ મહત્વ છે. ભગવાન પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ પૂજા છે. આ જ કારણ છે કે લોકો ઘરમાં નિયમિત રીતે પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે દરરોજ પૂજા કરવાથી દોષ દૂર થાય છે અને દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. પૂજા દરમિયાન લોકો મંદિરમાં દીવો, અગરબત્તી, કપૂર, ધૂપ વગેરે સળગાવે છે. શું તમે જાણો છો કે આ ધૂપના કેટલાક ઉપાય તમારા જીવનમાંથી સમસ્યાઓ દુર કરી શકે છે ? આજે તમને જણાવીએ લોબાન ધૂપના ચમત્કારી ઉપાયો વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોબાનનું ધાર્મિક મહત્વ
ઘરમાં લોબાન ધૂપ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે.  જો ઘરમાં કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા હોય તો તે દુર થાય છે. લોબાનની અસરથી માનસિક શાંતિ પણ મળે છે. 


આ પણ વાંચો:


ઘરમાં ઝાડુ રાખવાના પણ હોય છે નિયમ, યોગ્ય રીતે ન રાખવાથી માતા લક્ષ્મી થાય છે નારાજ


આ રાશિના લોકો સાથે પ્રેમ કરનારને નથી થતો પસ્તાવો, કારણ કે હોય છે સૌથી વધુ રોમેન્ટિક


નવરાત્રી પર 30 વર્ષ પછી ગ્રહોનો મહાસંયોગ, મેષ સહિત 5 રાશિના જાતક થશે માલામાલ


આર્થિક તંગીમાંથી મુક્તિ માટે
જો કોઈ વ્યક્તિ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હોય અને તેને દૂર કરવા માટે માટીના વાસણમાં છાણા સાથે જાવંત્રી અને લોબાન ધૂપ સળગાવી દો. એવું કહેવાય છે કે 21 દિવસ સુધી દરરોજ સવાર-સાંજ આ ઉપાય કરવાથી દરેક પ્રકારની આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.


વાસ્તુ દોષ દૂર કરવા
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લોબાન કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.  ઘરમાં કોઈ બાધા કે ખરાબ નજરની અસર હોય તો તે પણ આ ઉપાયથી દૂર થઈ જાય છે. આ સિવાય ઘરમાં લોબાન કરવાથી સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. 


નોકરી માટેનો ઉપાય
નોકરીમાં પ્રમોશન મેળવવામાં  લોબાન સંબંધિત આ ઉપાય કરવા જોઈએ. તેના માટે રવિવાર કે ગુરુવારે છાણા બાળો અને તેના પર લોબાન રાખો. આ પછી તેમાં દેશી ઘી અને ગોળ ઉમેરો. આમ કરવાથી નોકરી અને વ્યવસાય સંબંધિત સમસ્યાઓ ધીરે ધીરે દૂર થઈ જાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)